________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ વલ્લભી રાજાઓની પડેશમાં જ શ્રી જાઈકદેવ “ભૂમિલિકા” ભુંભલી વા ઘુમલીમાં રહેતાં હોય અને તેણે મહારાજાધિરાજનું બિરુદ લખ્યું હોય તો તેમાં બે શંકા થાય છે. એક તે એ કે તેણે વલ્લભી રાજાઓથી પિતાની સ્વતંત્રતા જાહેર કરી હતી. અને બીજી શંકા એ કે વલભી રાજાઓએ વિવેક ખાતર આવા બિરુદને ઉપગ કરવા દીધું હતું. પ્રથમની શંકા નિર્મળ જણાય છે; કારણકે આપણે આગળ જોઈશું તેમ માળવા સુધી શીલાદિત્યને અધિકાર હતા, તો પિતાની બાજુમાં જ કે રાજાની સ્વતંત્રતા તેઓ રહેવા દઈ શકે નહિ. વળી તેણે સૌરાષ્ટ્ર મંડળને અધિપતિ એવા શબ્દ વાપર્યા છે એટલે તે માંડલિક હતા. બીજી શંકા પરત્વે પિતાના આવા મોટા મંડલેશ્વરને વલ્લભી રાજાઓ મહાસામતાધિપતિ મહારાજા એવા ઈલકાબ આપતાં હોય તે સંભવ છે. અરબ ચડાઈ: ઈ. સ. 734-735 માં વલભીપુરના પતનના શ્રીગણેશ મંડાયા. સામંતે બળવાન થતા જતા હતા. અને વલ્લભી રાજાએ તેમને અંકુશમાં રાખી શકે તેમ હતું નહિ. તેવી સ્થિતિમાં ખલીફા હાસમના સેનાપતિ જુનાઈટે પ્રબળ સન્ય સાથે ભારત ઉપર ચડાઈ કરી. તેણે સિંધ, ગુજરાત, કચ્છ, ચિતડ અને સૌરાષ્ટ્રનાં રાજ્યોને ધમરોળી નાખ્યાં. વલ્લભીની સાથે ગુજ૨ રાજા જયભટ્ટ ચેથે તેની સહાય માટે ગયે હતે. પણ જુનાઈદ તેના કાર્યમાં સફળ થયે. ચાવડાએ H આ સમયમાં ચાવડાઓ પ્રબળ થવા માંડયા. તેઓની મૂળ રાજધાની દીવ ટાપુમાં હતી. માંગરોળ, સોમનાથ વગેરે સાગરકિનારે તેઓના અધિકાર નીચે હતા; પણ ત્યાંથી તેઓ કેવી રીતે અને શા કારણે ખસ્યા તે જાણવામાં આવતું નથી. પણ ઈ. સ. 700 લગભગ પંચાસરમાં જયશિખર યા જયશેખર ચાવડે રાજ્ય કરતા હતા. તે વલ્લભી રાજાઓને સામત હતા. જયશેખરના રાજ્યકવિ શંકરે, મારવાડમાં આવેલા કલ્યાણનગરના સોલંકી રાજા ભુવડના દરબારમાં જઈ પિતાની તેમજ પિતાના રાજાની પ્રશંશા કરી. તેનાથી ઉશ્કેરાઈ જઈ ભુવડે એક પ્રબળ સેન્ટ લઈ તેના ઉપર ચડાઈ કરી. પંચાસર પડયું અને ભુવડે પંચાસર ઉપર પિતાને અધિકાર સ્થાપિત કર્યો જયશેખરની રાણી રૂપસુંદરી સગર્ભા હતી. તે તેના ભાઈ સુરપાળની સહાયથી નાસી છૂટી હતી અને વનમાં તેણે પુત્રને જન્મ આપે. તે શીલગુણસૂરિમતિના આશ્રય નીચે દસાડા તાલુકાના ગામ વણેદમાં મેટે થયો. પછી તેણે સ્વરાજ્ય પુનઃપ્રાપ્ત કરવા બહારવટું આરયું. વાર્તાકાર તેના બહારવટાના ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર 1. આ સમયે ચિત્તોડને રાજા ધવલપાલદેવ હતો. 2. જુનાદે, અરબ ઇતિહાસકાર બધુરીના કહેવા પ્રમાણે, નીચેનાં શહેરો જીત્યાં હતાં. 1. ઉઝેન (ઉજ્જૈન) 2. બહારીબાદ (?) 3. સલકીરજ (કનોજ) 4. મીરમદ (?) 5. અલમંડલ (?) 6. દહાનેજ (ધીનેજ) 7. બરવાસ (વઢવાણ) 8. અલ લાયન (વલ્લભીપુર કે વેરાવળ) 9. અલ નુરઝ (ભરૂચ). ડં. સાંકળિયા (આર્કિઓલેજ ઓફ ગુજરાત) માને છે કે આ ચડાઈ ગુર્જર પ્રતિહાર રાજા ભોજના સમયમાં થઈ હતી. વલ્લભી અને સમકાલીન રાજાઓના ઇતિહાસમાં આ ચડાઈને ઉલ્લેખ નથી,