________________ પ્રકરણ છઠું રજપૂત સમય ચંદ્રચૂડ - ઈ. સ. 857 થી ઈ. સ. 07 યદુકુળ : ચંદ્રચુડ યદુવંશી હતું. તેના પિતા નગરઠઠ્ઠા કે નગર મેઈમાં રાજ્ય કરતા તેથી તેઓ સમા શાખાન યાદ હતા. ભગવાન કૃષ્ણના વંશના અધિકાર આ પવિત્ર પ્રદેશ ઉપર હતું. અને પુનઃ યદુવંશી રાજાએ એક બળવાન રાજ્યની સ્થાપના ત્યાં જ કરી, વંથલીમાં પિતાની રાજ્યધાની બનાવી. તેના મામાવાળા રામના કુટુંબીઓ વંથલી છડી ગયા. આ રીતે ચંદ્રચૂડનું નિષ્કટક રાજ્ય શરૂ થયું. 1. યાદવ વંશની આઠ શાખાઓ છે. (1) યદુ. (2) ભઠ્ઠી. (3) જાડેજા. (4) સમા. (5) મુચા (6) બીદમન (7) બદ્રા (8) સરા. તેમાં નં. 1, 2, 3, 4, ના રાજ્યવંશ ભારતમાં વિદ્યમાન છે; નં. 6, 7, 8 વિશે કાંઈ જાણવામાં નથી. 2. કૃષ્ણચંદ્રની રાણું જાબુવંતીને પુત્ર સાંબ . તે શોણિતપુર (ઈજીપ્તનું કહેવાય છે, પણ અરબસ્તાનનું વર્તમાન સેના હોવાને વિશેષ સંભવ છે.)ના રાજા બાણાસુરના પ્રધાન કૌભાંડની પુત્રી રામા સાથે પરણ્યો. તેને પુત્ર ઉણૂિક થયે, યાદવાસ્થળી સમયે તે શેણિતપુર હતા. એટલે બચી ગયો. કૌભાંડ અપુત્ર ગુજરી જતાં તે તેની ગાદીએ બેઠે. તેના વંશમાં તેનાથી ૭૯મી પેઢીએ દેવેન્દ્ર નામે રાજા થયો. તે શેણિતપુરમાં ઇ. સ. ના ઠ્ઠા સૈકામાં હયાત હતો. તેને ચાર કુંવરે થયા. 1. અસપત અશ્વપતિ 2. ગજપત (ગજપતિ) 3. નરપત (નરપતિ) 4. ભૂપત (ભૂપતિ). હજરતઅલીએ ઇરલામપ્રચારના કારણે તેના ઉપર ચડાઈ કરી. રાજા દેવેન્દ્ર સમરાંગણમાં સૂતે અને કુંવરે ભાગી છૂટયા. તેઓ શાખ અર્થાત વર્તમાન સીરીયામાં ગયા. અસપત (અશ્વપતિ વા ઉગ્રસેન) ત્યાં હાર્યો. તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને અન્ય ત્રણ ભાઈઓ દક્ષિણ તરફ ભાગ્યા. તેમણે આવીને અફઘાનિસ્તાન જીતી લીધું. ત્યાં ગજપતે સં'. ૭૦૮ની અક્ષય તૃતીયા, શનિવાર, રોહિણી નક્ષત્રમાં ગીઝની વસાવ્યું. પરંતુ ભાગ્યદેવી વિપરીત હતી. ખેરોસાનના સુલતાને તેના ઉપર ચડાઈ કરી. ગજપત અમરક્ષેત્રમાં સૂતો. નરપતે તથા ભૂપતે સવે આશાઓ છેડી ભારતમાં પ્રવેશ કર્યો. ભૂપતે પંજાબમાં 2 વી સીલીંકપુરનો પ્રદેશ જીતી લઈત્યાં રાજધાની કરી; પણ ત્યાં પણ ચગ્ય ન જણાતાં સતલજ ઊતરી જેસલસર નામે શહેર, તનાટ તથા દરવાલ ગામો વસાવી રાજ્ય રથાપ્યું, જે હજી વિદ્યમાન છે. તેના વંશજો ભદ્દી કહેવાયા. નરપતે સિંધમાં આવી કેટલેએક પ્રદેશ જીતી લઈ ત્યાં નગરસોઈ (સમાનું નગર) વસાવી પોતાની રાજ્યપાની કરી અને તેના વંશજે સમા કહેવાયા. જાડેજાએ પણ આ વંશના છે, જેની ચર્ચા અન્યત્ર કરવામાં આવી છે. 3. આ વાળાઓ ઢાંક ગયા અને ત્યાં જ રહી ગયા. ચમારડી–તળાજાના વાળાઓ બાલારામના સંબંધીઓ ન હતા.