________________ GE વલભી સામ્રાજ્ય સ્કંદપુરાણુ કે જે ઈ. સ. ની 11 મી કે ૧૨મી સદીમાં લખાયું હોવાનું મનાય છે તેમાં પ્રભાસખંડ નામનો ભાગ છે. તેમાં અનેક સ્થળે અનેક સૂર્યમંદિરનાં વર્ણને તેમજ માહાન્ય છે. તેના અધ્યાય ૭૧મામાં વલભીપુરના રાજા શર્યાતિની પુત્રો ચવનાર્ક ક્ષેત્રમાં જ્યાં ચવન તપ કરતા હતા ત્યાં ગઈ. ઋષિ ઉપર રાફડે થઈ ગયેલે તેમાં શૂળ ખસતાં રુધિર નીકળ્યું અને સુકન્યાને ખબર પડી કે તેમાં ઋષિ હતા તેને તેણે આંધળા કર્યા હતા. તેથી તે ત્યાં રહી અને અવનને પરણું વગેરે વાત છે. તેમાં વલભીના રાજા શર્યાતિ (શીલાદીત્ય ) સૂર્ય પૂજક હતા તે ભાસ થાય છે. ચારણે-કાઠીઓ-નાગરે વગેરે સૂર્યપૂજકે છે. નાગરે આનંદપુર અથવા વડનગરમાં રહેતા. અને વલભી રાજાઓએ બ્રાહ્મણને દાન આપ્યાનું જાણીએ છીએ તેમાં બહુધા વડનગરના હતા. શૈવ સંપ્રદાય H સૌરાષ્ટ્રમાં જૂનામાં જૂને સંપ્રદાય શૈવ હતું. સોમનાથનું દેવાલય પ્રાગૈતિહાસિક યુગથી ઊભું હતું. સૌરાષ્ટ્રના એકે એક ગામે મહાદેવનું મંદિર હતું જ. વલભી રાજાઓમાં ધરપત કે જે પિતાને સૂર્યોપાસક ગણાવતે તથા ધરસેન ૧લે પિતાને પરમ ભાગવત લેખાવતે તે સિવાય તમામ પરમ માહેશ્વર હતા, એટલે શૈવ હતા. તેમના સિકકાઓ ઉપર પણ નંદિની આકૃતિ હતી. તેઓ વેદ ધર્મના અનુયાયીઓ હતા. હરિનાથ નામના બ્રાહ્મણે મહાદેવનું મંદિર બાંધ્યું તેને શીલાદિત્ય ૧લાએ જમીન આપી હતી. શાક્ત સંપ્રદાયઃ ઘણા જૂના કાળથી શાક્ત સંપ્રદાય આ પ્રદેશમાં ફેલાઈ ગયેલે અને બૌદ્ધોએ તેને નિર્મળ કરવા પ્રયત્નો કરેલાં. તેમ છતાં વલ્લભી સમયમાં દેવીનાં મંદિર તથા મઠે હોવાના પુરાવા મળે છે. દ્રોણસિંહે દેવના મંદિર માટે એક ગામ આપેલું. અને પાન રાજ્ય અથવા પાંડુ રાજા અને કેયમહિકાનો ઉલ્લેખ થયે છે. દ્રોણસિંહે બંધાવેલા આ મંદિરની રકમ બંધ કરવામાં આવી હતી. પરંતુ ધ્રુવસેન 2 જાએ તે ચાલુ કરી આપી અને મંદિરનું સમારકામ કરાવી આપ્યું. વૈષ્ણવ સંપ્રદાય: ધરસેન ૧લે પરમ ભાગવત હતે. સેનાપતિ શીલાદિત્ય કથા ને શિલાલેખ કહી જાય છે કે સૌરાષ્ટ્રને પશ્ચિમ કિનારે દ્વારકા હતું કૃષ્ણ કે વિષગુની પૂજા ઈ. સ.ની પહેલી સદી પહેલાંથી હતી તે ચાલુ હતી. 1-2-3. ધ્રુવસેન 2 જાનું સં. ૩ર૦નું તામ્રપત્ર. 1. આ વિષય વિવાદગ્રસ્ત છે. દ્વારકા હતું કે નહિ? હતું તો તેનું સાચું સ્થાન કયું? શ્રી કલ્યાણજી જેવી કે જે દ્વારકાના વતની છે તે પ્રતિપાદન કરે છે કે વર્તમાન દ્વારકા જ મૂળ દ્વારકા હતું. જ્યારે લેખકે મૂળ દ્વારકા કેડીનાર પાસે હતું તેમ માને છે. તે માટે તેમને લેખ જે.