________________ 103 રજપૂત સમય - જ્યારે જંબુકે મૂળરાજને આ હકીકત જણાવી ત્યારે મૂળરાજે સૌરાષ્ટ્રનું રાજ્ય પ્રાપ્ત કરી ગ્રહરિપુને અંત લાવવાની તેની સુષુપ્ત ઈચ્છાને પ્રજવલિત કરી. તેણે એક મહાન સિન્ય તૈયાર કરવા આજ્ઞા આપી; અને ગ્રહરિપુને ઉચ્છેદ કરવાનો નિશ્ચય કરી તેના મિત્ર અને ખંડિયા રાજાઓને આમંત્રણ મોકલ્યાં. ગ્રહરિપુ: મૂળરાજની ચડાઈ : મૂળરાજે આ ચડાઈ ઈ. સ. 79 માં કરી. ગ્રહરિપુના રાજ્યઅમલનું આ 37 મું વર્ષ હતું અને મૂળરાજનું 35 મું. આ બને રાજાઓ આટલાં વર્ષો એકબીજા સામે વારંવાર લડયા હતા અને શત્રુઓ તરીકે રહ્યા હતા. હવે બને વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂક્યા હતા, તેથી મૂળરાજે હવે તેના જીવનને અંતિમ સંગ્રામ ખેલી લેવા નિશ્ચય કર્યો. જેનાચાર્ય હેમચંદ્રસૂરિજીએ વર્ણન, કર્યું છે તે કદાચ ગ્રહરિપુને ઉતારી પાડનાર છે, અને મૂળરાજને મહાપવિત્ર પરાક્રમી અને પુણ્યશાળી ચીતરવા માટે ગ્રહરિપુને ગોમાંસભક્ષક અને રાક્ષસ બનાવ્યું છે તે સ્વાભાવિક છે. પણ તેનાથી આટલું જરૂર જણાય છે કે ગ્રહરિપુ એક વિશાળ રાજ્યને સ્વામી હતે. ગ્રહરિપુ ધનાઢય, બળવાન અને વિશાળ તથા સુસજજ સેને અધિપતિ હતા. તેના રાજ્યમાં સમુદ્ર, પર્વત, વનો અને દુર્ગો હતાં. તેના તાબામાં વીર રાજાઓ, સામજો અને સરદાર હતા. તેને લાખા ફૂલાણું જે મિત્ર હતું અને અનેક વિયેને તે સ્વામી હતે. મૂળરાજને આવા પ્રબળ શત્રુ ઉપર હલ્લો લઈ જવાનું સહેલું જણાયું નહિ. એટલે તેણે પિતાની સહાય માટે પિતાના સામન્તો અને માંડલિકને બોલાવ્યા. મારવાડને રાજા, શીલપ્રસ્થને બાણાવળી રાજ, શ્રીમાળને રાજા, અને આબુ પરમાર રાજા તેમનાં સૈન્ય સાથે મૂળરાજને આવી મળ્યા. ગ્રહરિપુને મિત્ર લાખા ફૂલાણી પિતાનું સૈન્ય લઈ આટકોટમાં આવી ઊભે અને મૂળરાજે આટકેટમાં જ લડાઈ આપવાનું વિચાર્યું. તેની સહાયમાં જેતપુરમાં રહેતા નીલીરાણીના કુમારે, વનના ભીલ લેકે અને સિંધના રાજા જામ હમીર આવ્યા. ગ્રહરિપુનું સ્થાન મજબૂત બન્યું, અને પૂર્ણ ઉત્સાહ તથા વિશ્વાસથી મૂળરાજનું મૂળ સદાને માટે ઉખેડી ફેંકી દેવા તે તૈયાર થયે. 1. ગ્રહરિપુને રાજ્ય વિસ્તાર એવડે મોટો હતો કે દૂરના ખેડૂતો રાજભાગના દાણા પાટનગરમાં લાવતા ત્યારે તે માગમાં જ ખારાકીમાં વપરાઈ જતા !