________________ વલ્લભી સામ્રાજ્ય ક૭૫ના, તામ્રપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે. તેને રાજ્યશ્રી અર્પતા મહાન નૃપમંડળને સ્વીકાર કર્યો હતે. એટલે તે સાધુવૃતિમાં પરોવાયેલું હતું પણ આશ્ચહથી રાજ્યપદ ધારણ કર્યું હતું. શીલાદિત્ય 2 : ઈ. સ. 659? શીલાદિત્ય બીજે ગાદીએ આવ્યું હતું કે કેમ તે જ શંકા છે. તામ્રપત્રનો અભ્યાસ કરતાં તે ખરગ્રહને અગ્રજ એટલે મોટેભાઈ હતું. એટલે શીલાદિત્ય ખરગ્રહથી પણ મટે હ; છતાં તેને રાજા તરીકે ગણે છે. તેને પણ પરમ માહેશ્વર પરમ ભટ્ટા મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી. બાપ પાદાનુધ્યાત કહ્યો છે. શ્રી બમ્પ તામ્રપત્રોમાં બ્રાહ્મણનું નામ જણાય છે. પણ બુદ્ધ ભગવાનનું એક નામ બાપદેવ છે. એટલે શીલાદિત્ય પરમ માહેશ્વર હોવા છતાં બોદ્ધ ધર્મમાં રાગ રાખતું હશે. એમ જણાય છે; અને શીલાદિત્ય તે નાની ઉમરનો હશે માટે સાધુજીવનમાંથી સંસારમાં આવી રાજ્ય કર્યું હશે તેમ જણાય છે. તે માત્ર એક જ વર્ષ રાજ્ય કરી મૃત્યુ પામ્યું હોવાનું જણાય છે. તેનું કઈ તામ્રપત્ર કે શિલાલેખ ઉપલબ્ધ નથી. માત્ર તેના પુત્ર અને અનુગામી શીલાદિત્યના તામ્રપત્રમાંથી તેની આટલી પણ હકીકત મળે છે. શીલાદિત્યે પિતાનું નામ સેવાદિત્ય રાખ્યું હતું. શીલાદિત્ય 3 જો (ઈ. સ. 19 થી ઈ. સ. 689). શીલાદિત્ય 3 જે યુવાન વયે ગાદી ઉપર આવ્યું. તેણે પણ તેના બિરૂદમાં ચક્રવતી સિવાયનાં બધાં બિરુદો જાળવ્યાં છે. તેણે ગાદીએ બેસી હરાદિત્ય એવું નામ ધારણ કરેલું. શીલાદિત્ય પરમ માહેશ્વર હતા. તેણે વેદના જ્ઞાતા બ્રાહ્મણને દાન આપ્યાં હતાં; પણ તે સાથે પ્રજાને એક વર્ગ બૌદ્ધ ધર્મ પાળતે તેને પણ રાજ્યની ઊપજમાંથી ઘણું દાન આપેલું. દુઃા વિહારની સમીપે કુઠકુરાણક ગામમાં આચાર્ય ભિક્ષુ વિમલગુપ્ત બંધાવેલા બૌદ્ધ મઠને તેણે ગામ આપ્યું હતું. તે તેનું ઉદાહરણ છે. શીલાદિત્યના સમયમાં વલભી સામ્રાજ્યના સીમાડા દબાતા ગયા જણાય છે. દક્ષિણ લાટના ચૌલુક્ય રાજાઓ બળવાન થઈ ગયા હતા. સમ્રાટ વિક્રમાદિત્યને 1 શીલાદિત્ય કથાનું તામ્રપત્ર સ. 375 (ઈ. સ. 684) જુઓ આચાર્ય હી. ઈ. ઓ. ગુ. ભા. 1 પા. 149 2 શીલાદિત્ય જાનું તામ્રપત્ર સ. 342 (ઈ. સ. 661) જુએ આચાર્ય હી. ઇ. એ. ગુ. ભા. 1 પા. 214 તથા શીલાદિત્ય પમાનું સ. ૪૦૩નું તામ્રપત્ર આચાર્ય 1. પા. 273 3 તામ્રપત્ર સં. 356 (ઈ. સ. ૬૭૫)નું આચાર્ય. તામપત્ર સં 365 (ઈ. સ. ૬૮૪)નું