________________ પ્રકરણ ૫મું. વલ્લભી પશ્ચાતુ ઈ. સ. 700 થી ઈ. સ. 875 : વલ્લભીનું પતન થયું એટલું જ નહિ પણ આરબના હુમલાથી આખા સૌરાષ્ટ્ર ઉપર અને આડોશપાડોશના દેશ ઉપર પણ કદી ન કપેલી, ન જોયેલી અને ન ધારેલી આક્ત ઊતરી. પરદેશી ચડાઈ : નોશિરવાનની ચડાઈ કદાચ થઈ હતી તેમ માનીએ તે તે પહેલી પરદેશી ચડાઈ હતી, પણ તેઓ શત્રુ હતા છતાં સભ્ય હતા. તેઓએ શાહજાદાને પકડી લીધા પછી બીજી કોઈ પણ પ્રવૃત્તિ કર્યા સિવાય સ્વદેશને માર્ગ પકડયે; જ્યારે આરબ ભૂખ્યાં વરુ જેવા આ રસાળ, સમૃદ્ધ અને ધનાઢય દેશમાં ચારે તરફ ફરી વળ્યા, તલવાર અને આગનું સામ્રાજ્ય ફેલાવી દીધું; મંદિરે તેડયાં; સાધુઓ અને ગાયની કતલ કરી; અનેક શહેરો અને ગામ ઉજ્જડ કર્યા અને અપાર લક્ષમી લૂંટી પિતાના સૂબાઓને આ દેશમાં મૂકી પાછા ગયા. તેઓ અહીં કેટલે સમય રહ્યા હતા તે કહેવું મુશ્કેલ છે. પણ એમ જણાય છે કે આરબ ગયા પછી તેમનાં થાણુઓને બહુ જ થોડા સમયમાં સ્થાનિક રાજાઓએ ઉઠાડી પિતાને અધિકાર સ્થાપિત કર્યો હતે. એ સમયનાં રાજ્ય: એ સમયમાં વલ્લભીના સામ્રાજયના જુદા જુદા કણ કણ સામતે હતા તે જોવાનું જરૂરી છે. સૌરાષ્ટ્રના પશ્ચિમ-દક્ષિણ ભાગમાં ભૂમિલિકામાં જાઈક અને તેને પુત્ર અષ્ણુક હતાં. તેઓનું રાજ્ય દ્વારકા સુધી હતું. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાવડાઓ હતા. પૂર્વ–દક્ષિણમાં ગારૂલક હતા. ઉત્તર-પૂર્વમાં ચાવડાએ હતા અને પશ્ચિમ-દક્ષિણમાં ચોલુક હતા. અણહીલપુર પાટણનું રાજ્ય પણ બળવાન થતું જતું હતું. એટલે આરબોની ચડાઈના પરિણામે નાશ પામેલા સામ્રાજ્ય ઉપર અમુક સમય તે કઈને અધિકાર રહ્યો નહિ. નક્ષીસપુર : પરંતુ મહીપાલદેવ નામને ગુર્જર પ્રતિહાર રાજા નક્ષીસપુરમાં હતો. તેણે આ નાના સામન્ત ઉપર પિતાને અધિકાર સ્થાપ્યો અને તે વલ્લભીને વરસ થઈ પડયે. આ ગુર્જર પ્રતિહાર ઉજજનમાં હતા અને તેના તાત્કાલિક રાજા વત્સરાજે ઈ. સ. ૭૮૩માં પિતાનાં સૈન્યને સૌરાષ્ટ્રમાં મોકલ્યાં અને અણહીલવાડની રાજ્યપાની કે રાજ્યવિસ્તારને સ્પર્શ ન કરતાં તે સિવાયનાં સૌરાષ્ટ્રનાં નાનાં રાજ્ય પાસે પિતાનું આધિપત્ય કબૂલ કરાવ્યું.