________________ વલ્લભી સામ્રાજ્ય 72 - વલ્લભી સમય: શકેના શાસનનો અંત આવ્યા પછી ઈ. સ. 480 લગભગ મિત્રકોએ પોતાના શાસનને આરંભ કર્યો અને તેઓનું આ પ્રદેશ ઉપર ઈ. સ. 770 સુધી એટલે લગભગ 300 વર્ષ સુધી આધિપત્ય રહ્યું. જોયું. તે ત્યાં પાષાણ થઈ ગઈ જે રૂવાપરી માતા તરીકે ઓળખાય છે. પણ આ વાત ઢાંક (પ્રેર પાટણ) માટે પણ કહેવાય છે. બીજી વાત શીલાદિત્યના સૂર્યકુંડની છે. આફતને વખતે સૂર્યકુંડમાંથી સૂર્યને ઘોડે નીકળતો તેના ઉપર શીલાદિત્ય સ્વાર થઈ લડતો, તેથી તેને નિત્ય વિજય થતા. કાકુ કે આરબોને આ રહસ્ય કહ્યું. તેમણે ગાયો મારીને કુંડમાં નાંખી; તેથી ઘોડે આકાશમાં ઊડી ગયો અને શીલાદિત્ય રણમાં રેળા. શીલાદિત્યના જન્મની પણ એક અદ્ભુત વાત શત્રુંજય માહામ્ય નામના જૈનગ્રંથમાં લખી છે. આ ગ્રંથના લેખક ધનેશ્વરસૂરિ હતા તેમણે રાજાને બૌદ્ધ ધર્મમાંથી વાળીને જેને ધમમાં આર્યો હતો. તે વાત એમ છે કે કેયર (ખેડા)નગરમાં દેવાદિત્ય નામે બ્રાહ્મણ હતા. તેની સુભગા નામની વિધવા કન્યા હતી. તે સૂર્યના મંત્ર વડે સગભાં થઈ. તેથી દેવદિત્યે તેને એક દાસીની સાથે વલ્લભીપુર મોકલી. ત્યાં તેણે એક પુત્ર તથા એક પુત્રીને જન્મ આપ્યો. આઠ આઠ વર્ષનાં બાળકે થતાં પુત્ર ભણવા ગયો. ત્યાં બાળકને “બાપા” કહી બીજા બાળકે ચીડવવા માંડ્યાંતેથી તેણે તેની માને તેના બાપનું નામ પૂછ્યું. પણ માએ ઉડાઉ જવાબ આપ્યો. બાળક નિરાશ થયે. તેથી સૂર્યનારાયણે સાક્ષાત્કાર કરાવી કહ્યું કે “આ કાંકરા રાખ”. કાંકરા એવા ચમત્કારિક હતા કે જેને મારે તે મરી જાય. તેથી બાળકે એક જણને ક્રોધમાં મારી નાખતાં રાજાને ખબર પડી અને દંડ દેવા બોલાવ્ય; પણ બાળકે રાજાને કાંકરાથી મારી નાખ્યો અને પિતે રાજા થયો. તેનું નામ શલાદિત્ય હતું. તેની બહેન ભરૂચના રાજાને પરણી અને તેણે જૈન ધર્મ સ્વીકાર્યો. તેને પુત્ર મલ થયો. તેણે બાળક વયમાં જ દીક્ષા લીધી. તેણે બૌદ્ધોને શીલાદિત્યની કચેરીમાંથી ચકેશ્વરી દેવીની સહાયથી હરાવ્યા અને પોતે મલસૂરિ નામથી પ્રસિદ્ધ થયા. યવનેનું આક્રમણ થયું ત્યારે મલ્લસૂરિ પંચાસર ચાલ્યા ગયા અને શ્રી ચંદ્રમહાપ્રભુ, શ્રી વર્ધમાનદેવ વગેરે મૂર્તિઓને સેમિનાથ પાટણ અને શ્રીમાળ તરફ મોકલી દીધી. આ બધી દંતકથાઓ અપૂર્ણ જ્ઞાને ઉપજાવી કાઢેલી અથવા ધાર્મિક રંગ ચડાવેલી વાર્તાઓના રૂપની છે. શીલાદિત્ય એક નહિ પણ સાત થયા અને બ્રાહ્મણ કુળમાંથી નહિ પણ મૈત્રક વંશમાં થયા હતા તે વાતને ઇન્કાર કરી શકાય તેમ નથી. પ્રબંધચિંતામણિ પ્રમાણે વલ્લભીનો વિનાશ સં. 475 (ઈ. સ. ૪૪૯)માં થયે. પ્રબંધકોષના કર્તા રાજશેખરસૂરિજીએ તે વર્ષ સં. 573 ( ઈ. સ. ૫૧૭)નું કહ્યું છે, જ્યારે વિવિધ પ્રબંધકેષના કર્તા શ્રી જિનપ્રબંદસૂરિએ તે વર્ષ સં. 845 (ઈ. સ. ૭૮૯)નું આપ્યું છે અને વલ્લભીમાળમાં વલભીને વિનાશ સં. 447 (ઈ. સ. ૭૬૬)માં થયે હેવાને ઉલ્લેખ છે. પણ દેશી-પરદેશી ઇતિહાસકારો તથા પ્રાપ્ત થતા પુરાવાઓ ઉપરથી તે વર્ષ ઇ. સ ૭૭૦નું હેવાનું સ્પષ્ટ છે.