________________ ૧ર૦ સૌરાષ્ટ્રને ઇતિહાસ અને મંત્રી શ્રીધરની સરદારી નીચે આવી પહોંચ્યું, અને મહમુદને પિતાનાં સ્વને ટી પડતાં જણાયાં. કંઈક નાના નાના ઠાકરે તેમનાં સે લઈ આવ્યા. પ્રજાજને વર્ણભેદ જોયા વગર સોમૈયાની સમાતે આવ્યા. અણહિલવાડનું સૈન્ય પણ આવી પહેચ્યું. મહમુદને હવે પિતે સર્વનાશ નોતરી લીધું છે તેમ ભાસ્યું; પણ તે સમયસૂચક હતે. તેનાં હિમ્મત હારેલાં, શ્રમિત થયેલાં અને અકળાયેલાં સૈન્યને ઇસ્લામ ખાતર શહીદ થવા અનુરોધ કરી તેણે તે ઘોડા ઉપરથી ઊતરી નમાઝ પહી, એક સીરકાસિયન સરદારને હાથ પકડી, સૈન્યને ઉશ્કેરી, પિતે આગળ વધ્યો. કાબુલીઓને પણ ઝનૂન ચડ્યું. તેમની સામે સર્વસ્વને નાશ અથવા વિજય સિવાય માર્ગ ન હતા. તેઓએ એકસામટે ધસારે કર્યો અને આર્યોના પગ તેમના ધસારા સામે ટકયા નહિ, પરંતુ પાછા હઠતાં હઠતાં તેઓએ એ મરણિયો સામને કર્યો કે મહમુદને પણ પાછા કદમ કરવા પડ્યા. બીજે દિવસે હિંદુઓએ ઊઠીને જોયું તે મહમુદનું સૈન્ય તેની છાવણ ઉપાડી પલાયન થઈ ગયું હતું. હિંદુઓએ પિતાને વિજય થયો માની મહાદેવની સ્તુતિ કરી આનંદ મનાવ્યો. પણ હિંદુઓ વિજય ન્માદમાં ગાફેલ થયા છે તે ખબર દૂત દ્વારા મળતાં મહમુદે એચિત છાપે મારી સેમિનાથ સર કર્યું અને હિંદુઓની કતલ કરી. મહમુદે તે પછી જે જુલ્મ ગુજાર્યો તેનું વર્ણન કરવા કરતાં કલ્પના જ કરી લેવાની રહે છે. તેણે ઘરેઘર લૂટયાં, સ્ત્રીઓની આબરૂ સલામત રહી નહિ, હિંદુઓને કતલ કર્યા, ગાયને મારી તેનું લેહી મંદિરમાં છાંટયું અને તેમ કરી મહમુદે પિતાને વિજયેત્સવ ઊજ. 1. અણહિલવાડને રાજા વલ્લભસેન આ વખતે આવેલ તેમ ટોડ કહે છે. પણ ત્યારે તે ગુજરી ગયા હતા. અને ગુજરાતની ગાદીએ ભીમ હતો. તેનું સૈન્ય મેવું પડયું; તેથી આ યુહમાં આવી પહોંચ્યું હોવાનું સંભવતું નથી. કામીલ ઉલ તવારીખ નામના ગ્રંથમાં મુસ્લિમ ઇતિહાસકાર ઈબ્ન અસીર તેમજ “તારીખે અલ્ફીને કર્તા તેને ભીમ કહે છે; જ્યારે મુસ્લિમ ઇતિહાસકારે ગુજરાતના બે દાબેસલીમની કપોલકલ્પિત વાર્તા લખે છે, જે સર્વથા અસંભવિત અને અમાન્ય રહે તેવી છે. 2. ઇન્ડીઅન એન્ટીકરી : વોલ્યુમ આઠમું : મેજર વોટસન : શેખ દીનના કાવ્યને અનુવાદ 3. આપણું કમનસીબે આ બનાવને કઈ ઉલ્લેખ હિંદુ ઈતિહાસકારોએ ગમે તે કારણે કર્યો નથી. માત્ર કૃષ્ણજી નામના કવિએ “શ્લેષ્ઠ સામો થવાને 'ભીમડ હતો નહિ.” એ ઉલ્લેખ કર્યો છે. જન લેખકે એ પણ ખાસ કાંઈ લખ્યું નથી. જ્યારે નીચેના મુસ્લિમ ઇતિહાસકે કારોએ તેમના ધર્મ માટે આવું અપાર સાહસ ખેડનાર ધર્મવીરને બિરદાવવા તથા તેના કતવ્યને ન્યાયી ઠરાવવા જે વાર્તાઓ લખી છે તે ઉપરથી ઘણું અનુમાન કરવું પડે છે. 1. તારીખે ફરિસ્તા H હીસ્ટ્રી ઓફ ધી રાઇઝ ઓફ ધી મોહમેડન પાવર : લેખક