________________ રજપૂત સમય 121 સુલ્તાન મહમુદ તથા તેને યુવરાજ મંદિરમાં દાખલ થયા. મંદિરના માત્ર બહારના દેખાવથી તેઓ અંજાયા હતા, પણ અંદર જતાં તેમણે જે દશ્ય જોયું તેની તેમણે સ્વપ્નમાં પણ કલ્પના કરેલી નહિ. તેણે મહાદેવનું લિંગ તેડવા માટે આજ્ઞા આપી ત્યારે બ્રાહ્મણે તેને જે તે લિંગ ને તેડે તે સુવર્ણ કે આપવા વિનંતિ કરી. મહમદ કાસમ ફરીશ્તા (ઇન ઇન્ડિયા-જોન બ્રીગ્સ.) 2. સફરનામા : લેખક કકરીયા જીક્ર. 3. મંતિકુયત્તર : લેખક શેખ ફરીદુદ્દીન અત્તાર. 4. બુસ્તાન : લેખક શેખ સાદી, 5. તુહુ–સલાતીન. 6. શેખ દીનકૃત કાવ્ય. 7. તારીખ ઉલ હિન્દ : લેખક અબ્હેમાન મુહમદ બિન અહમદ અલબિરૂની. 8. કામીલ ઉલ તવારીખ : લેખક અલ શિબાની મજદુદ્દીન ઇબ્નઅસીર, અલનજરી 9. Life and Times of Sultan Mohmmad Gazni. (Prof. Muhhamad Habib) 10. “સોમનાથને ઘેરે” કાવ્ય (લેખકનું). 1. આ ઇતિહાસકારોએ લખેલી વાર્તાઓ અરેબિયન નાઈટ્સની કલ્પનાસૃષ્ટિને શરમાવે એવી ભ્રમમૂલક અને એકબીજાથી જુદી પડતી, વિચિત્ર અને ન માની શકાય તેવી છે. આ પુસ્તકમાં તે સર્વેને ઉતારો કરી ચર્ચા કરવાનું અસ્થાને છે. આ જ લેખકે “સોમનાથ” નામના પુસ્તકમાં તે લેખકે તેમજ એલ્ફીન્સ્ટન, બ્રીગ્સ, ઇલિયટ, બાલકુર, ગેબ્રીયલ, ફેસ્ટીંગ વગેરે યુરોપિયન લેખકેએ તેના આધારે પિતાની કલ્પનાને વહેતી મૂકી જે વર્ણને લખ્યાં છે તેની વિગતવાર ચર્ચા કરી છે. આ વિષયમાં વર્તમાન ઇતિહાસકાર અલીગઢ યુનીવર્સીટીના વિદ્વાન પ્રો. મહમુદ હબીબ તેમના પુસ્તકમાં આ બ્રાહ્મણોની વિનંતિ માટે લખે છે, “મહમુદ મંદિરમાં દાખલ થયો અને અકલ્પિત ધનને હસ્તગત કર્યું. મંદિરમાંથી મળી આવેલાં સુવર્ણ અને રત્નને એટલે વિશાળ ભંડાર હતો કે હિન્દના કોષમાં તેના એક શતાંશ ભાગને નિધિ નહિ હોય. પાછળ થયેલા ઇતિહાસકારોએ લખ્યું છે કે બ્રાહ્મણોએ ધન આપવા કરેલી વિનંતિને મહમુદે “હુ મૂર્તિભંજક છું-મૂર્તિવિક્રેતા નથી” તેમ કહી અનાદર કર્યો અને મૂર્તિને તેની ગુજથી ભાંગી અને તેના પેટાળમાંથી અમૂલ્ય રને નીકળ્યાં. આ એક અશકય વાર્તા છે. એને અન્ય ઇતિહાસકારોનું સમર્થન નથી એટલું જ નહિ, પણ આ મૂર્તિ એક પૂતળા જેવી નહિ પણ એક અણઘડ પથ્થરનું ધૂળ લિંગ હતું. કમનસીબે મૂર્તિ તોડી એ વાત સાચી છે. પણ બ્રાહ્મણોએ કરેલ ધન લેવાની વિનંતિ એ પાછલા દિવસમાં જોડી કાઢેલી કાલ્પનિક વાર્તા છે.” ઇતિહાસકાર આ વાર્તાઓ માટે આટલું સ્પષ્ટ લખે છે. છતાં આપણુ કમનસીબે આપણું સાહિત્યમાં આ ગપાંઓને સાચાં માની નવલકથાઓ લખાઈ છે. 16