________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ મારી. એ સમયે ભરૂચમાં ચૌહાણ સામન્તોએ આરબોએ કબજે કરેલા ભરૂચને ગુર્જર પ્રતિહારે કે અવન્તીના રાજાઓની સહાયની પુનઃ સર કરી પિતાનું આધિપત્ય સ્થાપ્યું. જેઠવા.૨ : આ સમયે જેઠવા રાજાઓએ માથું ઊંચકર્યું. આગળ જોયું તેમ ' ભૂમિતિકાના પરમભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમ માહેશ્વર જાઈકદેવે સ્વતંત્ર રાજા તરીકે અમલ શરૂ કર્યો. જોકે તે સૌરાષ્ટ્ર મંડલને અધિપતિ હતા; પણ વલભીઓનું સાર્વભૌમત્વ તેણે સર્વાશે સ્વીકાર્યું હોવાનું જણાતું નથી. પ્ર : જ્યારે સૌરાષ્ટ્ર-ગુજરાતની આ સ્થિતિ હતી ત્યારે માળવામાં તે વલ્લભીને ગણકારે જ કેણ? ત્યાં અવન્તીપતિ ચક્રવતી પદ ભોગવતે. એટલે વલ્લભીઓ માત્ર થોડા વિસ્તારમાં જ રાજાઓ રહ્યા હતા. શીલાદિત્યે પિતાના સ્વશાસન માગતા પાડોશીઓને પરાસ્ત કર્યા પણ 1. વનરાજને જન્મકાળ, રાજ્યાસને આરૂઢ થયાને કાળ તથા મૃત્યુકાળને જૈન લેખકોએ તથા ચારણભાટોએ ગોટાળો કરી દીધા છે. જયશિખરનું મૃત્યુ સં. ૭૫ર એટલે ઇ. સ. ૧૯૬માં (પ્રબંધચિંતા વનરાજને જન્મ સં. ૭૫ર એટલે ઈ. સ. ૬૯૬ના વૈશાખ શુદિ 15. મણિ પ્રમાણે) વનરાજ ગાદીએ સં. 802 એટલે ઈ. સ. 746, વનરાજે પાટણ વસાવ્યું સં. 802 એટલે ઇ. સ. 746. વનરાજનું મૃત્યુ. સં. 862 એટલે ઈ. સ. 806. (વિચારશ્રેણી વનરાજના રાજ્યને પ્રારંભ. સં. 821 એટલે ઈ. સ. 754. તે જ કર્તા) વનરાજે 60 વર્ષ રાજ્ય કર્યું. તેનું મૃત્યુ ઈ. સ. ૮૦૬માં થયું હોય તે ગાદીએ ઇ. સ૭૪૬માં આવ્યા હોય અને તે વખતે તેની વય 59 વર્ષની હોય. “રત્નમાળ” પ્રમાણે વનરાજનો જન્મ ૬૯માં થયો. “આઈને અકબરી' પ્રમાણે તેણે ઈ. સ. ૭૪૬માં પાટણ વસાવ્યું. ત્યારે તે 50 વર્ષને હતો. એટલે તેને જન્મ ઈ. સ. ૬૯૬માં થયે હેય. મેરતંગ તેને જન્મ સં. ઉ૫ર (ઈ. સ. 696) અને મૃત્યુ સં. 862 (ઈ. સ. ૮૦૬)માં કહે છે. (રાસમાળા કુટનેટ પ્રમાણે) વનરાજ જનમે, ઈ. સ. 720; ગાદીએ આવ્યા. ઇ. સ. 765 અને મૃત્યુ ઈ. સ. 780. આ સમગ્ર વાતને વિચાર કરતાં વિદ્વાન ઇતિહાસકાર શ્રી. ગૌ. હી.ઓઝાએ વનરાજના રાજ્યને પ્રારંભ અને પાટણને પાયે ઈ. સ. ૭૬૪માં પડયો હોવાનું સ્વીકાર્યું છે. એ હિસાબે જયશિખરનું મૃત્યુ ઇ. સ. ૭૧૪માં થયું હશે. 2. જેઠવા પછી આવ્યા. જાઈકદેવ ભુમલીને રાજા હતો; માટે તેને જેઠો રાજા કહ્યો છે.