________________ રજપૂત સમય ઉપરથી તેની પકડ છૂટી ગઈ અને આ તકને લાભ લઈ વિશ્વરાહે નક્ષીસપુર જીતી લીધું અને પિતાના રાજ્ય સાથે ભેળવી દીધું; એટલું જ નહિ પણ ચૌલુકય અવનિમને હરાવી તેના રાજ્યને પણ અંત આણે. આ રાષ્ટ્રકૂટ રાજાઓ સોરાષ્ટ્રમાં કદી આવ્યા હોવાનું જણાતું નથી. વિશ્વરાહને રાજ્ય વિસ્તાર એ રીતે વર્તમાન સૌરાષ્ટ્રને લગભગ બધે ભાગ આવરી લેતે થયું હતું. અને આ રીતે વંથલીનું રાજ્ય અનેક નાનાં રાજ્ય ઉપર સાર્વભૌમ રાજ્ય ભગવતું રાજ્ય બન્યું? વિશ્વરાહે પણ કવિઓને તથા વિદ્વાનોને આશ્રય આપે, રાજ્યવ્યવસ્થા સ્થિર કરી અને તેના કોષને દ્રવ્યથી છલકાવ્યું. તેનાં સૈન્યએ સૌરાષ્ટ્રના દ્વીપકલ્પમાં યાદની વિજ્યપતાકા લહેરાવી અને સૌરાષ્ટ્રના બળવાન રાજ્યની સ્થાપના કરી. વિશ્વરાહ ઈ. સ. 940 માં ગુજરી ગયા અને તેની ગાદી ઉપર તેને પુત્ર રાહ આવે. રાહ ધારિયે: ઈ. સ. ૯૪૦-ઈ. સ. ૯૮ર. રાહ ધારિયે, ગારીયે, ધાર, એવાં નામથી આ રાજા ઓળખાય છે. તેને જૈન ગ્રંથમાં ગ્રહરિપુ કહ્યો છે. ગ્રહરિપુ ગાદીએ આવ્યું ત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના પ્રદેશને તે અધિપતિ હતો. તેનું વર્ચસ્વ અને બળ વધતું જતું હતું. ત્યારે અણહિલપુર પાટણમાં ચાવડાઓના અંતિમ રાજા સામંતસિંહનું બળ ક્ષીણ થતું હતું. તેને લાભ લઈ 1. એક જ રાજ્ય સબંધી કાંઈ સ્પષ્ટતા થતી નથી; અને તે જેઠવાઓના ઘુમલીનું. જેઠવાઓને ચા વડે સંગ્રહીત ઇતિહાસ જોતાં પૂર્વે લખ્યું છે તેમ કાંઈ મેળ મળતે જ નથી. ઈ. સ. ૧૧રમાં રાણું સંગછ થયા, જે પહેલાં આ લોકકથિત ઇતિહાસમાં 154 રાજાઓ બતાવ્યા છે. (7 વજ, 49 કુમાર, 17 રાજન, 27 મહારાજ, ૮૩“જી”, છેલ્લા વિકમાતજી અને બે સિંહ સુધી) એક એક પેઢીના અંદાજે 25 વર્ષ મૂકીએ તે વર્તમાન જેઠવાનરેશથી તેના મૂળપુરુષ મકરવજ 3850 વર્ષ પહેલાં થયા, પણ ઐતિહાસિક પ્રમાણેથી વિશ્વરાહના સમયમાં રાણુ ભાણજી હેય, પણ ચોકકસ નામ મળતું નથી. તેઓ આ સમયે હજુ બહુ બળવાન હોય તેમ જણાતું નથી. વિશ્વરા તેઓને જીત્યા હતા કે નહિ તે પણ જણાતું નથી. 2. ગ્રહરિપુનાં નામઃ ગારિયે, ધારિ, ધાર, ગ્રાહ, ગ્રહરિપુ, પ્રહારસિંહ, શ્રી. રણછોડભાઈ તેમના રાસમાળા ભાષાંતરમાં પ્રયાશ્રયના આધારે કહે છે કે ગ્રહ એટલે મગર અને રિપુ એટલે પકડનાર; તેને ભાવાર્થ શત્રુઓને પકડનાર થઈ શકે. પણ ગ્રહરિપુ નામ જૈન આચાર્ય હેમચંદ્રસૂરિએ બનાવેલું છે. તેનું નામ “ધાર” હેવાનું સંભવિત છે. "" પ્રત્યય પ્રેમવાચકે હે પાછળથી જેડા જણાય છે.