________________ રજપૂત સમય 113 ભજવેલા ભાગની સ્મૃતિનું ધૃત હોમાયું. એટલે તેણે મારવાડના રાજાને મદ ઉતારવા પ્રયત્ન આરંભ્યા. એક મહાન સૈન્ય સજી તેણે પાટણ ઉપર ચડાઈ કરી દુર્લભસેન તથા મહેન્દ્ર બનેને પરાજિત કરવા ધાર્યું. પણ તે કાંઈ પણ કરી શકે તે પહેલાં દુર્લભસેનની રાણું પ્રભાસની યાત્રાએ નીકળતાં ગિરનાર યાત્રાએ આવી. રાહ દયાસને કારણ શોધવું ન પડ્યું. તેણે આજ્ઞા કરી કે પાટણની રાણું જે કર આપે તે જ દાદર કુંડમાં સ્નાન કરે. પાટણની નવપરિણીત મહારાણીને આ અપમાન અસહ્ય લાગ્યું. તે યાત્રા વગર પાછી ગઈ અને તેના ઉશ્કેરવાથી દુર્લભસેને વંથળી ઉપર ચડાઈ કરી.' પાટણને વિજ્ય: સોરઠ ઉપર ફરીથી ગુજરાતની સેના ચડી આવી. રાહ દયાસે આટલી વહેલી ચડાઈ આવશે તેમ ધાર્યું ન હતું. દુશ્મન વંથળી ઉપર ઘેર ઘાલે અને મંગાવું પડે તે કારણે તેણે વંથળી છેડી જૂનાગઢના ઉપરકોટમાં થાણું નાખ્યું અને વંથળીને ઉઘાડું શહેર રહેવા દીધું. દુર્લભસેનના સિગ્યે વંથળી લીધું અને ઉપરકેટને ઘેરે ઘાલે. ઘેરે કેટલે ચાલે તેને ઉલ્લેખ નથી, પણ દીર્ઘ કાળ થયે છતાં ઉપરકોટ પડે નહિ અને પાટણના સૈન્ય કંટાળ્યાં અને ઘેરે ઉઠાવી પાછાં જવા માટે તેના સરદારે વિચારમાં પડયા. - માથાને માગનાર: આ સમયે હેડમાં રાજાનું માથું હારેલે બીજલ ચારણ શત્રુ સરદાર પાસે આવ્યા અને પોતે રાહ દયાસનું માથું લાવી આપે તે યોગ્ય બદલે આપ એવી રીતે કહી ઉપરકેટ ગ; અને તેણે રાહ દયાસનું માથું મેળવ્યું. 1. દીવાન રણછોડજી “તવારીખે સોરઠમાં આ યુદ્ધને માટે કારણ આપે છે. આ યાત્રાર્થે આવનારાં રાજકુટુંબીઓમાં એક બહુ સુંદર રાજકન્યા હતી. રાહે તેના હાથની માગણી કરી, પણ રાણીઓ પાસે માણસ ન હતાં. તેથી તેઓ માગણું કબૂલ કરી પાછાં ગયાં અને વાય આપ્યા પ્રમાણે કન્યા પરણવા આવી. કન્યાના વેલડામાં સૈનિકોને સંતાડી કન્યા પક્ષના માણસો ગઢમાં આવ્યા ત્યારે અંધ દરવાનીએ કહ્યું કે વેલડામાં સ્ત્રીઓ નથી પણ ભારે હથિયારવાળા સૈનિકો છે. આમ પોલ પકડાઈ જતાં સરદારે હુકમ આપ્યો અને સૈનિકે કૂદી પડયા. રાહને કતલ કર્યો અને જૂનાગઢ જિતાયું. આ વાતમાં ગુજરાતને રાજા સિદ્ધરાજ કહ્યો છે. તે કારણે તથા સામી કન્યા પરણવા આવે તે વાત બંધબેસતી નથી. આ લડાઈની ભાટચારણે પણ અનેક જુદી જુદી વાતો કરે છે. 2. આ વાત ઘણી રસિક છે. બીજલ માથું માગવા આવે છે એવી ખબર દરવાનેને પડી એટલે તેમણે તેના આવવાના માર્ગ બંધ કર્યા; પણ દુર્ગ ઉપરથી શત્રુઓ ઉપર રાહની નજર પડી અને ચારણે તેને જોતાં કહ્યું કે “રાહ, હું તારું માથું માગવા આવ્યો છું; પણ તે વાતની ખબર પડી જતાં દરવાને મને અંદર આવવા દેતા નથી. આમ કરવા તે આજ્ઞા આપી 15