________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ શકો જેવા જ મૈત્રકે પણ પરદેશી હતા, પણ તેઓએ આ દેશના વતની થવાનું યોગ્ય ધાર્યું. ધાર્મિક, નૈતિક, સાંસ્કૃતિક અને રાજ્યનેતિક સંબંધ બાંધી તેઓ સૌરાષ્ટ્રમાં રહી સૌરાષ્ટ્રના શાસકે થયા. તેઓ જે સમયે આ દેશના અધિપતિ થયાં ત્યારે વિવિધ જાતિના લોકો ત્યાં વસતા, વિવિધ ભાષાઓ બેલતા અને વિવિધ દેશો સાથે પિતાને સંબંધ રાખતા, જુદા જુદા વ્યવહારે આચરતા. એ સમયે મૈત્રકોએ માત્ર ગુપ્ત સંવત્સરને જાળવી રાખ્યું. આ સંવત્સર પાછળથી વલભી સંવત્ થઈ ગયે પણ તે સિવાય ધર્મ, ભાષા, સંસ્કૃતિ, વ્યવહાર, રાજ્યબંધારણ વગેરે દરેક અંગનું રૂપાંતર કર્યું. ધર્મ: બૌદ્ધ: અશોકના રાજ્યઅમલમાં બૌદ્ધ ધર્મને બહુ ઉત્તેજન મળ્યું, જેના પરિણામે આ દેશમાં બૌદ્ધ ધર્મને સારો ફેલાવો થયો. સ્થળે સ્થળે વિહાર અને ચિત્યે બંધાયા, સાધુઓ અને સાધ્વીઓ ધર્મપ્રચાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા લાગ્યાં અને બ્રાહ્મણના મહાપ્રયત્નો છતાં બૌદ્ધ ધર્મ ફેલાતે ગયે. મિત્રક રાજાઓના સમયમાં તેનું પરિબળ હતું. પ્રજાને માટે ભાગ બોદ્ધ ધર્મ પાળતે હાઈ પિતાને બ્રાહ્મણધર્મ હોવા છતાં પ્રજાની ઈચ્છાને માન આપી બૌદ્ધ વિહારે, મઠ, તથા મંદિર બંધાવી તેમના નિભાવ તેમજ પૂજનઅર્ચન અંગે તેઓએ દાન આપ્યાં. તેમના દરબારમાં બૌદ્ધ, જૈન તેમજ બ્રાહ્મણના શાસ્ત્રાર્થે થતા. પરિણામે તેઓના રાજ્યકુટુંબમાં બોદ્ધ ધર્મ દાખલ થઈ ગયે. રાજાએ પણ બોદ્ધ ધર્મની અસર નીચે આવ્યા અને પરમ માહેશ્વર હોવા છતાં " પપાસક” થયા અને “બાપદેવ”ના પૂજક થયા. પ્રજાના એક વર્ગને ખુશ રાખવા કે ગમે તે કારણે ગૌરવ અનુભવવા લાગ્યા. તેઓએ તેમ છતાં બૌદ્ધોનું બળ તેડવા આનંદનગર અને અન્ય સ્થળેથી ચારે વેદના જાણકાર વિદ્વાન બ્રાહ્મણેને દેશમાં જ્યાં જ્યાં બૌદ્ધોનાં થાણુ હતાં ત્યાં વસાવ્યા અને બોદ્ધોની અસર નીચે . આવતી પ્રજાને બચાવી લીધી. 1. દુકા રાજપુત્રી (જુઓ આ પ્રકરણમાં) 2. આ જ પ્રકરણમાં વિગત માટે જુઓ. 3. વલ્લભીનાં તામ્રપત્રો તથા હ્યુ-એન-સંગના અનુભવનું વર્ણન વાંચતાં વલ્લભીપુરમાં નીચે પ્રમાણે બૌદ્ધ મઠ અને વિહારે હતા. 1. દુકા વિહાર (ઇ. સ. 519-49). 2. આચાર્ય ભદન્ત બુદ્ધદાસ વિહાર (ઈ. સ. 518 થી 549).