________________ 100 સૌરાષ્ટ્રને ઇતિહાસ થઈ તેને સેરઠનું રાજ્ય આપ્યું.' ગ્રહરિપુને હાથે પરાજ્ય પામ્યા પછી થોડાં વર્ષો પછી મૂળરાજને સોમનાથનાં દર્શન કરવા ઈચ્છા થઈ. હૃદયને કેરી ખાતે મામાને ઘાત અને પાપને કીડ તેને શાંતિ મળવા દે નહિ. તેથી તે પ્રાપ્ત કરવા શીતળતા મળે તેવું ક્ષેત્ર પ્રભાસ જ છે તેમ સલાહ મળવાથી તેણે ત્યાં જવા નિશ્ચય કર્યો. ગુજરાતને રાજા આ પ્રમાણે જવા વિચાર કરે ત્યારે તેના પદને યોગ્ય પૂર્વતૈયારી કરવી જોઈએ. તેથી તેને પ્રધાન જંબુક એક સૈન્ય લઈ સોરાષ્ટ્રમાં ગયો. તેણે ગ્રહરિપુની આજ્ઞા માગવાની છે કે તેને ખબર દેવાની પણ જરૂર જોઈ નહિ. તેથી ગ્રહરિપના સેનાપતિએ તેને રે કયા. જંબુકે કહ્યું કે “મહારાજ મૂળરાજ સોમનાથની યાત્રાએ જાય છે, અને તે ચક્રવતી રજા હોઈ તમને ખબર આપવાની જરૂર નથી.” ગ્રહરિપુએ ઉત્તર આપ્યો કે “યાત્રાળુ તરીકે તેઓ જઈ શકે છે, પણ સૌરાષ્ટ્ર ઉપરનું ચક્રવતી પદ મૂળરાજ માને છે એટલું સહેલું નથી.” તેણે જંબુકને પકડયો અને બહુ હેરાન કરીને છેડે; પણ છોડતાં કહ્યું કે “મુળરાજને કહેજે કે ગ્રહરિપુ જીવે છે ત્યાં સુધી સેમિનાથનાં દર્શનને વિચાર માંડી વાળે.” 1. સેમિનાથ મહાદેવે તેને સ્વપ્નમાં દર્શન દઈ એક રાત્રે કહ્યું કે “ગ્રાહરિપુ અને બીજા દૈત્યોએ પ્રભાસ તીથને નાશ કર્યો છે, માટે તેઓને પૂરા કર. મારા પ્રતાપથી તું વિજ્યી થઈશ” (દયાશ્રય) 2. જૈનાચાર્ય હેમચંદ્રસૂરિ કે જે કુમારપાળના ગુરુ હતા તેણે કાશ્રય નામના ગ્રંથમાં આ પ્રસંગને અતિશયોક્તિભરી અને અદૂભુત રીતે વર્ણવ્યું છે. જોકે તે વર્ણન ઘણું વધારે પડતું અને ખોટું છે. છતાં ગ્રહરિપુની શક્તિનો પરિચય આપવા માટે તેને અમુક ભાગ અહિં ઉધૂત કરવામાં આવ્યું છે. એ ભરવાડ ઘણો જુલ્મી છે. શ્રી કૃષ્ણના રાજ્યના વારાથી જે ગાદી પ્રતાપથી પ્રકાશ પામતી એના વખત સુધી આવી છે, તે ગાદીએ બેસીને સૌરાષ્ટ્રમાં તે રાજ્ય કરે છે. યાત્રાળુ લકે. પ્રભાસ ભણું જાય છે તેઓને મારી તેમનાં હાડકાં અને માંસ ધેરી રસ્તામાં તે વેરે છે. અને જે વામનસ્થળીમાં હનુમાન અને ગરુડની ધજાઓ ફરકતી તેમાં રાવણની પેઠે તે નિર્ભયપણે રાજ્ય કરે છે. ચરોને તે પવિત્ર જગ્યાઓમાં વસવા દે છે અને બ્રાહ્મણોને તિરસ્કાર કરે છે........ આ જંગલી પુરુષ ગિરનારના પર્વત ઉપર ભટકતે ફરે છે, અને પ્રભાસ આગળના હરિને શિકાર કરે છે. તે ગાયનું માંસ ભક્ષણ કરે છે, દારૂ પીએ છે. આ પશ્ચિમ દિશાના રાજા ગ્રહરિપુએ દક્ષિણ અને ઉત્તરના ઘણું રાજાઓને તેમના રથ મૂકીને નસાડી મૂક્યા છે. તેથી જાણે છે કેઈની પરવા કર્યા વિના સ્વર્ગના રાજ્યની જીત મેળવવા ધારતો હોય તે પ્રમાણે ઊચું જોઈ ચાલે છે. ગ્રહરિપુ યમપુરીના યમરાજ જેવા વિકરાળ શરીરનો છે. સિંધના રાજાને પકડી તેની પાસેથી દંડમાં તેણે હાથી-ઘોડાં છીનવી લીધાં છે, તેમજ તેણે ઘણુ રાજાને વશ કર્યો છે. પહાડોના મોટા કાતર અને નિર્ભય જગ્યાઓ તે તેડી પાડે છે. તે આખે દરિયે ખૂંદી વળે છે.”