________________ વલભી પશ્ચાત તમામ દાનમાં એ જાગીરનું નામ નથી. વાળારામ એ કાંતો શીલાદિત્યના રાજવંશને ફટાયો હોય અને કાં તે વાળાઓ પાછા વળી આવ્યા ત્યારે વંથલીને પ્રદેશ કેઈને સ્વાધીન ન હોવા કારણે અથવા કઈ પાસેથી વાળારામે પ્રાપ્ત કર્યો હોય તે સંભવિત છે. વાળાનું રાજ્ય વળાંકમાં હતું તેમ ઢાંકમાં પણ હતું. ઢાંક આપણે આગળ જોયું તેમ બદલાઓએ જીત્યું એ ટેડનું કથન સાચું છે, પણ સમયના પ્રમાણમાં ખોટું છે. વલભીના પતન પછી તે વંશના મેવાડ-મારવાડમાં વસતા અથવા નાસી ગયેલા વંશજોએ પાછા આવી ઢાંક પણ જીતી લીધેલું. અને તેઓ ગમે તે કારણે વાળા” કહેવાયા. વાળા કાઠીઓની ઉત્પત્તિ તેમાંથી થઈ.૩ એ રીતે વલ્લભીના અંતિમ રાજા શીલાદિત્યના યુવરાજ પછીના પુત્ર વરસીને વંથલીની જાગીર મળી. તે ઈ. સ. ૭૭૦માં વલ્લભીના પતન સમયે મરાઈ ગયે અથવા નાસી ગયે ઈ. સ. ૭૮૦માં વાળાઓ આવ્યા અને તે પછી તેણે વંથલીની જાગીર પાછી સંભાળી. તેને પુત્ર રામ કે જે વાળારામ તરીકે જાણીતા છે તે વંથલીને રાજા થયે અને ઈ. સ. 840-845 લગભગ ગુજરી ગયો. આ વાળારામને એક બહેન હતી. તેનાં લગ્ન સિંધના નગરઠઠ્ઠાના યાદવ કુળમાં કર્યા હતાં. તેને પુત્ર ચંદ્રચૂડ વંથલી તેના મામા પાસે રહેતા હતે. 1. આ વિષયમાં એક ઇતિહાસકારે આ વાળારામ શલાદિત્યની ઉપાંગનાને પુત્ર હતો તેમ કહ્યું છે. આ કથનને કોઈ આધાર નથી. ભાટ લોકો તેઓને મહાભારતના યુદ્ધા કરણના પુત્ર વૃતકેતુના પુત્રના વંશના કહે છે. “વૃતકેતે વંશ ઉજળે જ્યાંથી વાળા જાત કૌરવોએ કળ ખોયું, અળ રાખી અખ્યાત.” 2. વલ્લભી રાજાઓના કુબી ભાયાતે જતા રહેતા હતા ત્યાંથી તેને પાછા વાળ્યા; માટે વાળા કહેવાયા તેમ પણ કથન છે. 3. આ ચર્ચા આગળ કરવામાં આવી છે. ઢાંકના વાળા રાજા ધાનવાળા કુંવર વેરા વાળો કે વેરાવળવાળો હતો. તે કાઠી વીસવાની પુત્રી રૂપાંદેને પરણ્ય; તેને ત્રણ પુત્રો થયા. વાળા, ખુમાણ, અને ખાચર” તે ત્રણે શાખાના કાઠીઓ શાખામત કહેવાયા અને બીજા કાઠીઓ અવરતિયા કહેવાયા. 4. રણછોડજી દીવાન તેનું નામ વાળા વરસી આપે છે. તે વીરસિંહ હેય. 5. આ વર્ષે માત્ર ઉપલબ્ધ પ્રમાણે ઉપરથી બેસાડેલાં છે.