________________ વલ્લી સામ્રાજ્ય વનરાજ ન હોવાનું મનાતું નથી, તેમજ તેણે જાઈકદેવને હરાવ્યું હોવાને પણ ઉલ્લેખ નથી. પરંતુ તેણે માળવા ઉપર ઈ. સ. ૭૬૦માં ચડાઈ કરી હતી. તેને એમ હશે કે માળવા છતવાથી આ રાજ્ય આપોઆ૫ તાબે થશે. તેણે ગેધરા (ગદ્વહકોની વિજયી છાવણમાંથી એક દાનપત્ર આપ્યું છે. પણ આ ચડાઈ સફળ થઈ જણાતી નથી. બીજા દેશના ઈતિહાસમાં પણ આ પ્રસંગ આલેખાએલો નથી. તેથી માત્ર એ જ તાત્પર્ય કાઢવાનું રહે છે કે શીલાદિત્યે તેમાં સખત હાર ખાધી ને તે પાછા ફર્યો. ઈ. સ. ૭૬૫માં આ ભાંગતું રાજ્ય તેના પુત્ર અંતિમ શીલાદિત્યને સેંપી તે સ્વધામ ગયે. શીલાદિત્ય 7 મે : ઈ. સ. 765 થી ઈ. સ. 770 શીલાદિત્ય 7 મે દુભટર બિરુદ ધારણ કરી ગાદીએ બેઠે. તેણે માત્ર પાંચ જ વર્ષ રાજ્ય કર્યું. તેણે આનંદપુરની વિજયી છાવણીમાંથી ખેડાનું ગામ દાનમાં આપ્યું છે. આ દાનપત્રનું વર્ષ સં. 447 (ઈ. સ. 766) છે. કદાચ તેના પિતાએ આરંભે વિગ્રહ તેણે ચાલુ રાખ્યું હોય. પણ તેમાં તે સફળ થયો કે નહીં તે જણાતું નથી. વલ્લભીનું પતન : આ સમયે સિંધ મુસ્લિમેની હકૂમતમાં આવી ગયે હતું અને ત્યાંનું મનસુરા શહેર અબ્બાસી ખલીફાઓના સૂબાઓનું સિંધનું પાટનગર હતું. ત્યાંથી ધનલાલસાના પ્રબળ આકર્ષણથી આરબોની એક અતુલ સેના વલ્લભીપુર ઉપર ચડી આવી. શીલાદિત્યને તેને સામને કરવા પણ સમય મળે નહિ. હુમલે અણર્ચિત આવતાં વલભીપુરના પ્રજાજનો અને સૈનિકે ગભરાઈ ગયાં. યુદ્ધ કેટલું તુમુલ હતું અથવા કેટલા સમય ચાલ્યું તે જણાતું નથી, પણ ખલીફાના સેનાપતિ અમરબીન જમાલના સેને શીલાદિત્યને સંગ્રામમાં વધ કર્યો અને વલ્લભી સામ્રાજય સદાને માટે જગતના ઈતિહાસમાંથી ભૂંસાઈ ગયું. પતન પછી: પતન પછી મુસ્લિમોએ વલ્લભી લૂંટયું. સ્ત્રીઓને ઉપાડી જવામાં આવી અને મંદિરોને ગૌરક્તથી રંગી નાખ્યાં. શીલાદિત્ય તેના પુ સાથે રણમાં સૂતે. તેના પ્રધાન વીરગણે પણ સમરભૂમિમાં શય્યા કરી. રાજકુટુંબ ભાગી 1. આચાર્ય : ભાગ 3: 5, 280. સં. 441 (ઇ. સ. 760), 2. ધુમટ, ધ્રુવ ભટનું ટૂંકું રૂ૫ છે. ડો. બુહર) આચાર્ય પણ ધું એટલે સ્થિર અને ભટ એટલે યુદ્ધો-યુદ્ધમાં સ્થિર રહે તે મૃભટ એ પ્રમાણે કહે છે, - 3. અલબીરૂની.