________________ 58 સૌરાષ્ટ્રને ઇતિહાસ જતા હતા. તેઓ સામંત મિત્ર જેવા હતા, પણ સર્વ અધિકાર સ્વીકાર્યા હોવાનું જણાતું નથી, તેથી માળવા જતી બુદ્ધરાજની હકૂમતમાં જે પ્રદેશ હતા તે જીતવા ધ્રુવસેને પિતાનાં સૈન્યોને લાટમાં લઈ જઈ દદ્રને પિતાની આણ કબૂલ કરાવી. એમ જણાય છે કે એ યુદ્ધ આપ્યું નહિ પણ શરણુગતિ સ્વીકારી અને લાટ પણ વલ્લભીને સામ્રાજ્યનો એક ભાગ બની ગયું. હર્ષવર્ધનની લડાઇ. ઇ. સ. 65. - ઈ. સ. ૬૩૫માં ધર્મસેનના સામ્રાજયને વિસ્તાર સમસ્ત સૌરાષ્ટ્ર, ઉત્તર તથા મધ્ય ગુજરાત, માળવા અને હાલના રાજસ્થાનના ઘણાખરા ભાગમાં ફેલાઈ ગયા હતા. તેણે માળવાના સૂબા તરીકે તેના ભત્રીજા શીલાદિત્યને શાસન કરવા નીમ્યા. ચૌલુકયે દક્ષિણ ગુજરાતમાં બળવાન થયા હતા. તેના રાજા પુલકેશીના પુત્ર મંગળસેને બુદ્ધરાજને હરાવ્યા પછી તેઓ વધારે પ્રબલ થયા અને નર્મદાની દક્ષિણે સર્વસત્તાધીશ થઈ પડયા હતા. તેમને રાજ્યવિસ્તાર નાશિક સુધી હતે. કજના મહારાજા હર્ષવર્ધનનો આ સમગ્ર પ્રદેશ ઉપર અધિકાર હતે. તે ચોલ અને મૈત્રકે દબાવી બેઠા તે સાંખી શક્યો નહિ. તેથી ઈ. સ. 635 લગભગ તેણે મહાન સેન્ચ લઈને ચડાઈ કરી. - હર્ષવર્ધન કયા માર્ગે આવ્યું તે સ્પષ્ટ થતું નથી, પરંતુ ઈ. સ. 630 લગભગ તેણે કરેલી પહેલી ચડાઈ ગુજરાત ઉપર હતી. તેમાં ચૌલુક્ય રાજા પુલકેશીના હાથે નર્મદાકાંઠે તેને પરાજય સહન કરી પાછું જવું પડ્યું હતું. તે પછી પાંચ વર્ષ રહી હર્ષવર્ધને વલભી રાજ્ય ઉપર પિતાની સમસ્ત શક્તિ એકઠી કરી ચડાઈ કરી. ત્યારે કેઈક સ્થળે યુદ્ધ થયું, તેમાં ધ્રુવસેનના જીવનને તેના સામંત દઇએ પિતાના જીવના જોખમે રહ્યું 1. તેને કાકે ગણે છે. પણ તે ભૂલ છે. શીલાદિત્ય રજા તરીકે ગાદીએ આવેલ તે ડેરભટને પુત્ર જ હોવો જોઇએ. તે દૂતક તો હતો જ નહી. ઈ. ઓ. ગુજરાત શ્રી આચાર્ય સંગૃહીત સં. ૩૧૩નું તામ્રપત્ર ગોરસનું સં. ૩૧૦માં પણ તે દૂતક હતે. એ વર્ષ ઈ. સ. ૬૪૯નું હતું. માળવા જીત્યા પછી તેને ત્યાં સૂબા તરીકે મૂક્યો હતો તેમ જણાય છે. 2. આ રાજ્યની રાજધાની નવસારી (નવસારિકા) હતું. 3. હર્ષવર્ધને ઈ. સ. ૬૩૦માં પ્રથમ ચૌલુક ઉપર ચડાઈ કરી હોવાનું જણાય છે અને પુલકેશીએ તેને નર્મદાથી નીચે આવવા દીધો નહિ. એટલે તે ઈદાર તરફથી ખાનદેશને માગે ભરૂચ તરફ આવ્યો હશે તેમ જણાય છે. 4 જ્યભટ્ટ ૨જાનું તામ્રપત્ર નં. 456 (ઈ. સ. 706) શ્રી આચાર્ય હી. ઈ. ગુ. ભા. 2. 5. 42 "गंभीरोदारचरित विस्मायित सकल लोकपालमानसः परमेश्वर श्री हर्षदेवाभिभूत . वलभीपति पति[रि]त्राणोपजात भ्रमददभ्र शुभ्राभ्रविभ्रम'