________________ રજપૂત સમય તેણે સરધાર પણ જીતી લીધું અને જે ગ્રહરિપુ આ યુદ્ધમાં પરાજિત થાય તે લાખાનાં સૈન્ય વંથળીના કિલ્લા ઉપર પિતાને વિધ્વજ પે એ બહુ અસંભવિત ન હતું. પણ આ યુદ્ધના સમયે મૂળરાજે લાખાની ગેરહાજરીને લાભ લઈ, કચછ ઉપર ચડાઈ કરી, અને લાખાનાં ગાત્ર ગળી ગયાં. એક તરફથી એક પ્રબળ શત્રુ સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને બીજી તરફ તેના જ સ્વદેશ ઉપર તે જ વિર રાજા આવી રહ્યો છે. તે વસ્તુ તેના માટે જેવી તેવી ગંભીર ન હતી. બીજી તરફથી મૂળરાજે ગ્રહરિપુને લાખાને રેકી રાખવા તથા તેને સહાય આપવા કહેણું મોકલ્યું. એટલે રાજનીતિમાં મૂળરાજે અને ઉપર વિજય મેળવવા પાસ કર્યો. યાદવેને એક ચારણ આ યુદ્ધમાં હતો. તે બન્ને પક્ષેમાં રાતને વખતે જતે આવતે. તેણે લાખા પાસે ગ્રહરિપુનાં વખાણ કર્યા. ગ્રહરિપુ તે જાતે અનુભવ પણ હતો. ચારણે તેને કહ્યું કે તમે એક જ પૂર્વજનાં સંતાન છો અને ભાઈઓ છો. જ્યારે ભૂળરાજ જે શત્રુ તમારે બન્નેને નાશ કરવા પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે પણ લાખાના જન્મ વખતે પાટણમાં ચાવડા ક્ષેમરાજનું રાજ્ય હતું. આ દુહે પણ અતિશયોક્તિવાળો છે, અને ઇતિહાસની દષ્ટિએ બંધબેસતો નથી. તેના માટે એક બીજો પણ દુહે છે: શાકે સાત સતેતરે, સુદ સાતમ શ્રાવણ માસ, સેનલ લાખ જનમિ, સૂરજ જ્યોત પ્રકાશ. આ વસ્તુને વિચાર કરતાં તથા ચારણી સાહિત્ય અને ઇતિહાસનાં પ્રમાણ જોતાં , લાખો ફૂલાણી શક સં. 777 અટલે ઈ. સ. 855 માં જન્મ્યા હોય. લાખ બાલ્યકાળમાં જ એવો તોફાની હતો કે તેને સાચવવો ભારી થઈ પડે. યુવાવસ્થામાં પિતૃગૃહ તજી ભાગ્યબળ અજમાવવા તે સૌરાષ્ટ્રમાં આવ્યો અને વલ્લભીના પતન (ઈ. સ. 770) તથા ચુડાસમાને પ્રાબલ્યના પ્રારંભ(ઈ. સ. ૯૦૭)ના વચલા અંધાધૂધીના વખતમાં મધ્ય સૌરાષ્ટ્રને કેટલેક ભાગ છતી લઈ ત્યાં આઠ કોઠાવાળું આટકોટ ગામ બાંધી તેણે એક નાનું સરખું રાજ્ય પ્રાપ્ત કર્યું. ત્યાર પછી પિતાની ગાદી મળતાં તે કચ્છમાં ગયો. પણ આટકેટનું રાજ્ય તેના તાબામાં રહ્યું. આ રાજ્ય તેણે ઈ. સ. ૮૮૫માં કે તે અરસામાં સ્થાપ્યું હોવાનું જણાય છે. લાખાનું મૃત્યુ ઈ. સ. ૯૪૭માં થયું. એટલે તે 124 વર્ષ જીવ્યો હશે. ઉપરોક્ત દુહે શક સંવત આપે છે. પણ તેમાં કંઈ આંકફેર છે, અથવા તે પાછળથી બનાવેલો છે. કદાચ તેને સાચું માનીએ તે લાખા ફૂલાણીએ ઘણું લાંબું આયુષ્ય ભોગવ્યું હતું. 124 વર્ષની વયે તે મૂળરાજ સામેની લડાઇમાં મર્દાનગીથી લડે હતો તે કદાચ ન મનાય તેવી વાત છે; પણ સૌરાષ્ટ્રના ઇતિહાસને તેની સાથે બહુ સંબંધ ન હોઈ તે ચર્ચાની વિગતેમાં ઊતરવાની જરૂર નથી. લાખા ઉપર મૂળરાજે અગિયાર ચડાઈ કરી હતી.