________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ કરેલા. તેમાં યદુ વંશને રાજા ન હતાકારણ કે તે રાજાને યુદ્ધમાં જીતવાનું શકય ન હતું. તેથી તેણે પ્રભાસની યાત્રાને મિષે તે આવે ત્યારે પ્રભાસમાં રાહ કવાટને મળવાની ઈચ્છા બતાવી. રાહ કવાટ રાજવી મિત્રને સત્કારવા તથા મળવા પ્રભાસ આ. શિયાળપતિએ મહેમાનોના ઉત્તર રૂપે રાહને તેના વહાણ ઉપર જમવા આમંત્રણ આપ્યું. અને રાહ કવાટ જમવા બેઠે ત્યારે લંગર ઉપાડી વહાણ હાંકી મૂકયું. રાહને શિયાળ બેટમાં લઈ જઈ કાષ્ટના પીંજરામાં કેદ કર્યો. રાહના માણસે તેની શોધ કરતા કરતા બેટમાં પહોંચ્યા. તેની સાથે રાહ કવાટે ઉગાવાળાને સહાય માટે સંદેશ મોકલ્યા; કારણ કે આવી આફતની વેળાએ તેને સહાય કરવા તેના સિવાય કઈ સમર્થ પુરુષ ન હતા. ઉગાવાળાએ શિયાળ બેટ ઉપર ચડાઈ કરી. અનંતને હરાવી રાહ કવાટને છેડાવ્યું. પણ રાહને છોડાવતી વખતે પીંજરું તેડવાની ઉતાવળમાં રાહને તેને પણ લાગી ગયે; તેથી રાહને ખોટું લાગ્યું અને સહાયક ઉગાવાળે તેને શત્રુ બને. આ તરફ ન હતું. પણ દ્વારકામાં અનંતસેન ચાવડો રાજા હતે. ચાવડાઓનાં ઘણું નાનાં રાજ્યો હતાં. કચ્છમાં પણ ચાવડાઓ હતા; પણ છત્રીસ કુળના રાજાઓ કેદ કરે તેવો મહાન રાજા કઈ થયો હોવાનું જણાતું નથી; પણ મૂળ દ્વારકામાં (વતમાન દ્વારકા નહિ) ચાવડાનું રાજ્ય હોય તે શિયાળ બેટ તેના તાબામાં હોઈ શકે. વળી, દગાથી પકડવાની કળા ચાવડા સિવાય બીજા કેઈએ અજમાવી હોવાનો સંભવ નથી. દીવમાં પણ ચાવડાઓનું રાજ્ય હતું. એટલે સંભવ છે કે આ રાજા ચાવડે જ હશે અને તેને ચાંચિયાગીરીને મુખ્ય વ્યવસાય હશે, 1. શિયાળ બેટ જૂના જંજીરા રાજ્યના જાફરાબાદ તાબાને હતો. હાલ તે સૌરાષ્ટ્ર રાજ્યમાં છે. તે બાબરિયાવાડના ગામ રામપર તથા કેવાયા સામે દરિયામાં છે. તેને ઘેરા આશરે ત્રણ માઈલ છે. ચેલૈયાનું માથુ ખાંડી અઘરીને ખવડાવનાર શગાળશા અહીં' થયા હોવાનું કહેવાય છે. આ બેટમાં એકથી વધારે મીઠા પાણીના કૂવા છે, તથા શાકભાજી અને ખાસ કરી વાલ તથા રીંગણુની પેદાશ બહુ થાય છે. અહીંના જોવા લાયક સ્થળમાં થાનવાવ, ગોરખમઢી, ગંગાતળાવ વગેરે છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં પ્રસિદ્ધ થયેલી મોરણી કેળણ અહીં થઈ ગઈ. 2. વાર્તા એવી છે કે વાદીના વેશમાં ગયેલા ચારણ સાથે રાહે ઉગાવાળાને કહેવડાવ્યું કે - તું ની રેતે તક આવ્ય તાલી તળાજા ધણી, વાળા હવે વગાય એકે હાથે ઉગલા”. તું કહેતે ન હતો કે હું એક હાથે તાળી વગાડી શકું? તો હવે સમય છે તે વગાડી છાતી માથે શેરડે, માથા ઉપર વાઢ, ભણજો વાળા ઉગલા, કટ પાંજરે કવાટ. ચારણે ઉગાવાળાને ખબર આપ્યા. શિયાળ બેટ ઉઘાડી રીતે નૌકા સૈન્ય વગર લેવાય તેમ ન હતો. તેથી પિઠ ભરી વણઝારા તરીકે સૈનિકોને લઈ ઉગાવાળો ત્યાં દાખલ થયો