________________ રજપૂત સમય - 93 મૂળરાજ : ઈ. સ. 907 થી ઈ. સ. 19 મૂળરાજ તેના પિતાને દ્વિતીય પુત્ર હતે. મોટાભાઈનું શું થયું તે જણાયું નથી. મૂળરાજે ગાદી ઉપર આવીને તેના રાજ્યને વિસ્તાર વધારવાનું તેના પિતામહ અપૂર્ણ મુકેલું કાર્ય હાથમાં લીધું. તેણે પિતાનાં સૈન્ય વંથળીના રાજ્યની ચારે દિશાએ દે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં એ સમયે સાગરકાંઠે ચાવડાઓના તાબે હતું અને તેઓ ત્યાં પિતાનાં થાણું જમાવી બેઠા હતા. લૂંટફાટ તે ચાવડાઓને મુખ્ય ધંધે હતે. એટલે મળરાજે તેઓને સાગરકાંઠાના પ્રદેશથાંથી હાંકી કાઢયા અને વંથલી રાજ્યને વિસ્તાર સમુદ્રતીર પર્યત વધાર્યો. પૂર્વ ભાગમાં આ સમયમાં વલ્લભીના જૂના સામત તથા વાળાઓનાં નાનાં રા હતાં. તદુપરાંત બક્ષીસપુરમાં અવનિવર્માનું રાજ્ય પ્રબળ થતું જતું હતું. અવનિવર્માએ વઢવાણના ધરણીવરાહને હરાવ્યું અને ભાલ પ્રદેશ અને વર્તમાન ઝાલાવાડને ઘણે ખરે ભાગ પિતાના કબજામાં લીધે. મૂળરાજે તેને ઉપર ચડાઈ કરી અને અવનિવર્માએ તેનું આધિપત્ય સ્વીકાર્યું અથવા સંધિ કરી; પણ મૂળરાજે ત્યાંથી વિજય મેળવી પાછા ન ફરતાં ધંધુકા ઉપર થઈ ખંભાત કે જે તે સમયે ગીજની કહેવાતું તેના ઉપર ચડાઈ કરી તે જીતી લીધું. * પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકાનું એક રાજ્ય હતું. ભગવાનની ભૂમિ હોઈ રાજગાદી દ્વારકા પાસે કાલીવાવમાં હતી. તેને પરમાર રાજા હતે. તેની પુત્રી સાથે ચિતોડના પ્રસિદ્ધ મહારાણુ બાપ્પાએ લગ્ન કર્યુ હતું. તેને પુત્ર અસીલ હતે. અસીલ ચિતોડમાં ન રહેતાં કાલીવાવમાં રહેતા. સોરાષ્ટ્રમાં તેમણે એક રાજ્ય 1. તામ્રપત્ર અવનિવમ (આશ્ચાય) ભા. 3 2. ગીજની વલભીપુર રાજ્યનું અગત્યનું નગર હતું. 3. આ રાજ્યને ઉલ્લેખ આગળ કદી થ નથી. માત્ર ગારલકે તે જીત્યું હોવાનું કહેવાય છે.