________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ચંદ્રચૂડ નામ: ચંદ્રચૂડ નામ માટે ઘણું જ ચર્ચા વિદ્વાનોએ કરી છે. તે નામ કેમ પડ્યું ? એમ પણ કહેવામાં આવ્યું છે કે તે ચૂડી પહેરતે માટે ચૂડચંદ્ર કહેવાયે. આ વાત બંધબેસતી નથી. ચંદ્રચૂડ શંકર ભગવાનનું પ્રિય નામ છે, અને સમાએ શિવભકત હશે તેથી તેઓએ આવું સુંદર સંસ્કૃત નામ રાખ્યું હશે. અને તેના વંશજો ચૂડાસમા તરીકે નામ ધારણ કરી શક્યા. રાક્કીય પરિસ્થિતિ : આ સમયની રાજકીય પરિસ્થિતિ આપણે જોઈ ગયા. દેશમાં અંધાધૂંધી હતી. “મારે તેની તત્વાર' એ સૂત્ર પ્રવર્તમાન હતું. કેઈપણ પ્રબળ સત્તા સામન્ત ઉપર અંકુશ રાખી શકે તેવી રહી ન હતી. અણહિલવાડના ચાવડા રાજાઓ પણ નામના જ હતા. વલ્લભી સમયના સામંતે પરસ્પર યુદ્ધોમાં ભાંગી ગયા હતા અને આખા દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. ચંદ્રચુડે આ સમસ્ત પરિસ્થિતિને લાભ લઈ તેનાં બુદ્ધિ અને બાહુબળે ૨.જ્યવિસ્તાર વધારવાના પુરુષાર્થ અને પરિશ્રમ આદર્યા. તેના 50 વર્ષના દીર્ઘ રાજ્યકાળમાં તેણે પ્રારંભનાં વર્ષે ધનસંગ્રહમાં અને પ્રજાની આબાદીમાં જ ગાળ્યાં હોવાનું જણાય છે. વિકાસ: વંથલીની આજુબાજુનો પ્રદેશ જૂનું સેરઠ કહેવાતું અને સાગરકાંઠા એ નવું સેરઠ કહેવાતે. તે બન્ને વચ્ચે ગાઢ જંગલ હતાં. વિકરાળ વનચરે, આદિવાસીઓ અને રાની પશુઓથી તે ભાગ ભલે હતો. ચંદ્રચુડે તે જંગલે કપાવી નાખ્યાં. બહારથી વસ્તી લાવીને ખેતી માટે જમીને આપી. ચેર, લૂંટારાઓથી પ્રજાને નિર્ભય કરી. પરિણામે તેના ધનકેષમાં દ્રવ્યવૃદ્ધિ થઈ. 1. રણછોડભાઈ ઉદયરામ રાસમાળા ભાષાંતર. 2. ધંધુસર (જુનાગઢ પાસે)ને હાનીવાવના લેખમાં લખ્યું છે કે श्री चन्द्रचूड चुडाचन्द्र चुडासमानमधृतदयत: जयति नृपहंसः वंशातंस संसत्प्रशसितो वंश : અર્થાત જેમ ચંદ્રચૂડ (શિવ) તેના શિર ઉપર ચંદ્ર ધરે છે તેમ ઉચ્ચ કુળના રાજયપતિઓ તેઓને મસ્તકે ચૂડાચંદ્રને ધરે છે. ભાવાર્થ એ કે તેને રાજાઓએ માન્ય રાખ્યો છે અથવા તેને સર્વોપરી માન્યો છે. આ શિલાલેખ તેના મૃત્યુ પછી ઘણું વરસે લખાયો છે. છતાં સુંદર કાવ્યકિતમાં તેનાં શકિત અને બળને ખ્યાલ આપણને મળી રહે છે. 3. કુળના મૂળપુરુષમાંથી શાખાનું નામ લેવાયું હોય તેવા અનેક દાખલા છે.