________________ સૌરાષ્ટ્ર ઇતિહાસ નેઘણ માટે થયે ત્યારે દેવાયતના ખેતરમાંથી તેને ધન મળ્યું. તેની સહાયથી દેવાયતે આહિરેને જાસલનાં લગ્નના બહાને બેલાવી જૂનાગઢમાં ભેળા કર્યા. રાજમહેલ જેવા જતાં ત્યાં વિજયનગારું હતું તે જોઈ નેઘણે દેવાયતને પૂછ્યું કે “આ વગાડું?” દેવાયતે કહ્યું કે “આ નગારું વગડે તે રાજપલટે થાય.” નેઘણે તે વગાડયું અને સંકેત પ્રમાણે આહિરે તૂટી પડયા. સોલંકી સેના અણુચિંતવી ઝડપાઈ, પ્રજાએ આહિરેને સાથ આપ્યો અને જૂનાગઢમાંથી સેલંકી સેનાને હરાવી કાઢી મૂકી. જાસલ બહેનની આંગળી વાઢી ઊના લેહીએ રાજતિલક કરી ને ઘણને ગાદીએ બેસાડયો. જાસલનાં લગ્ન કર્યા અને દેવાયત રાજાના પિતાને સ્થાને રહ્યો. રાહ ઘણુ : ઈ. સ. 1025 થી ઈ. સ. 1044. રાહ નવઘણ ઉફે ઘણુ ગાદીએ આવ્યું ત્યારે માત્ર પંદર વર્ષને જ હતે. માતાપિતાવિહોણું કિશોર કુમારને રાજવહનને ભાર દેવાયત ઉપર આવ્યો. તેણે શ્રીધર અને મહીધર નામના નાગર મંત્રીઓને રાખ્યા. એક મહેસૂલી વ્યવસ્થા ચલાવતે અને બીજે સેનાપતિ હતે. 1 ગુજરાત: આ સમયમાં ગુજરાતની ગાદીએ ભીમદેવ પહેલે હતો. જ્યારે નવઘણે ગાદી પુનઃપ્રાપ્ત કરી ત્યારે તેણે સિંધના રાજા હમીર સુમરા ઉપર ચડાઈ કરેલી, અને ચેદિરાજ કર્ણ સાથે પણ તે યુદ્ધમાં ઊતો . માળવાના પરમારે મુંજ અને ભેજ સામે પણ તેને વિરોધ ચાલ્યા કરતે. એટલે તે દિશામાંથી નવઘણને ભય હતે નહિ. તેથી સમયે તેને સહાય આપી અને તે ગાદી ઉપર સ્થિર થયે. ચૌહાણ: આ સમયે અજમેરમાં વિસલદેવ ચૌહાણ રાજ્ય કરતા હતા. આ રાજા ઘણે જ પરાક્રમી અને પ્રતિભાશાળી હતું. તેણે મુસલમાનોની વધતી સત્તા અટકાવવા હિંદુસ્થાનના તમામ બળવાન રાજાઓને એકત્ર કર્યા હતા. તેમાં ભીમદેવ ભળે નહિ. તેથી તેણે ગુજરાત ઉપર ચડાઈ કરી ઉત્તર ગુજરાત જીતી લીધું. વડનગર(આનંદપુર)ને પ્રદેશ આબુ અને છેક વાગડ સુધીના ભાગ ઉપર તેણે વિજયધ્વજ ફરકાવ્યો અને વિશાળનગર શહેર બાંધી ત્યાં પિતાને સૂબે રાખે. વિશળદેવ અહીંથી સેરઠ ઉપર ચડ; પણ રાહ નવઘણની શકિત આવા પ્રબળ શત્રુ સામે થવાની ન હતી. તેથી તેણે ખંડણ ભરી વિશળદેવનું સન્માન કરી તેનાં સિને પાછાં વાળ્યાં.' 1. આ શ્રીધર માટે જુઓ મારું પુસ્તક “પિતૃતર્પણ” 2. ચંદ બારેટના “પૃથ્વીરાજ રાસા'માં આ યુદ્ધનો ઉલ્લેખ છે. વિશલદેવે વિસનગર ઈ. સ. ૧૦૪૬માં વસાવ્યું તેમ મનાય છે. પણ આ ચડાઈ ઈ. સ. ૧૦૨૪-૨૫માં થઈ હતી. ત્યારે નગર વસાવવાનું શરૂ કર્યું હોય અને ૧૦૪૬માં તે પૂર્ણ થયું હોય તે સંભવિત છે. આ વિશલદેવે કતવધને યજ્ઞ કરી વડનગરના અયાચક નાગર બ્રાહ્મણને દાન ન લેતાં પાનનાં બીડાં આપી તેમાં ગામનાં નામ લખી છેતર્યા હતા, જેઓએ ભૂલથી દાન લીધું તે નાગર બ્રાહ્મણ થયા, તે સમયથી નાગર જ્ઞાતિ બે વિભાગે–ગૃહસ્થ અને બ્રાહ્મણમાં વહેચાઈ.