________________ વલ્લભી સામ્રાજ્ય 81 ગોચર દરેક ગામે જુદાં કાઢી આપ્યાં હોવાનું જણાય છે. તેનું નામ “રક્ષિત ક્ષેત્ર” હતું. વેઠ લેવામાં આવતી અને જમીનનું દાન “ઉદ્વેગ-ઉપરિકર-ભૂતવાત પ્રત્યાય સહિત” દેવામાં આવતું. વલ્લભી સમયનાં તામ્રપત્રો પ્રાપ્ત થયાં છે. તેના ઉપરથી સૌરાષ્ટ્રનાં ઘણાં ગામડાંઓનાં નામ પ્રાપ્ત થયાં છે. તેમાંના કેટલાયે ગામે અત્યારે જોવામાં આવતાં નથી. જ્યારે કેટલાંક ગામોનાં નામનું પરિવર્તન થયું હોવા છતાં તે અસ્તિત્વમાં છે. આ ગામનાં નામનું આટલું મોટું રૂપાંતર કેમ થયું તે પ્રશ્ન છે. એમ પણ ધારી શકાય કે ગામમાં નામ તે તે અથવા તેવાં જ હશે, પરંતુ તામ્રપત્રના લેખકોએ તેનાં સંસ્કૃત નામ તે સમયે જ કરી નાખ્યાં હાય! અથવા મુસ્લિમેના સમયમાં તેઓ ઉચ્ચાર કરવામાં મુશ્કેલી અનુભવતા હોય એટલે તેમણે પરિવર્તન કર્યું હોય. 2. બીજ તામ્રપત્રોમાં પણ કટુમ્બિક નામ આવે છે. . 11