________________ 108 સૌરાષ્ટ્રને ઇતિહાસ તેણે યુવરાજપદે રાજ્યવહીવટ સંભાળ્યું હતું. અને તે સમયમાં ગ્રહરિપુની માનસિક વેદના તેણે નિહાળી હતી. તેથી તેણે ગાદીએ બેસીને પિતાના કુળની પ્રતિષ્ઠા પુનઃપ્રાપ્ત કરવા માટે પુરુષાર્થને પ્રારંભ કરવા નિશ્ચય કર્યો. મૂળરાજને તે ખંડિયે હતા અને મૂળરાજ સામે માથું ઊંચકવાની તેનામાં હિમ્મત ન હતી, પણ તેણે સૌરાષ્ટ્રના અન્ય સામતને એકત્ર કરી, પરદેશી સત્તાને હાંકી કાઢવા માટે સમજાવી, તેમની સમ્મતિ મેળવી અને માત્ર એગ્ય તકની રાહ જેતે તે સિન્યની સજાવટ પાછળ પિતાને સમય વ્યતીત કરવા લાગ્યા. આ કાર્ય માટે તેના મામા તળાજાના માંડલિક ઉગાવાળાને સહકાર તેને સાંપડશે. તેણે પિતાનાં સિન્યના અધિપતિ તરીકે ઉગાવાળાને નીમ્યા. અને ઉગાવાળાએ પિતાની સમસ્ત શક્તિ સૈન્યની સજાવટમાં હૃદયપૂર્વક ખચી. આબુ ઉપર ચડાઈઃ મૂળરાજ તેના અંતિમ દિવસોમાં વાનપ્રસ્થ જીવન ગાળતો થયે. તેને યુવરાજ ચામુંડ તેના પિતા જેટલો શક્તિશાળી ન હતે. તેથી તેના તરફથી ભય ન હતું. એ કારણે ઉગાવાળાએ લાખાનું દગાથી ખૂન કરનાર તથા ગ્રહરિપુને દગાથી પકડનાર આબુરાજ ઉપર એક પ્રબળ સૈન્ય લઈ ચડાઈ કરી. આબુ ઉપરની ચડાઇનાં કારણે: રાહ કવાટ ઉપર મૂળરાજ જે પ્રબળ શત્રુ સમીપ હતે. છતાં તેને છોડી રાહ કવાટનાં સિન્ડે આબુ ઉપર શા માટે ગયાં તે એક પ્રશ્ન છે. તેના પિતા ગ્રહરિપુને મૂળરાજે આટકેટના યુદ્ધમાં હરાવ્યું ત્યારે આબુરાજ મૂળરાજની મદદે આવ્યું હતું, એટલું જ નહિ પણ યુદ્ધના તત્કાલીન નિયમથી વિરુદ્ધ જઈ તેણે ગ્રહરિપુના સૈન્યને કાપી નાખ્યું હતું. રાહ કવાટના મનમાં તે કારણે વેર લેવાની વૃત્તિ તીવ્ર હશે. અને તેથી જ તેણે મૂળરાજ ઉપર ચડાઈ લઈ ન જતાં આબુ ઉપર ઉગાવાળાને મોકલ્યા. ઈતિહાસમાં સેંધાયું છે કે ઉગાવાળાએ આબુરાજને દસ વાર હરાવ્યું અને મેંમાં તરણું લેવરાવી માફી મંગાવી. 1. આબુને રાજા આ સમયે કોણ હતા તે સંશોધનને વિષપ છે. આબુના રાજાઓ પરમાર હતા. ભેળા ભીમના સમયમાં (ઈ. સ. 1179-1241) ત્યાં જેતસિંહ પરમાર રાજગાદીએ હતા. આ જેતસિંહ રાજા ભેજના વંશને હતો. ભેજ ઈ. સ. ૧૯૨૧માં થશે. (ગૌ. હી. ઓઝા) તેની વંશાવલી સામે પાને આપ્યા મુજબ છે.