________________ વલ્લભી પશ્ચાત તે વંશનો મહેન્દ્રાયુધ અથવા મહીપાલ નામને રાજા ઈ. સ૮૯૩-૮૯માં સૌરાષ્ટ્રમાં રાજ્ય કરતા. અને નાના રાજાએ તેના ખંડિયા હતા. તેની રાજધાની નક્ષીસપુર હતી. કાજનું સામ્રાજય : અવનિવર્મા કે અવનિવમનો પિતા બલવર્મા હતે. તેઓ નક્ષીસપુરમાં પ્રથમથી રાજ્ય કરતા ન હતા તેમ જણાય છે. ઈ. સ. ૮૭નાં તામ્રપત્રમાં તે સ્પષ્ટ લખે છે કે “સ્વભુ પાર્જિત નક્ષિસપુર ચતુરશીનિકા” એટલે સ્વપરાકમે પ્રાપ્ત કરેલું નક્ષિસપુર “રાસી”નું ગામ જયપુર દાનમાં આપું છું. એ પ્રમાણે તે માત્ર 84 ગામને, કે જે ગમે તેણે સ્વપરાકમે પ્રાપ્ત કર્યા હતાં, તેને તે રાજા હતા. તેથી બલવર્માને પિતા અહીં રાજ્ય કરતા તે નિર્મળ બને છે. જો કે તેણે ઈ. સ. ૯૦૦ના તામ્રપત્રમાં પોતાની વંશાવલી આપી છે. છતાં આ ચોરાસી બલવર્માએ જ પ્રાપ્ત કરી હતી. અને તે કનોજના રાજા મહેન્દ્રપાલને ખંડિયે હતું તેમ જણાય છે. તે ભેજદેવનું ધ્યાન ધરતે. તે ભેજદેવ કે રાજા હતું કે કઈ દેવનું નામ છે તે સ્પષ્ટ થતું નથી. પણ એટલું સ્પષ્ટપણે પ્રતીત થાય છે કે કનોજના 1. ઊનામાંથી બે તામ્રપત્રો ઈ. સ. ૮૯૩-૯૯૯નાં મળ્યાં છે, જેમાંથી પ્રથમ વલ્લભી સંવત 174 (ઈ. સ. ૮૯૩)નું છે. તે પ્રમાણે નક્ષીસપુરના પરમ ભટ્ટક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી. ભાજદેવ પાદાનુષાત શ્રી મહેન્દ્રાયુધના મહાસામન્ત અવનિવમેના પુત્ર બલવમે જ્યપુર નામનું ગામ કે જે કણવીરીકા નદીના તીરે છે તે તરુણાદિત્ય સૂર્યના મંદિર માટે દાનમાં આપ્યું છે. બીજું તામ્રપત્ર વિ. સં. 56 એટલે ઈ. સ૯૦૦નું છે. તેમાં તેની વંશાવલી તથા પૂર્વજોએ કરેલાં યુદ્ધોનું વર્ણન છે. તે ઉપરથી જણાય છે કે તેના પૂર્વજ બાહુકધવલે કર્ણાટકના સૈન્યને હરાવ્યું હતું અને એક જણે વિશઢને પરાજિત કર્યો હતો વગેરે વર્ણન છે. (જુઓ. શ્રી. આચાર્ય હી. ઈ. ગુ. ભાગ 3 જે.) 2. કલ રાજેન્દ્ર (3) બાહુકધવલ અનિવર્મા ૧લો બલવર્મા , અવનિવર્મા 2 3. મહેન્દ્રપાલને પૂર્વજ રાજા ભેજ હતું. તેને નિર્દેશ હેય તો સંભવ છે. તે ઈ. સ. ૮૪ર થી ઈ. સ. 880 લગભગ થયો.