________________ રજપૂત સમય 115 સોલંકી સેનાએ હુમલો કર્યો. અને રાજાવિહેણે કિલ્લો જિતા. રાહ દયાસ પાછળ તેની સેરઠ રાણી સતી થઈ અને બાળપુત્ર ને ઘણને લઈ તેની દાસી નાસી છૂટી. સેરઠ ગુજરાતના રાજ્યને ખાલસા પ્રદેશ બન્યું અને વંથળીમાં સૂબે મૂકવામાં આવ્યું. આમ, ચુડાસમાઓની હકૂમત સેસ્ટમાંથી ઊઠી ગઈ. સેરઠ રાણે સતી થતાં તેના બાલપુત્ર ને ઘણને લઈ દાસી ભાગતી ભાગતી કેડીનાર પાસે બેડીદર પોંચી. બેડીદરમાં દેવાયત નામને એક ઘરધણ આહેર હતું. તેને ઘણને સેંપી થાક, ભૂખ તરસના કારણે દાસીએ પ્રાણ છેડયા. દેવાયતે તેની પત્નીને રાહ સેં. નાઘણની વય તે વખતે માત્ર નવ માસની હતી. તેથી દેવાયતની પત્નીએ તેની છ માસની પુત્રી જાસલને ખેાળામાંથી ઉતારી ને ઘણને ખોળામાં લીધે. દેવાયતનો દીકરે વાસણ હતે. નેઘણ તથા વાસણ સાથે ઊછરવા માંડયા. ઘણ રાજપુત્ર હતા તે વાતની કઈને ખબર પડતાં તેણે જૂનાગઢમાં સેલંકીના સૂબાને આ ખબર આપ્યા. સૂબાએ આવીને દેવાયતને દબાવ્યું. તેણે પિતાની પત્નીને કહેવરાવ્યું કે “રાહ રાખી વાત કરજે.” ગાડું ગાલણકા, ગાડાવત રાખે ગળે, વાકી ખૂબલીમાં જે ઉચેટીયે ઉદાઉત.” ચતુર આહેરાનું સમજી ગઈ. તેણે વાસણને શણગારીને મોકલ્યા અને સોલંકી સરદારે તેનું માથું કાપી લેવા આજ્ઞા કરી. દેવાયત પિતાને પુત્ર હોય તે મારી શકે નહિ એ કારણે તેની કસોટી કરી. પણ દેવાયત તેમાંથી પાર ઊતર્યો અને તેણે સ્વહસ્તે પિતાના એકના એક પુત્રનું બલિદાન દીધું. કમભાગે મારે એક જ માથું છે, તેથી હું લાજી મરું છું. જે લાખ શિર હેત તે હું લાખે ય વાઢી આપત. શાહ અબ્દુલ લતીફે સિંધી ભાષામાં સોરઠના રાહ વંશના રાજાઓનું એક સળંગ કાવ્ય લખ્યું છે. 1. આ ગામ આવેજ હોવાનું પણ કહેવાય છે; પણ તે બોડીદર જ હતું. ત્યાં દેવાયતનાં મકાન પણ બતાવવામાં આવે છે. 2. આ દુહો આ વાતનો નથી; જો કે તેને આ સાથે જોડવામાં આવે છે. ઉદાઉત એટલે ઉદા-ઉદયસિંહના પુત્ર જેવું કાઈ પાત્ર આ વાતમાં નથી. - 3. આવી વાત વનવીર તથા ઉદયસિંહ રાણાની તેમજ લાખા ફુલાણીની દાસી ફારૂકની પણ છે. એક વાર્તાકાર પ્રમાણે દેવાયતે સાત પુત્રોનું બલિદાન દીધું હતું.