________________ વલ્લભી સામ્રાજ્ય છે. આ આનંદપુર વડનગર નહિ પણ ચોટીલા પાસે આવેલું આણંદપુર હોવા સંભવ છે. ત્યાં પણ પર્વતમાં બૌદ્ધ વિહાર હોવા સંભવ છે. ત્યાં પણ તેણે જુદું રાજ્ય હોવાનું લખ્યું છે. સંભવ છે કે આ આનંદપુરમાં વલ્લભીને ખંડિયે રાજા હશે. તેને વિસ્તાર તેણે 400 માઈલને લખ્યું છે અને રાજધાનીને વિસ્તાર 5 માઈલને જણાવેલ છે. ત્યાં પણ લેકે બૌદ્ધ ધર્મ તેમજ અન્ય ધર્મોને માનતા હતા અને ચીંગલીયાગ 5 (નિકાયા અર્થાત્ સામતિયા સંપ્રદાય)ના ગ્રંથનું અધ્યયન કરે છે અને હીનયાન મતના છે તેમ પણ તે ધે છે. સેનાગજ : ધ્રુવસેન 2 જાને યુવરાજ સેનાગજ ધ્રુવસેનની હયાતીમાં ગુજરી ગયે તેની નેંધ તેના કુટુંબના કેટલાક પ્રસંગે સાથે કલ્પસૂત્રકારે કરી છે. તેનાથી ધ્રુવસેન તેનાં અંતિમ વર્ષોમાં ઘણે નિરાશ થઈ ગયેલ તેમ જણાય છે. ધરસેન 4 થે : ઈ. સ. 642 થી 650. પિતાના વિજયેના પરિણામે ધરસેન 4 થે ધ્રુવસેન 2 જાના મૃત્યુ પછી ગાદીએ આવ્યું ત્યારે એક મહારાજ્યને સ્વામી હતા. માળવા–રાજસ્થાન-ગુજરાત સૌરાષ્ટ્રનું રાજ્ય તેના આધિપત્યમાં હતું, તેથી તેણે “પરમ માહેશ્વર પરમ ભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર ચક્રવત” નું બિરુદ ધારણ કર્યું. આ રાજા પણ વિદ્વાન, શ્રીમંત, દાનેશ્વરી તથા પરાક્રમી હત; એટલું જ નહિ પણ તે પરમ માહેશ્વર હોવા છતાં તેણે પણ બોદ્ધ વિહારને દાન આપ્યું હતું 1. ડૉ. બર્જેસનું આ અનુમાન છે. કારણ વડનગર વલ્લભીથી ઘણું દૂર છે. 2 જૈનોનું “કલ્પસૂત્ર” નામનું પુસ્તક આ આનંદપુરમાં શ્રી ભદ્રબાહુ સ્વામીએ સંવત ૯૮૦માં લખ્યું. તે સમયે રાજા ધ્રુવસેન રજો હતો. “સ્ટીવનસન તથા વીવીપેન ડ સેન્ટ માટીન પણ આ વડનગર મહેસાણુ પાસેનું નહિ પણું સૌરાષ્ટ્રનું માને છે. આ ગ્રંથ આનંદનગરમાં લખે તેમ પ્રથમ વ્યાખ્યાનમાં કલ્પસૂત્રમાં લખ્યું છે. “વડનગર’ કૌંસમાં પાછળથી મૂકયું જણાય છે. એટલે તે સમયે વડનગર (આનંદનગર) પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ત્યાં આ ગ્રન્થ લખાયો હોય તે અસંભવિત નથી. યુરોપીય વિદ્વાને તેને આણંદપુર માને છે. આ ગ્રંથ લખી વંચાવી ભદ્રબાહુ સ્વામીએ ધ્રુવસેનને ખેદ દૂર કર્યો કલ્પસૂત્ર” સુખબોધિકા (ઉપાધ્યાય શ્રી વિનયવિજ્યજી મહારાજ) 3. હિસ્ટોરીકલ ઇન્સ. એક ગુજરાતી પુસ્તક ૧માં સં. ૩૩૦નું તામ્રપત્ર શ્રી આચાર્યો પ્રસિદ્ધ કર્યું છે. તે ધરસેન ૪થા એ ભરૂચ (ભરૂક૭) મુકામેથી કરી આપ્યું છે. તેમાં ખેડાના ગામ કલબના બ્રાહ્મણને દાન આપ્યાને ઉલ્લેખ છે. એટલે ભરૂચ ધરસેનના સામ્રાજયને ભાગ હતો તે સિદ્ધ થાય છે. ગુજર રાજાઓ તેના સામંતો હતા. 4. તામ્રપત્ર : સદર.