________________ રજપૂત સમય 110 સેમિનાથ : રાહ નવઘણના રાજ્યના પહેલા જ વર્ષમાં ગીઝનીને સુલતાન મહમુદ સેમિનાથના દેવાલયના ધનસંચયથી આકર્ષાઈ તેને લૂંટવા માટે પ્રબળ સન્ય લઈને એરટી સેમિનાથ ઉપર ચડયે. - સોમનાથ એ સમયમાં આનું મુખ્ય ધામ હતું. સમસ્ત ભારતમાં ક્રાશી વિશ્વનાથથી પણ તેની અગત્ય અને ભક્તિ વિશેષ હતી. અને તેથી ભારતના રાજમહારાજાઓ અને ધનિકેએ તેમનાં દ્રવ્ય અને ધનને સોમનાથને ચરણે ધરવામાં સીમા રાખી ન હતી. સૌરાષ્ટ્રના દક્ષિણ સાગરકિનારે આવેલ આ ભવ્ય અને પુરાણપ્રસિદ્ધ પવિત્ર ધામની કીર્તિ ભારતના ઉત્તરીય પહાડોમાં અભેદ્ય માર્ગો ભેદીને એશિયાના પ્રદેશમાં પહોંચી ગઈ હતી. ધનાઢય ભારતના આરાધ્ય દેવના મંદિરમાં હીરામોતી અને રત્ન કાંકરાની જેમ ચણાયાં છે. અને સુવર્ણ અને ચાંદીનું ત્યાં પથ્થર જેટલું મૂલ્ય છે? એ વાતે મહમુદને કાને પડી. ગુલામપૌત્ર મહમુદ ધનલેબી અને કૃપણ હતે. તેણે આ અમૂલ્ય ખજાને હસ્તગત કરવા નિર્ધાર કર્યો. તેણે અપાર, અતુલ અને અસાધારણ સિન્ય સજી ભારત ઉપર ચડાઈ કરી. પણ અગિયાર વખત ભારતના આર્ય રાજાઓએ તેને પરાજિત કરી સીમા ઉપરથી જ હાંકી કાઢયે. મહમુદની દષ્ટિ તે ધનમાં જ હતી. તેને તેની ચડાઈને ખર્ચ અને ભેગ આ ધનભંડારની પ્રાપ્તિ સામે 1. મહાદેવના દ્વાદશ જ્યોતિલિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ છે. (4) “સૌરાષ્ટ્ર રામનાથ ...", (ब) सौराष्ट्रदेशे विदशे तीरभ्ये ज्योतिर्मयं चंद्रकलावतंस / 2. આ સ્થાન માટે નીચેની કાવ્યપંક્તિઓ રસપ્રદ થશે ? જબ રૂપે પાક આલમ પર શહેર એક નહિ થા, નીને, બાબીલેના, રૂમ, દમીશ્ક નહિ થા, નહિ થા પ્રયાગ કાશી, જબ દ્વારિકા ભી નહિ થા, પુરનુર અય મુન્નવર અશહર તું શાહર યહિ થા. ગજી થી તેરી ગલીઓમેં વેદ કી તલાવત, શાસ્ત્રોકી શરાઅત, શ્રીકૃષ્ણ કી ઇબાદત, મઆબુંદ જે જહાં કે આબીદ બને હે તેરે પુર નુર હોકે માધવ વહ યહાંહી આ કે કેરે તું ગુન્શને કુનહુ હે બુબ્બલ હે - દેવ–તેરે...વગેરે (સદ્ગત સાક્ષરવર્ય શ્રી, શંકરપ્રસાદ દેશાઈને “તસ્લીમે વતન” નામના કાવ્યમાંથી.) 3. “ગુલિસ્તાનમાં શેખ સાદીએ મહમુદના મૃત્યુ પછી ધનના ઢગલા જેતી તેના શબની આંખનું વર્ણન કરી તેના ધનલાભની ગાથા લખી છે.