________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ઈ. સ. ૯૪રમાં સામંતસિંહના ભાણેજ સોલંકી મૂળરાજે તેને મારી પાટણની ગાદી પચાવી પાડી. ગુજરાતના ક્ષિતિજ ઉપર એક ગ્રહ દેખા અને ગ્રહરિપુ રૂપી સૂર્યને ગ્રસવા તેણે પ્રયત્ન શરૂ કર્યા. હારપુએ ગાદી ઉપર આવી રાજ્યને વિસ્તાર હજી વિશેષ વધારવા પ્રયત્ન શરૂ કર્યા. સેરઠ તે તેની હકૂમતમાં આવી ગયું હતું. એટલે તેણે ગુજરાત ઉપર નજર માંડી. ગુજરાતમાં મૂળરાજ સ્થિર થતું આવતું હતું. તેથી નાગર (અજમેર)ને રાજા ગુજરાત ઉપર ચડી આવ્યું, અને તેલંગ સેનાપતિ બારપે પણ ગુજરાત ઉપર ચડાઈ કરી, મૂળરાજને તેમના સંયુક્ત હુમલા સામે ટકવાનું શકય જણાયું નહિ. તેથી તે અણહિલવાડ પાટણ છોડી કચછ તરફ ભાગ્ય અને કચ્છના રાજા લાખા ફૂલાણીના આશ્રયે કંથકેટમાં રહ્યો. તેને ચોમાસામાં પરદેશી સૈન્ય પાછાં જશે તેવી ધારણા હતી; પણ તેમ બન્યું નહિ. તેથી તેના દૂતેએ અજમેરનાં સિન્યને માટે દંડ આપી કાઢયાં. તેથી મૂળરાજ રાજધાનીમાં પાછો આવ્યા અને બારપ સામે ચડે. યુદ્ધના નિયમથી વિરુદ્ધ દગાથી હુમલે કરી તેણે બારપને પરાજય કર્યો. સૌરાષ્ટ્ર ઉપર : મૂળરાજે આ વિજયથી ગર્વિત થઈ સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરી. ગ્રહરિપુએ ક્ષત્રિયકુળની રીત પ્રમાણે તેનું તલવાર અને તીરથી સ્વાગત કર્યું. મૂળરાજને તેના અતુલ બળ સામે ટકવું શકય જણાયું નહિ તેથી તે પાછા ગયે લાખા ફુલાણીની ચડાઇ : મુળરાજ પાછો ગયે તે પછી થોડા જ સમયમાં કચ્છના રાજા લાખા ફૂલાણીએ સૌરાષ્ટ્રની મધ્યમાં આટકેટમાં પિતાની હકૂમત સ્થાપી હતી. તે ઉઠાડી લેવા ગ્રહરિપુએ આટકેટને ઘેરી લીધું, અને ત્યાં લાખાનું એક નાનું સૈન્ય હતું તેને હરાવી કાઢી મૂક્યું. આટકેટમાં ડાહી ડમરી નામે એક સ્ત્રી હતી. 1. બારપ તૈલંગ સેનાપતિ નહિ પણ લાટને રાજા હતા, તેમ દ્વયાશ્રય કહે છે. પ્રબંધ ચિંતામણિ તેને લીંગાનના રાજા તૈલપને સરદાર કહે છે. સુકૃતસંકલન તેને કાન્યકુજના રાજાને સેનાપતિ કહે છે. કાર્તિકૌમુદીમાં તેને લાટને સરદાર કહ્યો છે. રાસમાળા ભાષાંતર) 2. કંથકોટનો કિલ્લો ઇ. સ. ૯૪૩માં જામ સાડજીએ બાંધ્યો હોવાનું કહેવાય છે. (શ્રી. રણછોડભાઈ: રાસમાળા ભાષાંતર) એટલે એ સમયે કિલ્લો ન જ બંધાવેલ હશે. ત્યાં મૂળરાજ આશ્રય લે તે 3 ભાવિક નથી. 3. મેરૂતંગ લખે છે કે આ હુમલે દંડ આપીને પાછા કાઢો નથી પણ સાહસથી તેની છાવણીમાં જઈ રાજાને મિત્ર બનાવ્યો અને તે પોતાની મેળે જ ચાલ્યો ગયો. જન ઇતિહાસકારે આ વાતની નોંધ લેતા નથી. પણ આ પ્રકરણમાં આગળ ચર્ચા આવે છે તેનાથી જ્ઞાત થશે કે મૂળરાજ એકવાર નહિ પણ અનેકવાર સૌરાષ્ટ્ર જીતવા આવ્યો હશે.