________________ 17 સૌરાષ્ટ્રને ઇતિહાસ ભુવડની ચડાઈ કઈ સાલમાં થઈ તે જણાતું નથી. પણ અણહિલપુર પાટણ ઈ. સ. ૭૬૪માં વસ્યું. અને વનરાજે 50 વર્ષ સુધી બહારવટું કર્યું તૈમ ઈતિહાસે હકીકત નેંધી છે. એટલે પંચાસર ઈ. સ. ૭૧૪માં જિતાયું હોય તેમ જણાય છે અને શીલાદિત્ય ૬ઠ્ઠાના સમયમાં વનરાજ ચાવડે પંચાસરનું રાજ્ય સોલંકી પાસેથી પુનઃપ્રાપ્ત કરી અણહીલપુર પાટણ વસાવે છે. ત્યાં સુધી વલભી સમ્રાટ ચૂપ બેસી રહે છે તે વસ્તુ બતાવે છે કે વલભી રાજ્યની સત્તા ક્ષીણ થતી ચાલી હતી ? - રાષ્ટ્રકૂટો : રાષ્ટ્રકૂટે(રાઠેડે) એ લાટ ઉપર સવારી કરવા માંડી ને લાટને ઘણેખરે ભાગ દબાવી દીધું. શીલાદિત્ય પમાન સમયમાં તે લાટ લગભગ રઠેડેના અધિકારમાં આવી ગયું હતું. પારસીઓ : પારસીઓ આ રાજાના સમયમાં ઈરાન છેડી ભારતમાં આવ્યા. તેઓ સંજાણમાં ઈ. સ. ૭૧૬માં ગયા તે પહેલાં 20 વર્ષ દીવમાં રહ્યા અને તેથી તેઓ ભારતમાં પ્રથમ ઈ. સ. ૬૯૬માં આવ્યા હોવાનું જણાય છે. દીવ તે સમયે વલભી સામ્રાજયને ભાગ હતે. શીલાદિત્ય પમે ઈ. સ. 739 લગભગ ગુજરી ગયે અને તેની ગાદી ઉપર તેને પુત્ર શીલાદિત્ય ૬ઠ્ઠો બેઠે. શીલાદિત્ય 6o : ઈ. સ. ૭૩થી ઈ. સ. 765. પિતાના રાજ્યાસને શીલાદિત્ય 6 ઠ્ઠો આબે, પણ તેને વેરાન થયેલું, પદદલિત થયેલું અને સામતના અસહકાર અથવા વિરોધવાળું રાજ્ય વારસામાં 1. પ્રબંધચિંતામણિ આ વર્ષ સં. 802 (ઈ. સ. ૭૪૫)નું આપે છે. પણ વિચારશ્રેણીમાં તે જ કર્તા આ વર્ષ સં. 821 (ઈ. સ. ૭૬૪)નું આપે છે. (ગૌ. ડી. ઓઝા.) - 2. બેબે ગેઝે. વ. 1 પા. 155 ઉપર ડૉ. ભગવાનલાલ લખે છે કે પાટણના ચાવડા રાજાઓને ઈતિહાસ જૈન ઇતિહાસકારોએ ઉપજાવી કાઢેલે છે અને વિશ્વાસપાત્ર નથી. યોગરાજ ચાવડે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ચાવડા વંશને હશે. ચાવડાઓ કનાજના પ્રતિહારેનું સાર્વભૌમત્વ પણ સ્વીકારતા હશે. (આચાર્ય : હી. ઈ. ઓ. ગુ. ભાગ 3, પા. 4). 3. ડૉ. સાંકળિયા માને છે કે દંતિદુગે મધ્ય ભારત ઉપર ચડાઈ કરી ત્યારે લાટ જીતી લીધું અને મહી નદી સુધીને પ્રદેશ સ્થાપિત કર્યો હતો. લાટના રાજાઓ આ સમયે ગુર્જર -પ્રતિહાર નાગભટ્ટ ૧લા નીચેના ચૌહાણુ હશે, (આર્કીઓલોજી ઓફ ગુજરાત). 4. પારસીઓના આગમનને ઇતિહાસ રસિક છે. પણ સૌરાષ્ટ્રના ઇતિહાસને તેની સાથે સીધો સંબંધ નથી, એટલે આટલી જ નેંધ લેવામાં આવે છે. વિશેષ માટે જુઓ “કીસ્સ એ સંજણ” શ્રી પિયખાનાવાલા.