________________ 4. સૌરાષ્ટ્રને ઈતિહાસ ભાઈ ધારાશ્રય જયસિંહમ અને તેના પુત્ર શ્રાશ્રય શીલાદિત્યે સ્વતંત્ર રાજા તરીકે રાજ્ય કરવા માંડયું અને નર્મદા સુધીને પ્રદેશ પિતાની આણ નીચે આ હોવાનું જણાય છે. પણ ખેડા સુધીને પ્રદેશ વલ્લભી રાજાઓના અધિકારમાં હતો તે તેનાં દાનપત્રથી જણાય છે. આ રાજાના સમયમાં તેના સામંત પંચાસરના જયશિખર ચાવડા ઉપર ભુવડ સેલંકીએ ચડાઈ કરી અને સામંત જયશિખર રણમાં પડ. પંચાસરનું રાજ્ય સોલંકીઓના અધિકાર નીચે આવ્યું. (ઈ. સ. 686) શીલાદિત્ય 4 : (ઈ. સ. 689 થી ઈ. સ. 709). શીલાદિત્ય 3 જાને પુત્ર શીલાદિત્ય 4 થે સૂર્યાદિત્યનું નામ ધારણ કરી પિતાના રાજ્યાસને બેઠે. તે પણ પરમ માહેશ્વર હતું, પણ તેણે ધાર્મિક રાજ્યની નીતિની પ્રણાલિકા જાળવી રાખી હતી. તેના સમયમાં ગુર્જરએ માથું ઊંચું કર્યું અને કદાચ તેઓ દક્ષિણ લાટના ચૌલુક સાથે ન ભળે તે માટે તાત્કાલિક સામંત રાજા જયભટ્ટને મહા સામંતાધિપતિ બનાવ્યું હોવાનું જણાય છે. આ ગુર્જર રાજાઓ સાથે તેમના ખાસ સામંતે હતા, એટલું જ નહિ પણ તેમની સાથે લગ્નસંબંધથી જોડાયેલા હતા તેમ જણાય છે. શીલાદિત્ય 5 મે : (ઈ. સ. 709 થી ઈ. સ. 730). શીલાદિત્ય પમે તેના પિતાની ગાદીએ સોમાદિત્ય નામ ધારણ કરી ગાદીએ બેઠે. તેના પિતાની હયાતીમાં તે દતક તરીકે રહ્યો હતે. તે પોતાના બિરુદમાં પિતાને “પરમ માહેશ્વર પરમ ભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી બપને પાદાનધ્યાત પરમ ભટ્ટા મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી શીલાદિત્ય” લખાવે છે. તેને અર્થ એ થાય છે કે તેણે શ્રી બાપદેવ એટલે બુદ્ધદેવને રાજ્ય અર્પણ કરી તેના નામે રાજ્ય કરવાનું યોગ્ય ધાર્યું હોય. જાઈક : આ રાજાના અમલમાં સૌરાષ્ટ્રમાં તેમની સત્તા નબળી પડી હોય તેમ જણાય છે. સૌરાષ્ટ્રના ભૂમિલિકામાં અન્ય રાજા રાજ્ય કરતે. તે ગુપ્ત સંવને બદલે વિક્રમ સંવને સ્વીકાર કરી, વિ. સં. 794 (ઈ. સ. ૭૩૯)માં સૂર્યગ્રહણનું ભૂમિદાન બ્રાહ્મણને આપે છે. તેમાં તે પોતાને સૌરાષ્ટ્ર મંડળને અધિપતિ પરમ ભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી. જાઈદેવ તરીકે ઓળખાવે છે. 1. જુઓ તામ્રપત્ર શીલાદિત્ય 4 થાનાં સ. 375-376. આચાર્ય ભાગ 1, પાનું 255 તેમાં રાજપુત્ર ખરગ્રહ નામ છે. આ શીલાદિત્યનું મૂળ નામ ખરગ્રહ હશે. 2. સં ૪૦૩નું તામ્રપત્ર, સદર 3. હમણું પણ ઉદયપુરના માલીક એકલિંગજી તથા દીવાન મહારાણુ છે તેમ,