________________ 'વલભી સામ્રાજ્ય મળ્યું. એમ જણાય છે કે શીલાદિત્યે તેના રાજ્યઅમલના પ્રારંભનાં વર્ષો તે સામન્તને નમાવવામાં કાઢયાં, પણ અણહિલપુર પાટણને વનરાજ તેને સામન્ત બન્યું હોવાનું જણાતું નથી. | વનરાજ ચાવડો: વનરાજ ચાવડાએ અણહિલપુર પાટણ વસાવી ગુજરાતના રાજ્યકર્તાની જેમ રાજ્ય કરવા માંડ્યું અને વઢવાણના ચાપોત્કટ(ચાવડા)ના સહકારથી તેણે સોરાષ્ટ્રના વર્તમાન ઝાલાવાડ પ્રદેશથી મહી નદીના કાંઠા સુધી પ્રદેશ સર કરી લીધું. વનરાજે એ રીતે વલ્લભીના સુવર્ણથાળમાં લેઢાની મેખ 1. ચાવડા લેકે માત્ર સૌરાષ્ટ્રમાં જ હતા. તેઓનું સૌરાષ્ટ્ર બહાર કંઈ નામ સંભળાતું નથી. તેઓની રાજધાની દીવમાં હતી. તેઓ ચાંચિયાગીરી કરતા; તેથી સમુદ્ર દીવને બળી દીધું તેમ નેંધ છે, પણ તે આપણું પુરાણેની વાત જેવી. ખરી રીતે તેઓને વલ્લભીના કે ક્ષત્રની પહેલાં આ સ્થળેથી પરાજિત થઈ ખસી જવું પડયું હશે. ચોરવાડ (ચેરાવાડ) અને માંગરોળ પણ તેના અધિકારમાં હતાં. સોમનાથ પાટણ પણ તેનું હતું. વનરાજ સ્વાધીનતા જાહેર કરી પ્રથમ સોમનાથમાં પાટે બેઠો હતો. મેવાડના રાજાઓએ તેમને સહાય કરી હતી અને તેમને ખેવાયેલાં ગામો પાછાં અપાવ્યાં હતાં. (ટાડ). વનરાજે અતિ શ્રમ કરી પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવી અણહિલપુર વસાવ્યું. તેનું એક કવિત છે. તેમાં તેને પરમારવંશી કહ્યો છે. પ્રથમ ચાલ ચડેશ શબ્દગણ સેણ સુણો અરબુદ દીધી આણ, ડેમ ઓતર દશ આ પરવરિયે પરમાર, વાસ ભિન્નમાલ બચા નવકટિ કર નેત્ર, મંત્ર જાગણે ખસાયે ભગવે ભાગ શત્રુ તણું રણયણ તણે રાખિયો રંગ વજરાજ કુંવરે વાશિયે દશમો અલહણપુર દુરંગ, રાસમાળા' પ્રમાણે તેમજ “રત્નમાળ” પ્રમાણે ચાવડા સિંધુ નદીની પશ્ચિમેથી આવ્યા. તેઓ ચંદ્રવંશી કે સૂર્યવંશી નથી. તેઓએ દેવપાટણ તથા સોમનાથ જીત્યાં. (દેવપાટણ તે જ સેમિનાથ પાટણ), શિખરને (અથવા જસરાજ નો બાપ વલ્લભીને ખંડિયે હશે. તેમના શહેરને નાશ થયા પછી તેઓ પંચાસરમાં વસ્યા. પંચાસર હાલ મેજૂદ છે. 2. વઢવાણમાં ધરણીવરાહ નામને રાજા સં. 876 (ઈ. સ. 780) માં હયાત હતે.