________________ - - - 4 111 રજપૂત સમય - તળાજા ઉપર ચડાઈ : રાહ કવાટ ત્યાંથી વંથળી ગયે અને ઉગાવાળા ઉપર ચડાઈ કરી. ઊના પાસેના ચિત્રાસર ગામ આગળ ભયંકર યુદ્ધ થયું. તેમાં અને શિયાળ બેટ તવારના બળે તેણે કબજે કર્યો. રાહ કવાટને છોડવા માટે અનતદેવને ઉગાવાળાએ કહ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે કરે મજરે કવાટ, ભાંખે એમ અનંતદેવ, તે પાછો મેલું પાટ, પત ખેવે ગરનારપત’ આ સાંભળી કવાટે કહ્યું: આ કાયાને મજરે નહિ, આ કાયા અવઘાટ, રાહ ઊઠી મજર કરે તે કીં કાંવા કવાટ. આ શરીર વળતું નથી એટલે મજરે કરી શકાય નહિ. જે રાહ મજર કરે તે તે કવાટ કેમ કહેવાય? ઉગાવાળાએ તેથી કોધિત થઈ અનંતદેવને પછાડ્યો અને તેના ઉપર ચડી બેઠો. આ દશ્ય જોઈ અનંતની માં આવી. તેણે કહ્યું કે: સે સે માર્યો ચાવડા, પંદરસો માર્યા પઠાણ, તને એભલવાળાની આણ તું અનંત મેલને ઉગલા.” માએ એભલવાળાની આણ આપી. આ એભલવાળો કેણ? એભલવાળા વલ્લભીને એક વંશજ હતો, જે વલ્લભીના પતન પછી મારવાડમાંથી આવેલ અને મેવાડના રાજાની મદદથી વઢવાણમાં રહી વળા, ચમારડી જીતેલાં. તે વાળાઓને મૂળપુરુષ ગણાય છે. બીજા બે એભલ થયા છે. તેને ઇતિહાસ આગળ ઉપર છે. આ દુહામાં પઠાણેનો ઉલ્લેખ છે, પણ તે સમયમાં પઠાણે હતા નહિ. [અમૃતવેલના પાળિયામાં સં. 1042 (ઈ. સ. ૯૮૬)માં સૈયદ બાલાલ નામના એક મુસ્લિમ ગુલામે એક બ્રાહ્મણ સ્ત્રી ઉપર અઘટિત હુમલે કરતાં તેને પતિ તેની સાથે લડે. પણ બીલાલ તેને મારી નાખ્યો. તેના વેરને બદલે લેવા જૂની સાવડના વાળાઓએ સીદી તથા સચદેને મારી નાંખ્યા. (વોટસન ગેઝેટીયર) તેથી કદાચ મુસ્લિમો આવી વસ્યા હોય તે બનવા સંભવ છે. જે કે હું આ સાલના વાચનમાં કંઈ ફેર થયો હોવાનું માનું છું.] તેથી ઉગાએ અનંતદેવને મુક્ત કર્યો. તે રાહ કવાટના પીંજરા પાસે ગયો, પણ તેનું તાળું ખોલવામાં સમય લાગતાં હર્ષના આવેશમાં તેણે કાષ્ટના પીંજરાને લાત મારી, પીંજરું તૂટયું, પણ ઉગાવાળાને પદપ્રહાર કવાટની કાયા ઉપર પડે. રાહને આ અપમાન જણાયું. પછી અનંતને છોડી મૂકે તે પણ તેને ન ગમ્યું. ઉગાવાળાએ બીજા રાજાઓને પણ છોડયા. છોડાવ્યા છત્રીસ કંકુને કરતાં કમળ, અધપત દિયે આશિષ, તને અજરામર ઉગલા,