________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સ્થ ઊભા કર્યા અથવા સ્તુપ બાંધ્યા. જે જે જગ્યા ઉપર ત્રણ ગત બુદ્ધોએ વિશ્રામ લીધે, કાર્યો, કર્મો અને નિયમોને બંધ કર્યો ત્યાં આપણે સ્થ જોઈએ છીએ.” વર્તમાન રાજાઓ “શાતીલી૧ છે. તે બધા માળવાના રાજા શીલે ટીટેના ભત્રીજાએ છે. આ વખતે શીલાદિત્યને પુત્ર કીએમ કાશીરાજનો જમાઈ છે. તેનું નામ ટુલુપએ પોટુક છે. તે ઉતાવળિયા અને તામસી પ્રકૃતિને છે. તેની બુદ્ધિ મંદ અને સાંકડી છે. તે પણ તે ત્રણ અમૂલ્ય વસ્તુઓમાં માને છે. જે પ્રતિવર્ષ એક સપ્તાહ તે એક સભા ભરે છે, જેમાં એકાંત સેવતા સાધુઓને મિષ્ટાન્ન, ત્રણ વસ્ત્રો, દવાઓ, સાત અમૂલ્ય વસ્તુઓ અને અતિ કીમતી દુલર્ભ વસ્તુઓ ભેટ આપે છે. આ વધી વસ્તુઓ દાનમાં આપ્યા પછી બમણું કિંમતે પાછી ખરીદે છે. તે ગુણગ્રાહી છે અને સાધુઓને સત્કારે છે. તે ધર્મને માન આપે છે અને વિજ્ઞાનની કિંમત જાણે છે પરદેશના પ્રખ્યાત માણસોને તે માન આપે છે. નગરથી થોડે દૂર અરહત એચેલોની દેખરેખ નીચે બાંધેલે એક માટે મઠ છે. અહીં બૌદ્ધિસત્વ ટિ–હા (ગુણમતિ) તથા કિનuઈ (સ્થિરમતિ)એ પિતાનું રહેવાનું રાખ્યું હતું, ઘણુ પુસ્તકે રહ્યાં હતાં જે ઘણી પ્રશંસા સાથે પ્રસિદ્ધ થયાં છે.” આ બતાવે છે કે વલ્લભીપુરમાં સેંકડો મંદિર હતાં, જુદા જુદા સંપ્રદાયના લેકે વસતા હતા. બોદ્ધ મઠે તે બેસુમાર હતા અને દેશપરદેશની અવનવી વસ્તુઓ અહીં પ્રાપ્ત હતી. લોકે ધનાઢય હતા. હ્યુ-એન-સાંગે રાજાને તામસી અને ચંચળ કહ્યો છે, પણ કદાચ તેને તે અનુભવ થયે હશે; પણ પિતે પરદેશી તથા વિધમી હોવા છતાં તેનું સ્વાગત કર્યું હતું તેની પણ તે નેંધ કરે છે. હ્યુ-એન-સાંગ ત્યાંથી વલ્લભીપુરથી 140 માઈલ લગભગ દૂર આવેલા આનંદપુરમાં ગયેલ. આનંદપુર પણ બૌદ્ધ લોકેનું મહત્ત્વનું સ્થાન હતું તેમ જણાય 1. ક્ષત્રિય-ભત્રીજો, ભાણેજ માટે અંગ્રેજીમાં એક શબ્દ છે. કદાચ મિત્ર માળવાના ભાણેજ હશે. 2. ઇ. સ. 636. 3. કાન્યકુંજ, 4. ધ્રુવસેન, 5. ત્રિરત્ન. 6. અરહત એચેલે એટલે આચાર્ય હશે. શ્રી ગિરિજાશંકર આચાય તેને દુદાએ બધાએ તે મઠ માને છે. (જુઓ ગુજરાતના ઐતિહાસિક લેખ. પા. 39) પણ ડૉ. બુલ્ડર તેને, ધ્રુવસેન રજાનું તામ્રપત્ર વાંચ્યું હતું તે આધારે, “આથય” ગણે છે.