________________ 100 સૌરાષ્ટ્રને ઇતિહાસ આમ પરસ્પર યુદ્ધ કરી તમારી શક્તિ ક્ષીણ ન કરતાં યુદ્ધ બંધ કરી તમે મિત્ર બને.૧ ચારણ વચમાં પડે અને યુદ્ધભૂમિમાં જીવ ઉપર આવીને લડતા બે શત્રુઓ એક દિવસ મિત્રો બન્યા. ગ્રહરિપુએ લાખાને માટે ભાઈ ગણ્ય અને બને મિત્રોએ તેમનાં સંયુક્ત સૈન્ય મૂળરાજનીર કચ્છ ઉપર આવતી સેનાના માર્ગમાં આવી ઊભાં રાખ્યાં. મૂળરાજની બાજી ઊંધી વળી ગઈ, ગ્રહરિપુ અને લાખાનાં સૈન્ય સામે તે થઈ શક્યો નહિ અને પાછા વળી ગયા. આમ, મૂળરાજને નિરાશ થઈ પાછું જવું પડયું અને ગ્રહરિપુ તથા લાખે વંથળીમાં આવ્યા અને ત્યાં વિજયેત્સવ ઊજ. હિકડે પીજા પિતરાં, વટુ લાખા ઘાડ, મચ્છુ મથે મુરો મંડાઈ હુડાં અનહલવાડ. (એક જ પિતાના લાખા અને ઘાડ (ગ્રાહ) પુત્રો છે અને લડે છે. તમને ખબર છે ત્યાં અણહીલવાડમાં મૂળરાજ માથે ટાંપી રહ્યો છે?). તમારા પૂર્વજ કૃષ્ણ કેવા હતા ? કૌરવ પાંડવ વહ્રિયા, ભારથ સંગરામ હીનમેં બભા વિઠ્ઠિયા, કરસન ને બલરામ. ભારતના સંગ્રામમાં કૌરવપાંડવ કપાઈ ગયા, ત્યારે તમારા પૂર્વજ કૃષ્ણ અને તેના ભાઈ બલરામ શાંતિથી બેઠા હતા. કસરને કુળજા કુંવરા વફા નંઢા ભા, જાદવ જુદ્ધાં ન ખપે, સાંપી સેરઠ ખા. તમે બન્ને કૃષ્ણના વંશજ છે, નાનામોટા ભાઈઓ છે; એટલે યુદ્ધે ચડે નહીં અને સંપીને સેરઠ ભોગવે. 2. મૂળરાજ સોલંકી બીજનો પુત્ર હતો. રાજનો અંધ ભાઈ બીજ શાલીહેત્ર ગ્રંથને જ્ઞાતા હતા. પાટણના પાદરે તે યાત્રાળુના વેશમાં નદી કાંઠે બેઠે હતો ત્યારે પાણી પિવરાવવા આવેલા પાટણપતિ સામંતસિંહ ચાવડાની સગર્ભ ઘડીને ખાસદારે ચાબુક મારતાં બીજે “અરેરે” એમ કહેતાં ખાસદારે પૂછયું કે “એમ કેમ બોલ્યા?” તેણે જવાબ આપે કે “વછેરાની ડાબી આંખ ટી ગઈ. ખાસદારે રાજાને વાત કરતાં તેણે બીજને બોલાવી હકીકત જાણી; અને જ્યારે બીજે કહ્યું કે તેના જ્ઞાનથી તેણે તે જાણ્યું ત્યારે રાજાએ પરીક્ષા કરવા નિશ્ચય કર્યો; તેથી સામંતસિહે એ કરાર કર્યો કે જે તે વાત સાચી નીકળે તે તેની બહેન લીલાદેવી (સેનાજી) પરણાવવી, નહિતર આ ભાઈઓને લુંટી લેવા. ઘડીને વછેરે આવ્યો. તેની ડાબી આંખ ફૂટેલી હતી. તેથી કુળની ખાતરી કરી, તેઓ રાજકુંવરે જણાતાં સામંતસિંહે તેની બહેન, બીજ અંધ (કાણે હેવાનું અન્યત્ર લખ્યું છે) હોવાથી રાજને પરણવી. જ્યારે તેને પ્રસૂતિનો સમય આવ્યો ત્યારે તેને અપાર કષ્ટ થયું અને તે ગુજરી ગઈ. તેથી વાઢકાપ કરી પુત્ર બહાર કાઢો. તે મૂળ નક્ષત્રમાં જ હતો, તેથી મૂળરાજ કહેવાયો. મૂળરાજે બીજની શિખવણીથી મામાને દગાથી મારી નાખે. અને પાટણની ગાદી પચાવી પાડી. એક ગ્રંથમાં મૂળરાજે રાજ્ય લીધું ત્યારે આ કુંવર એકાદ વર્ષનો હતો તેમ કહ્યું છે. અને પુત્ર થતાં સામંતસિંહે મૂળરાજનું દત્તકનામું રદ કર્યું, તેથી તેને મારી નાખે તેમ જણાવ્યું છે.