________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ગાયીની માં ગયું. ત્યાં પણ મુસ્લિમે પાછળ પડયા અને એક પુત્રી સિવાય આખા કુટુંબને તલવારની ધાર નીચે રહેંસી નાખ્યું. 1. ગાયીની તે ખંભાતનું પ્રાચીન નામ છે. 2. શીલાદિત્યનું પતન લાવવામાં ઘુમલીના સિન્ધવ વંશના રાજા અગ્રુક 1 લાને હિસ્સે હતે તેવી એક માન્યતા છે. તેના પાટવીનું નામ રંક હતું. તેણે વલ્લભીને વિનાશ કરવા આરઓને નેતર્યા હતા. તેઓ આ ભીષણ હત્યાકાંડ પછી પણ સત્તામાં હતાં. અને તેમનું એક બિરુદ “અમર સમુદ્રાધિપતિ” હતું. એમ પણ માનવામાં આવે છે કે આ ચડાઈ સમુદ્રમાર્ગે થઈ હતી અને વેરાવળ બંદરેથી આરબ લશ્કરો આવ્યાં હતાં. પરંતુ આ વિષયમાં કેટલીક દંતકથાઓ પ્રચલિત છે, જે ઐતિહાસિક દષ્ટિએ બરાબર નહિ હેવા છતાં નેધવા જેવી છે. જૈનગ્રંથમાં “પ્રબંધચિંતામણિ” નામને પ્રસિદ્ધ ગ્રંથ છે, જે સોલંકીઓના રાજ્યઅમલના ઇતિહાસ માટે પ્રમાણગ્રંથ માનવામાં આવે છે. તેમાં મારવાડના પાલી ગામને કાકુ નામે એક વાણિયો તેના ભાઈ પાતાલના ઠપકાથી ઘર સૌરાષ્ટ્રમાં આવ્યું તેવી વાત છે. તે પ્રમાણે તે વલ્લભીપુર પાસે એક ઝુંપડામાં રહે . એ સમયમાં કોઈ કાપટિક ગિરનારમાં જઈ તૂ બડીમાં સિદ્ધ રસ લઈ આવ્યો. વલભીમાં આવતાં આ તંબડીમાંથી શબ્દ નીકળ્યો કે “કાકુય તુમ્બડી". તેથી ગભરાઈને કાકને ત્યાં તે તુંબડી મૂકી તે ચાલ્યો ગયો. કાકુએ તુંબડી ચૂલા ઉપર ટાંગી. તેમાંથી તપેલી ઉપર ટીપું પડતાં તે તપેલી સોનાની થઈ ગઈ. તેથી તેણે ઝૂંપડી તજી, શહેરમાં નિવાસ કર્યો અને તે ધનાઢય થયું. પછી ચિત્રકની ગૂંથેલી ઈંઢોણું મળતાં ચિત્રક સિદ્ધિ પ્રાપ્ત થઈ અને સુવર્ણપુરુષ સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ, જેથી તે અતિ ધનવાન થે. કાકુનું નામ કાકુ રંક હતું પણ તે કુબેર જેટલે ધનવાન હતા. તેની પુત્રી એક વખત રત્નજડિત કાંસકીથી માથું ઓળતી હતી. તે લેવા શીલાદિત્યની પુત્રીએ આગ્રહ લીધા. અને કાકુએ રાજીખુશીથી ન આપતાં તે રાજાએ પડાવી લીધી. તેથી રંક આરબોને તેડી લાવવા મનસુરા ગયો. ત્યાંના મુરિલમ સૂબાના ચાકરને બક્ષિસ ન મળતાં આરબને સમજાવ્યા કે આવા અજાણ્યા પરદેશીના કહેવાથી જવાય નહિ. કે અપાર ધન આપી તે ચાકરને ફેડયો. તેથી તેણે ફરી સલાહ આપી કે મરદ આગળ પગ ભરે નહિ અને ભરે તો પાછા ફરે નહિ. તેથી આરબે વલ્લભી ઉપર ચડયા. હિંદુઓ પ્રમાણે ધુંધે કોળી સિદ્ધ થશે અને ધુંધલીમલ નામથી પ્રસિદ્ધ થયું. તેણે ચિતોડના રાણાને પિતાના ગબળથી બે પુત્રો આપેલા. તેમાંના એક પુત્રને પોતે લઇ તેને શિષ્ય બનાવ્યા. તેનું નામ સિદ્ધનાથ રાખ્યું અને પોતે સમાધિ ચડાવી ગયા અને શિષ્યને સદાવ્રત દેવાનું કહેતા ગયા. સિદ્ધનાથે આખું શહેર માંગ્યું પણ એક કુંભારણુ સિવાય કેઇએ આપ્યું નહિ. તેથી સિદ્ધનાથે જંગલમાંથી લાકડાં કાપી માથે ભારે ઉપાડી વેચીને બાર વર્ષ સુધી સદાવ્રત ચલાવ્યું. ધુંધલીમલ જાગ્યા ત્યારે ચેલાને માથામાં ભાર ઉપાડી પડી ગયેલું ઘારું દીઠું. તેથી વાત જાણીને તેમને દેધ ચડે. તેણે કુંભારણને કહ્યું: “ભાગવા માંડ, વાંસે વળી જઈશ નહિ.” એટલે તે ભાગી અને ધુંધલીમલે ખપર ઊંધું વાળીને શાપ આપ્યો કે “પણ સો દદૃણુ ઔર માયા સો મીટ્ટી” તેથી વલ્લભી ભૂકંપમાં ગરકાવ થયું. કુંભારણે હાલનું ભાવનગર છે ત્યાં આવી પાછું ફરી