________________ 104 સૌરાષ્ટ્રને ઇતિહાસ મૂળરાજને તેને ઓરમાન ભાઈ રાખાયત આવી મળે. લાખા ફૂલાણુને તે ભાણેજ હતું અને તેને ત્યાં ઊછરેલે એટલે તે લાખાનાં સાથી, સેનાપતિઓથી તેમજ તેની વ્યુહરચનાથી પરિચિત હતું. તેણે મૂળરાજને લાખાના લશ્કરની માહિતી આપી અને આટકેટના માર્ગે મૂળરાજના સૈન્યને પૂર્ણ વિશ્વાસથી દેવું. આટકોટનું યુદ્ધ : જંબુમાલી નદીને તીરે અને સામસામાં ભેટયાં; તલ્લા અને તીરેની રમત રમવા વિરે અધીરા થયા ગુજરાતની સેના અર્ધચંદ્રાકારે ગોઠવાઈ હતી. તેની એક પાંખે આબુરાજ હતા. તેણે બૂહરચના સમાપ્ત થાય અને યુદ્ધને પ્રારંભ થાય તે પહેલાં જ પિતાના સિન્યથી જુદા પડી સૌરાષ્ટ્રના સૈન્ય ઉપર યુદ્ધના નિયમ વિરુદ્ધ ઓચિંતે હલ્લો કર્યો. આથી સૌરાષ્ટ્રીય સૈન્યમાં ભંગાણ પડયું. ગ્રહરિપુ તેને વ્યવસ્થિત કરે ત્યાં મૂળરાજે તેના હાથીને ગ્રહરિપુના હાથી પાસે લઈ જઈ તેના ઉપર હુમલો કર્યો. ગ્રહરિપુ હાથી ઉપર ઊભે થઈ લડવા માંડે. પણ તે નિશાન ચૂ અને જમીન ઉપર પડયે. મૂળરાજ તરત જ નીચે ઊતરી તે ઊભું થાય તે પહેલાં કટાર કાઢી તેની છાતી ઉપર ચડી બેઠે. લાખાએ જોયું કે ગ્રહરિપુને જીવનદીપ હોલાવાને વાર નથી, તેથી તેના દર્શાદીને તેણે મૂળરાજ પાસે મોકલ્યા અને કહેવરાવ્યું કે ‘ગ્રહરિપુને જીવતે છે. તે અમે યુદ્ધમાં હાર કબૂલ કરી લઈએ.” પણ મળરાજે જવાબ આપે કે “આજ ગ્રહરિપુના લોહીથી મારી મછ રંગીશ.” લાખાનાં નેત્રે આ ઉત્તર સાંભળી રક્ત થયાં, હેઠ ધ્રુજવા લાગ્યા અને ક્રોધના આવેશમાં તેની મૂછ ફરકવા લાગી. ભારતના યુદ્ધમાં કર્ણ અને અર્જુનને સંગ્રામ થયે હતું તે ભારી સંગ્રામ છે. વૃદ્ધ લાખાએ તેમની સમગ્ર શક્તિથી હલો કર્યો, પણ મળરાજે અને તેના સાથીઓએ એ જ પ્રબળ પ્રતિકાર કર્યો. લાખાનું મૃત્યુ : લાખે મૂળરાજના સૈન્યને કાપી રહ્યો હતો અને મૂળરાજે હવે નીતિની રીત છોડી તેના સાથીઓને સંજ્ઞા કરી. તેથી પબળ રાઠોડ, ધવલ સોલંકી તથા મૂળરાજે પાસે આવી લાખાને ઘેરી લીધું અને તેની છાતીમાં સાંગ 1. ભાદર, 2. આ યુદ્ધને પ્રારંભ શરદ ઋતુમાં થયો અને કાર્તિક માસમાં તે પૂરું થયું તેમ જણાય છે. એટલે આ વણે માત્ર એક જ લડાઇનું છે. વિગ્રહ ત્રણ માસ ચાલ હશે.