________________ રજપૂત સમયે વિસ્તાર : તે કારણે તેને રાજ્ય વિસ્તાર દક્ષિણમાં સમુદ્ર પર્વત, ઉત્તરમાં વર્તમાન ગંડલ પર્વત, પૂર્વમાં વર્તમાન અમરેલી પર્યત અને પશ્ચિમમાં પોરબંદર પર્યત ફેલાયે હેવાનું જણાય છે ચંદ્રચૂડ જેઠવા રાણા આદીતજીને મિત્ર હતું. તેઓ બન્ને અજમેરના રાજા કનકસેન ચૌહાણની પુત્રી હંસાદેવીના સ્વયંવરમાં ગયા હતા. ચંદ્રચુડને પુત્ર હમીર હતું. તે પિતાની હયાતીમાં જ ગુજરી ગયેલે તેથી ઈ. સ. 907 માં ચંદ્રચૂડ ગુજરી ગયે ત્યારે તેની ગાદીએ તેને પૌત્ર મળરાજ આવ્યું. આ રાજાના સમયમાં જેઠવાઓ આ પ્રદેશમાં આવ્યા હોવાનું જણાય છે.? 1. જ્યારે ખેરાસાનને સુલ્તાન મામુન (મહમુદ) ચિતોડ ઉપર ચડી આવ્યું ત્યારે જૂનાગઢના યાદવ તેની સહાય માટે ગયા હતા તેવી ટોડે નોંધ કરી છે. આ બનાવ ઈ. સ. ૮૩ર૮૩૬ ની વચમાં બન્યો, જ્યારે યાદવ વંશ જૂનાગઢમાં ઈ. સ. ૮૫૭માં શરૂ થયું. કદાચ કુંવરપદે ચંદ્રચૂડ ગયો હોય. 2. આ કુંવરીએ આદીતજીને વરમાળા પહેરાવી હતી. (જેઠવા ઇતિહાસ) 3. જેઠવાઓને કર્નલ ટોડ પ્રાચીન કહે છે અને તેમને જેઠવા અથવા કમરી સાથે ભેળવી દીધા છે. આઠમા સૈકામાં તેના રાજા તંવર રાજકુળમાં પરણેલા અને કમર કહેવાતા તેમ લખ્યું છે. 12 મી સદીમાં ઘુમલી ઉપર આક્રમણ કરનારાઓને કાઢી મૂકનાર સેહલ કમર હતે. તેઓ હવે કમર નહિ પણ જેઠવા કહેવાય છે. તેણે “ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડીયા માં પણ વિશેષ લખ્યું છે. આ જાતિના ઈતિહાસનું કર્નલ ટોડનું અજ્ઞાન છે. કમર શબ્દ કવર કે કુંવર માટે છે, જાતિ માટે નહિ. જેઠવાઓ પ્રતિહાર વંશના હોવાનું સ્વ. શ્રી, શંકરપ્રસાદ દેશાઈનું બીજું અનુમાન છે. ગુજરાતમાં પ્રતિહારનું મહારાજ્ય હતું. અવનિવર્માના તામ્રપત્રમાં મહેન્દ્રાયુધનું નામ છે. તેના વંશજો અથવા તે કુટુંબના હેવાનું જણાય છે. ઈ. સ. 783 માં તે વંશના રાજા વત્સરાજે ગુજરાત-સૌરાષ્ટ્ર ઉપર પિતાનો અધિકાર સ્થાપવા યત્ન કરેલે; નક્ષીસપુરમાં આ રાજાઓની રાધાની હતી. પ્રતિહાર (પઢિયાર) તેમને અગ્નિવંશી માને છે. પણ શ્રી. ગૌ. હી. ઓઝાના મત પ્રમાણે તેઓ ઇસુની પંદરમી સદી સુધી પિતાને રઘુવંશી કે વિપ્ર હરિશ્ચંદ્રના વંશના માનતા; પણ ગ્વાલિયરના વિ. સ. ૯૦૦ના લેખમાં તેમને લમણુના વંશજ કહ્યા છે. ચંદ બરાદાયી ઈ. સ. ૭૧૪માં મેવાડને વર્તમાન રાજયવંશ સત્તા ઉપર આવ્યો તે પહેલાનાં ચિત્તોડના ભેજ પરમારના વર્ણનમાં તેને ભારતના સમ્રાટ કહે છે, તથા લખે છે કે તેણે દિલ્હી તંવરને પ્રદાન કરી, પાટણ ચાવડાઓને, સાંભર ચૌહાણને, કનોજ કમાવજને, મરુદેશ પઢિયારને, સેરઠ યદુવંશીઓને, દક્ષિણ જાવલા ( ઝાટલા? ) ને તથા કચ્છ ચારણાને આપ્યાં. તે મારવાડના તેના રાજ્યનું મુખ્ય શહેર મંડલર (મંદ્રોઢિ) હતું. રાઠોડોએ તેના શરણે આવ્યા છતાં દગાથી તેનું રાજ્ય લઈ લીધું. મેવાડના રાજાઓએ તેમને રાણુને ઇલકાબ તે પ્રથમથી જ લઈ લીધા હતા. (૧૩મી સદીમાં) (વિશેષ માટે જુઓ ટેડ, રાજસ્થાન) જેઠવાઓને ભૂમિલિકાના સૈધવના જાઈકના વંશજો કહેવામાં આવે છે તે માત્ર અનુમાન અને કલ્પના છે.