________________ રજપૂત સમય તથા લાખાને સંબંધ હતા. તેથી ડાહી ડમરીએ લાખાને સંદેશ મોકલે. તેથી પ્રબળ સૈન્ય લઈ લાખાએ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. આટકેટ ગામે લાખા ફૂલાણીનાં તથા ગ્રહરિપુનાં સૈન્ય સામસામાં થયાં અને ભયંકર સંગ્રામ થયું. તેમાં કેણ જીતે કે કેણુ હારે તે દિવસો સુધી નક્કી થઈ શકયું નહિ. બન્ને પક્ષો વિધી દ્ધાઓનું શુરાતન જોઈ પ્રશંસા કરવા માંડયા. લાખો ફૂલાણી ગ્રહરિપુનું વીરત્વ જોઈ તેની સાથે શત્રુવટ રાખવા કરતાં મૈત્રી બાંધવા તત્પર થયે. 1. આ સંદેશો દુહામાં છે. આઠ કોઠા ઘેર ઉથાપિયા મું વીઠ્ઠી પાદર ધાર; * કાં દરિયે ડૂબજ લખમશી કાં વેગે કરજે વાર. અથત ધારે (હરિપુએ) આટકેટના આઠ કોઠી જીતી લીધા છે. અને હું પાધરમાં ધાર છે ત્યાં સંતાઈ છું. માટે કાં તે લાખા સત્વરે આવજે ને બચાવજે અને કાં તો દરિયામાં ડૂબી મરજે. આટકેટને આઠ કોઠા હતા. અને ડાહી ડુમરીની ધાર હજુ તે નામે ઓળખાય છે. લાખા ફૂલાણનો ઇતિહાસ આલેખવો અગત્યને તેમજ રસપ્રદ છે. લાખો માત્ર ઐતિહાસિક નહિ પણ કવિઓની કલ્પનાની મૂર્તિ છે. લાખો એકલે જડ સિપાહી નહીં પણ રસિક કવિ પણ હતે. કુળ : લાખો: ચંદચૂડના પૂર્વજ યાદ હતા, તેઓ સિંધમાં વસ્યા. તેઓએ પાછળથી જામની ઉપાધિ ધારણ કરી. તે કુળમાં સામત નામે રાજા થયો. તેનાથી દશમી પેઢીએ લાખિયારે ભડ થયો. તેણે નગર સમાઈ વસાવ્યું. તેને કુંવર લાખો ધુરારો થયો. તેને ઉન્નડજી થયે. ઉનડજીને ભાઈ મોડ કચ્છના પરમાર રાજા વિરમદેવની પુત્રીને પુત્ર હતા. તે તેના ભાઈ સાથે કચ્છમાં રહેતો, કંઈ કાળે તેણે તેના મામાને મારી કરછનું રાજ્ય પ્રાપ્ત કર્યું. (આ રાજા પરમાર નહિ પણ ચાવડે હશે. તે વિષયમાં વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે) અને ઈ. સ. 819 માં તે ગાદીએ બેઠો. તેને પુત્ર સાજી થયું. તેણે કંથકોટ કિલ્લે, તેના પિતાએ બધા શરૂ કરેલો તે પૂરે કર્યો. (ઈ. સ. 643) આ સાડછનો પુત્ર ફૂલ થયું. તેણે ઇ. સ. 855 થી 880 સુધી રાજ્ય કર્યું. તેનો પુત્ર લાખ થયે. જે પિતાના નામે કુલાર્ણ સંજ્ઞાથી ઓળખાયો. તેનાં પણ ઘણું નામ છે. લાખણસી, લાખાજી, લક્ષરાજ, લાષાંક, લખમશી વગેરે. જન્મ : લાખાના જન્મની વાતો ઘણી ચમત્કારિક અને રસિક છે. કચ્છમાં વાગડ પ્રાંતમાં એક પર્વતમાં કર્થડનાથ નામે એક સાધુ રહેતા. તે પર્વતમાળા કચ્છના રાજા ધરણું સોલંકીએ જામ સાડને તે પોતાનો બનેવી થતે હાઈ રહેવા આપી. સાડે ત્યાં કિલ્લે બાંધવા મેં. ધારણે તેને જમવા બોલાવી ઝેર આપી મારી નાખ્યો. તેથી તેની રાણીએ (ઇ. સ. 848) બાલ ફૂલને દાસી ફારૂકને સે અને પોતે સતી થઈ.