________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ નજી લાગે. આખરે ભારતના બીજા રાજાઓને ન છેડતાં તેણે ઈ. સ. ૧૦૨૫ના સપ્ટેમ્બર માસમાં ગીઝનીથી ઊપડી સોમનાથનો માર્ગ લીધે. આ સિન્ય એવા માગે થઈને આવ્યું કે બને ત્યાં સુધી કોઈને ખબર પડે નહિ, તેમ કઈ સામને કરે નહિ. આબુ આગળ થઈ, અણહિલવાડને પડખે મૂકી તે સૌરાષ્ટ્ર તરફ વળે. રાજા ભીમદેવ અણહિલવાડમાં ભરાઈ ગયે. અને તેને પિતા ઉપર આ સન્ય આવતું તથી તેની ખબર જ રહી નહિ. તેથી તે સૈન્ય પસાર થઈ ગયા પછી પણ ઘણું વખત સુધી બહાર નીકળે નહિ. પ્રભાસમાં : મહમુદ ઈ. સ. ૧૦૨૬ના જાન્યુઆરીમાં અથવા ઈ. સ. ૧૦૨૫ના ડિસેમ્બરના છેલ્લા દિવસોમાં પ્રભાસના દુર્ગદ્વારે આવી પહોંચ્યા. મહમુદ અણહિલવાડ પાટણથી બહેચરાજી, વિરમગામ, ધંધુકા અને ઘોઘા (વર્તમાન સ્થાને)ને માર્ગે ઊના દેલવાડા આવ્યું અને ત્યાંથી તેણે પહેલી છાવણું કેડીનાર પાસે નાખી. ત્યાં કેટેશ્વરનું દેવાલય તેડી તેણે તેના કાર્યને પ્રારંભ કર્યો. ઘરે : મહમુદનું સૈન્ય આગળ ચાલ્યું. પણ ગીરની સરહદે ઝાડીઓમાં આદિવાસીઓએ તેને આંતરી લીધું. સોમનાથનું મંદિર દૂર રહ્યું અને ગીરના અરયમાં ભલે મહમુદના સૈન્યને હેરાન કરવા પ્રવૃત્ત થયા. મહમુદના સૈન્યને દેર તેને ગુલામ નકારચી (નગારચી) મરાઈ ગયે. આદિવાસીઓ ઝાઝું ટકી 1. આ કેટેશ્વર માંગળ પાસે હોવાનું કાઠિયાવાડ ગેઝેટીયર (કામીલ ઉલ તવારીખના આધારે) માને છે; પણ તે કેટેશ્વર કોડીનાર પાસેનું. માગ માટે જુદા જુદા મત છે; પણ આ માર્ગે મહમુદ આવ્યા તે સર્વસ્વીકાર્ય મત છે. 2. આ નગારચીની દરગાહ જબુર ગામે છે. ત્યાં તે સમયના સીદી લેકેનું ગામ વસેલું છે. આ સમયે સૌરાષ્ટ્રમાં ક્યા ક્યા રાજાઓને અધિકાર હતા તે વિવાદાસ્પદ પ્રશ્ન છે. સોરઠ રાહને સ્વાધીન હતું પણ નવઘણની અજ્ઞાત અવસ્થાના સમયમાં માંગરોળમાં ગોહિલ, બરડામાં જેઠવા, ઉના, દીવ અને મહુવામાં ચાવડાઓ અને કેટલાક ભાગોમાં કળીઓ હકૂમત ચલાવતા હતા. એટલે મહમુદના સિન્યને થોડા દિવસ પણ રોકી શકે તેવો એક પણ રાજા ન હતા. ગ્રહરિપુ કે લાખા જેવાના સમયમાં મહમુદ આવ્યા હતા તે તેને તેઓ બીજી સહાય આવતાં સુધી રોકી શકત; પણ તે કમભાગ્યે એવા કાળમાં આવ્યો કે તેના સિન્યનો સામનો કરી શકે તેવી એક પણ સત્તા સૌરાષ્ટ્રમાં ન હતી. ગુજરાતને રાજા ભીમ ચેદિ, પરમાર અને સુમરા સામે લડી ઘસાઈ ગયા હતા. તે સોહામણ, યુવાન, કદાવર ને વીર પુરુષ હતો; પણ આ સમયે તે કે ઓચિંતે ઘેરાયો હતો. દીવાન રણછોડજી પ્રમાણે ભીમ તથા નવઘણનાં સૈન્યએ સહકાર કરી મહમુદને સામને કર્યો હતો.