________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સ્થાપ્યું, અસીલગઢ નામને કિટલે બાંધે, અને પિતાનું શાસન શરૂ કર્યું. મૂળરાજે તેની ઉપર ચડાઈ કરી, અસીલગઢ જિતાયું અને વંથલીના રાજ્યમાં તે ભેળવી દેવામાં આવ્યું. એ રીતે માત્ર આઠ વર્ષના ગાળામાં મૂળરાજે તેના રાજ્યના સીમાડા વધારી દીધા અને સૌરાષ્ટ્રને ઘણેખરે ભાગ પિતાની આણ નીચે લાવ્યું. આ વીર રાજા વિદ્વાનને આશ્રય દેનારે હતો. તેણે રાજ્યવ્યવસ્થા પણ દઢ કરી, મંત્રીઓ અને અન્ય કર્મચારીઓ પણ નીમ્યા. પરંતુ તે તેનાં વિજયી સૈન્યની સહાયથી રાજ્યનો વિસ્તાર કરવા બે નહિ. ઈ. સ. 915 માં કઈ યુદ્ધભૂમિમાં તે વીરગતિને પામ્યું. આમ તે ઝાઝું જ નહિ. વિશ્વ-વરહ : ઈ. સ. 915 થી ઈ. સ. 940. મુળરાજને પુત્ર વિશ્વવરાહ ઉર્ફે વિશ્વવરાહ તેના પછી ગાદીએ આવ્યું. તેણે રાહ પદ પ્રથમ ધારણ કર્યું, તેમ વિશ્વરાહે તેના પિતાની સમશેર કમરે બાંધી અને તેના વિજયધ્વજને ઊડતે રાખે. નક્ષીરપુર : આ સમયે ગુર્જર પ્રતિહાર મહીપાલદેવ કે જે નક્ષીસપુરમાં રાજ્ય કરતા અને સૌરાષ્ટ્ર ઉપર પિતાનું સાર્વભૌમત્વ હોવાનો દાવે કરતે તે મૂળરાજ અને વિશ્વરાહના માર્ગમાં કંટકરૂપ હતું. તેને રાષ્ટ્રકૂટ વંશના મહારાજા ઈન્દ્ર ત્રીજાએ ઈ. સ. ૯૨૦માં હરાવ્યું. આ પરાજ્ય એ સખ્ત હતું કે સૌરાષ્ટ્ર 1. બાપ્પા રાવલ દીવના ઇસબગુલ નામના રાજાની પુત્રીને પણ પરણેલા. તેને પુત્ર અમરાજિત હતો. દીવની બાણ માતાને તે ચિતેડમાં લઈ ગયો છે ત્યાં હજી છે. કાલીવાવ કયાં હતું તે જ્ઞાત નથી. પણ દ્વારકા તે વર્તમાન નહિ પણ કેડીનાર પાસે આવેલું મૂળ દ્વારકા હોવા સંભવ છે. કારણ કે તેના પુત્ર વિજયપાલે ખંભાત ઉપર પિતાને અધિકાર હોવાનો દાવો કર્યો હતો. ગારલકે દ્વારકા જીત્યું તે પણ આ જ હેવાનું હું માનું છું. વિજયપાલ મૂળરાજના હાથે. માર્યો ગયે હશે. જે વર્તમાન દ્વારકાને ગણીએ તે આ રાજ્યને વિસ્તાર સૌરાષ્ટ્રના ઘણું મોટા ભાગમાં વ ગણાય. આ વિષયમાં નિર્ણય થતો નથી. શ્રી છત્રપતિ મૂળરાજે અસીરગઢ અને સિંધ છત્યા હોવાનું કહે છે. અસીરગઢ ખાનદેશમાં છે. તે તથા સિંધ જીતવા જેટલી હજી આ ઊગતા રાજામાં શક્તિ હોવા સંભવ નથી. અસીલગઢ અને અસીરગઢ બે જુદા કિલ્લા છે. અસીલગઢ સૌરાષ્ટ્રમાં હતો. અને કાલીવાવ નહિ પણ કાલીપાટ નામનું ગામ આખાને સીમાડે છે. તથા દ્વારકા પાસે અસીલગઢના ખંઢિયેર પણ છે. સિંધના સોમ રાજાને મૂળરાજે છ હતું તેમ ઇતિહાસકારો નેધ કરે છે. પણ તે સમયમાં કોઈ સોમરાજા હોવાનું જણાતું નથી. કદાચ કોઈ નાને સામંત હોય તે સંભવ છે. 2. ગોવિંદ ૪થાના ખંભાતના તામ્રપત્રમાં ઈ. સ. 930: Epigraphic India, Vol.10.