________________ ટ. વલભી સામ્રાજ્ય 7 ધુવાધિકરણિકા–ધ્રુવ, તલાટી, મહેસૂલી 20 બાલાધિકૃત–શાળાધિકારી 8 દડભેમિકા–પિલીસ અધિકારી 21 ચાટ્ટ 9 દંડપાસિકા–જેલર 22 ભટ્ટ 10 દશાપરાધિકા-(દશ અપરાધ ધ્યાનમાં 23 કથ્થભારિક-કારભારી લેનાર) મેજીસ્ટ્રેટ 11 અવલેકિકા-વેચ એન્ડ વર્ડ 24 દૂતક: વિશ્વાસપાત્ર પ્રધાન રાજદૂત 12 વર્તમા૫લા–રેડ એજીનીયર 25 મહાત્ર-પટેલ (મહત્તર) 13 ચેરેદ્ધરણિકા –ચેરેને નિર્મળ કરનાર 26 દિવિરપતિ-મુખ્ય મંત્રી 14 પ્રતિસારકા-છૂપી પોલીસ - આ અમલદારેનું શું કર્તવ્ય હતું તે જણાતું નથી. તામ્રપત્રોનાં વર્ણને તેમજ નામના અર્થ જતાં વર્તમાન સમયનાં નામે તેમની સાથે મૂક્યાં છે. આ વિષયમાં ઈતિહાસકારો ઘણા ભાગે સંમત છે અને થોડે અંશે તેઓમાં મતભેદ છે. પણ એક વસ્તુ નિ:સંશય છે કે વલ્લભીનું સામ્રાજ્ય ઘણું જ વ્યવસ્થિત હતું. પ્રજાના પ્રત્યેક વ્યવહાર ઉપર ધ્યાન રાખનારા અધિકારીઓ હતા અને ન્યાય તંત્ર મનુસ્મૃતિના નિયમ અનુસાર ચાલતું. સાહિત્ય: વલ્લભી સમયમાં ધાર્મિક સાહિત્ય લખાયું તેના ઉલ્લેખ આ પ્રકરણમાં આવી ગયા છે. હ્યુ-એન-સાંગે લખ્યું છે કે “અહીં (વલ્લભીપુરના મોટા મઠમાં) બોધિસત્વ ટી–હે (ગુણમતિ) તથા કીનહેઈ (સ્થિરમતિ)એ નિવાસ કરી ઘણાં પુસ્તકો રચ્યાં હતાં. જૈન ધર્મગુરુ શ્રીધનેશ્વરસૂરિએ શત્રુંજયમાહાઓ લખ્યું છે. અને ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રનો ગ્રંથ પણ લખ્યું હતું. કેટલાંક પુરાણે પણ આ સમયમાં લખાયાં હોવાનું જણાય છે. નાટક કે અન્ય ગ્રંથો લખાયાની માહિતી ઉપલબ્ધ નથી. ભાષા-લિપિ : ભાષા શુદ્ધ સંસ્કૃત હતી. રાજ્યભાષા સંસ્કૃત હતી અને લિપિ દેવનાગરી હતી. જેના પુસ્તકમાં અપભ્રંશ અને પ્રાકૃતને પ્રારંભ હતે. પ્રજાના સામાન્ય વર્ગની ભાષા આજની ગુજરાતીનું બહુ વહેલું સ્વરૂપ હતું અને લિપિ વલભી લિપિ કે જે મિશ્રિત હતી તે વપરાતી. 1 દૂતકને સંદેશવાહક હોવાનું વિદ્વાનોએ કહ્યું છે; પણ તામ્રપત્રોમાં તે રાજપુત્ર હેય છે. એટલે કાં તે consul જેવો હોય અને કાં તે ગવર્નર. 2. ભાષા-લિપિને પ્રશ્ન વિવાદગ્રસ્ત છે. તેને નિર્ણય કરવાનું આ સ્થળ ન હોઈ તે ચર્ચા કરવામાં આવી નથી.