________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ સ્થાપત્ય : વલ્લભીનો વિનાશ થતાં ત્યાંના કેઈ ખંઢિયે જોવા મળતાં નથી. તેમ તે સમયનાં કઈ ખાસ મંદિરો પણ દેખાતાં નથી અથવા ઓળખાતાં નથી. શિલ્પ : શિ૯૫ પણ તે જ કારણે જોવા મળતું નથી. એકાદા નકામા અપવાદ સિવાય તેઓએ કોતરાવેલા કઈ શિલાલેખ પણ મળતા નથી. ચલણી નાણું: વલભીના સિક્કાઓ પ્રાપ્ત થતા નથી. પણ બ્રિટિશ મ્યુઝિ. | યમના સંગ્રહમાં છે તે બરછટ અને આકારમાં અનિયમિત છે. તેની એક બાજુ ! નંદિની છાપ જોવામાં આવે છે. “રૂપક રૂપિયે ચલણમાં હતું. 2 સંવત્સર : વલ્લભીઓએ પિતાનો સંવત્સર ચલાવ્યું નથી, કારણ કે તેઓએ સામંત તરીકે રાજ્યનો પ્રારંભ કરેલો, એટલે તે ગુપ્ત સંવત્સર જ છે. વલ્લભીઓએ ત્રણસો વર્ષ તેનો ઉપયોગ કર્યો તેથી તે વલ્લભી સંવત્ કહેવાયે. ઊનાના બલવમેનના તામ્રપત્રમાં તથા વેરાવળના રાજા નાનશીના શિલાલેખમાં તે જ વલ્લભી સંવત કહ્યો છે. આ સંવત્ કયારથી શરૂ થાય છે તે માટે વિદ્વાનોએ સંશોધન કરતાં તે સંવત્સર ઈ. સ. 319 થી શરૂ થાય છે તેમ જણાયું છે. વેરાવળના લેખનાં વર્ષોથી પણ તે જ સમર્થન મળે છે. તે શિલાલેખમાં ત્રણ સંવત્સરે એક સાથે આપ્યા છે. 1. આષાઢ વદિ 13 હીજરી સન. 662. 2. , , , વિક્રમ સંવત્ 1320. 3. >> , વલ્લભી સંવત્ 945. 4. , , , સિહ સંવત્ 151. એટલે વિક્રમ સંવત્ ૧૩૨૦માંથી પ૬ બાદ કરતાં 1264 ઈ. સ. આવે અને વલભી સંવત 45 તેમાંથી બાદ કરતાં 319 રહે. એટલે તે પ્રમાણે પણ વલ્લભી સંવત્ ૩૧લ્માં શરૂ થયું હોવાનું જણાય છે. 1. ડૉ. સાંકળિયા-આર્કીઓલેજ ઓફ ગુજરાત. 2. જુઓ આચાર્ય ભા. 19. પાનું 16 “તત્રિયુકોન રૂપક એ દે” ધ્રુવસેન 2 જે (ઈ. સ. 640) 3. જુઓ ભાવ. ઈન્જી. 4. શ્રી. આચાર્ય ગુજરાતના ઐતિહાસિક લેખો' ભા. 3 પા. 199 ઉપર કહે છે કે તામ્રપત્રમાં સં. 330 દિમાગશર સુદ 2 આપેલ છે. તે ઉપરથી ગણતરી કરતાં તે સમયમાં માગસર, પોષ અધિક થઈ શકતા. જનરલ અને કનિંગહામ વલ્લભી સંવત ઈ. સ. 16 ૭થી, સર બેલી ઇ. સ. 190 થી અને અલબિરુની છે. સ. ૧થી શરૂ થયાનું માને છે તેમ જણાવે છે.