________________ રજપૂત સમય 107 પરાજયના પ્રત્યાઘાત : મૂળરાજના વિજયથી લાખા ફૂલાણીનું મૃત્યુ કે ગ્રહપુરિને પરાજય નહિ, પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રજાઓની માનહાનિ થઈ અને મૂળરાજે તેઓના પરાજ્યના બળતા અગ્નિમાં અપમાનરૂપી ઘી હોમ્યું. તેણે આજ્ઞા કરી કે સૌરાષ્ટ્રના પુરુષને મેં જીત્યા છે, તેથી તે પુરુષ ને રહ્યા હોઈ તેમણે સ્ત્રીઓ પુરુષનાં નાકકાન વીંધાવવા આજ્ઞા આપી. પરિણામે હજી પણ આ આજ્ઞાના અવશેષરૂપે સૌરાષ્ટ્રની ગ્રામ્ય જનતાને પહેરવેશ તે જ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાયે કિલ્લાઓમાં તેણે પિતાનાં થાણાં બેસાડ્યાં અને માંડલિકે પાસેથી ખંડણું વસૂલ કરી અને ગ્રહરિપુ પાસે પિતાની હકૂમત કબૂલ કરાવી. કચ્છ તે તેણે સંપૂર્ણ રીતે સ્વાધીને કર્યું. રાહ કવાટ (ઈ. સ. ૯૮૨થી ઈ. સ. 1003) ગ્રહરિપુને ચાર કુંવર હતા. તેમાં રાહ કવાટ સૌથી મોટે હોવાથી તેના પિતાની ગાદી ઉપર ઈ. સ. ૮૨માં તે બેઠે. તેની નજરે તેણે તેના અજિત પિતાને સોલંકીની સમશેર નીચે પરાજિત થયેલ જે હતે. ગ્રહરિપુનાં અંતિમ વર્ષોમાં 1. લાખાને મૃતદેહ તથા વાયુમાં ફરકતી તેની મૂળ જોઈ તેની માએ મૂળરાજને તેના વીરપુત્રને દગાથી હણવા માટે શાપ આપ્યો. પણ 124 વર્ષના પુત્રની મા ક્યાત હોય તે સંભવતું નથી. લાખો કવિ હતો, રસિક હતા, કલ્પનામાં વિહરતે વિચારક હતો. વાંચકોની ક્ષમા માગી તેને પ્રાપ્ત થયેલા દુહાઓ પિકી થડાએક અહીં ઉત કરવામાં આવ્યા છે. બે સગી બહેનો એક બીજીની શક્ય છે; બે વચ્ચે એક જ પુત્ર છે. એક સ્ત્રી બીજના હાથમાં બાળપુત્ર આપે છે, તે ઝીલે છે. તે જોઈ લાખો કહે છેઃ એક ડીએ બીજી ઝલે આઉં કપરા દી કઢાં ઈશ્વર એ ડી દે જડે લાખ બારક થયાં. સરાણિયાં પતિપત્નીને સરાણ ખેચતાં જેમાં લાખો કહે છેઃ એક તાણે બી તાક–ઝડ લગી નેણું જેડી પ્રીત સરાણિયાં હેડી નહિ રાણાં. નદીના તટે ઊગતાં સૂર્યમાં ઘસીને સ્વચ્છ કરેલાં બેડામાં પાણી ભરતી, નદીતીરે શિલા ઉપર ઘસી ઘસીને પગ ધોતી યુવતીઓને જોઈને લાખો ગાય છેઃ પગ ઘસે પાની ધુએ, જડે આછી ગેરલીયાં, લાખો કે મુકે બારી હેડી લાસી છીપરીયાં. લાખા ફૂલાણીના આવા ઘણું દુહાઓ છે, અને ચારણ મિત્રો પાસેથી તે પ્રાપ્ત થયા. છે; પણ અહીં માત્ર નમૂતા પૂરતા જ આપ્યા છે, કારણ કે આ પુસ્તકને તે વિષય નથી..