________________ વલભી સામ્રાજ્ય 74 બ્રાહ્મણે: બ્રાહ્મણે નિધન હતા. તેઓ બૌદ્ધોને કોઈ પ્રકારે પહોંચી શકે તેમ ન હતા; છતાં વલભી રાજાઓની દાનગંગાના પ્રવાહમાં તેઓ તેમની વિદ્યાને જીવંત રાખી બ્રાહ્મણધર્મને સાંચવી શક્યા અને બૌદ્ધ ધર્મના ઊભરાતા પૂરને ખાળી શકયા. મૈત્રક રાજાએ એ તેમના ત્રણ વર્ષના રાજ્યઅમલમાં બ્રાહ્મણને ભૂદાન દેવાનું જ કામ કર્યું હોવાનું જણાય છે. તથા તેનું અનુકરણ કરી તેના ખંડિયા રાજાઓ તથા સમકાલીન તેમ જ તે પછીના રાજાઓએ પણ બ્રાહ્મણને ભૂદાન દીધાં છે જેન: જેનું શેત્રુંજય તીર્થ શ્રી આદિનાથ (2ષભદેવ)ના સમયથી પવિત્ર અને પ્રખ્યાત ગણાય છે. પણ સ્વેચ્છના અનાચારથી અપવિત્ર થયેલું તે મૈત્રકે ના . મમ્મા (ઇ. સ. 554-569). 4. બપ્પપાદ વિહાર-ભદન્ત સ્થિરમતિ (ઇ. સ. 599-614). 5. ચક્ષસુર વિહાર-સાવીઓ માટે–દુદ્રાએ બંધાવેલ (ઈ. સ૫૯૯-૬૧૪). 6. શીલાદિત્ય 1 લાએ બંધાવેલ. વીયસ્સાટકમાં (ઈ. સ. 599-614). 7. ગોહક વિહાર (ઈસ. 627-642). 8. સાધ્વીઓ માટે પૂર્ણભટને વિહાર (ઈ. સ. 642-689). 9. યોધાવક ગામને સ્કંદભટને વિહાર (ઈ. સ. 642-689). 10. સ્થિરમતિને વિમલગુપ્ત વિહાર (ઈ. સ. 659-89). એ સિવાય સેંકડો વિહાર હતા જેના નામ ઉપલબ્ધ નથી. તેમાં દુકા વિહારને વિહારમંડળ કહ્યો છે. તે આચાર્ય ભદન્ત બુદ્ધદાસ હશે. આ વિહારોને વલ્લભી રાજાઓએ તેના નિભાવ અથે, સાધુ-સાધ્વીઓનાં બારાક, કપડાં વગેરે અર્થે, બુદ્ધ ભગવાનની પૂજા વગેરે કરવા માટે અને ધાર્મિક સાહિત્યના ઉત્તેજન અથે છૂટે હાથે દાન દીધાં છે. વલભીપુરમાં બૌદ્ધ ધર્મને બે ફિરકાઓ હીનયાન અને મહાયાન અનુસરવામાં આવતા. હીનયાન સામ7ીય અને મહાયાન સ્થવિય સંપ્રદાયને બીજા સ્થળો કરતાં અહીં વિશેષ ફેલા હતો. હ્યુ-એન-સંગ પ્રમાણે વલ્લભીમાં તેના 100 જેટલાં મઠો અને 6000 જેટલાં અનુયાયીઓ હતાં. સ્થવિય મહાયાન સંપ્રદાયનું મથક જૂનાગઢ હતું. તે આઇ-સીંગ (I-Tsing) પ્રમાણે આર્ય સામતીય નિકાયા, લાટ અને સિંધમાં વિશેષ પ્રબળ હતો. નાલંદાના પંડિત સ્થિરમતિએ મહાયાનને પ્રચાર અહીં કરેલ અને આઈ–ન્સીંગના કથનથી જણાય છે કે વલ્લભીમાં તેણે નાલંદા જેવું જ વિશ્વવિદ્યાલય (યુનીવર્સીટી) સ્થાપેલું અને ત્યાં મહાયાન સંપ્રદાય પ્રમાણે ધાર્મિક શિક્ષણ અપાતું. - શંકરાચાર્યે ઈ. સ. 800 લગભગ તેને અંત આણ્યો. પણ આરબોના હુમલાના પરિણામે વલ્લભીપુરને વિનાશ થતાં આ મઠે, પુસ્તકાલયો અને વિદ્યાલયોને પણ અંત આવ્યો હોય તેમ જણાય છે. 1. વિગતે માટે જુઓ આ પ્રકરણમાં આગળ. 2, વિગતે માટે જુઓ આગળનું પ્રકરણ