________________ 77 સૌરાષ્ટ્રને ઈતિહાસ અવતારપૂજા : વઢવાણુના ધરણીવરાહ તથા દક્ષિણના રાજાઓ વરાહપૂજક હતા તેમ તામ્રપત્ર ઉપરથી જણાય છે. નૃસિંહનું નામ પડતું અને નૃસિંહ મંદિરે પણ હતાં.૧ સમાજ : બ્રાહ્મણ અને ક્ષત્રિયોમાં તેમજ વૈોમાં ઘણી પેટા જાતિઓ આ યુગમાં અથવા તે સમયમાં થઈ ગઈ હોવાનું જણાય છે. પ્રાંતિક ભેદ, વ્યવસાયભેદ, વગેરેથી તેઓ જુદા પડયા તેમ જણાય છે. વલભી યુગમાં આગળના પ્રકરણમાં જણાવ્યું તેનાથી સમાજમાં કાંઈ ખાસ મહત્વને ફેર થયો હોવાનું જણાતું નથી. રાજ્યવ્યવસ્થા : વલભીના રાજાઓની રાજ્યવ્યવસ્થા કંઇક અંશે ક્ષત્રપોને મળતી હતી. તેઓના પ્રદેશના નીચે પ્રમાણે ભાગ અને પેટા ભાગ પાડેલા હતા. 1 ગ્રામ-ગામડું 7 પથક 2 ભેદ–મોટું ગામ 8 સ્થળી-તાલકે 3 ભૂમિ-મંડલી 9 વિસય–પ્રાંત 4 ૫દ્રક 10 આહર–મોટું ગામ 5 પ્રામ 11 ભૂક્તિ-વિભાગ–વિસયથી નાને 6 પ્રવેમ 12 પેથા અમલદારના હોદ્દાઓ :1 રાજસ્થાનીય–પ્રજાપાલન કરનાર 15 આયુકતક. 2 કુમારામાત્ય-મંત્રી મંડળમાં બેસતે રાજકુમાર 16 વિનિયુકતક 3 વિસયપતિ–ગવર્નર 17 શોકિક–જકાત ઉઘરાવનાર 4 કાંડિક-કલેકટર 18 અનુત્પાન સમુદ્રાહક-બાકી રહેતા 5 સ્થાનાધિકરણિકા–સ્થાનિક અમલદાર કરવેરા વસૂલ કરનાર, 6 ભેગાધિકરણિકા-(ગિકા) તલાટી જે. 19 સંધિવિગ્રાહક–યુદ્ધશાંતિની ચર્ચા (મહેસૂલ સિવાય પોલીસ પટેલ) કરનાર 1. વઢવાણ પાસેના ખેલડીપાદ ગામેથી ઈ. સ. ૧૯૫૨માં તળાવના ખોદકામમાંથી લેખકે વરાહ મૂર્તિ પ્રાપ્ત કરી હતી. આ સુંદર પ્રતિમા હાલ રાજકોટના સંગ્રહસ્થાનમાં છે. “ધરણી વરાહ વઢવાણ પ્રદેશનો રાજા હતા અને વરાહપૂજા આ સમયમાં પ્રચલિત હતી. ઈ. સ. ૬૭૧નું થાશ્રય શીલાદિત્ય કે જે નવસારી પ્રદેશને અધિપતિ હતા તેનાં તામ્રપત્રને પ્રારંભ " સ્વસ્તિ જયત્યાવિકૃતં વિષ્ણુવ્વરાહં ક્ષોભિતા” વગેરેથી થાય છે. (આચાર્ય : હી. ઇ.ગુ. ભા-૨) 2. આચાર્ય : પા. 160 ભા. 1. 3. આ સમનામ માત્ર પરસ્પર સંબંધમાં વપરાયાં છે તેના ઉપરથી અનુમાન મુકવામાં આવ્યાં છે.