________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ કરી દાન આપ્યાં છે. એટલે તેના સમયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને માળવાના સીમાડા સુધી વલ્લભીઓની આણ હતી તે નિઃશંક છે. શવસેન રો: (ઈ. સ. 27 થી ઈ. સ. 642) ધરસેન ૩જે માત્ર આઠ વર્ષ રાજ્ય ભેગવી ગુજરી ગયા અને તેને નાનો ભાઈ ધ્રુવસેન રજે ગાદીપતિ થયા. ગાદીએ બેસી તેણે બાલાદિત્યનું નામ ધારણ કર્યું. વલ્લભીના રાજાઓમાં કદાચ સહુથી મહાપરાક્રમી અને શક્તિશાળી રાજા ધ્રુવસેન ર હતું. તેણે તેનાં સેને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને છેક માળવા સુધી દર્યા અને વલ્લભીના સામ્રાજ્યને વિસ્તાર વધાર્યો. પ્રથમ તેણે માળવાના મહારાજા બુદ્ધરાજ કે જેણે પિતાને અધિકાર લાટ અને દક્ષિણ ગુજરાત ઉપર સ્થાપે હતું અને જેને ચાલુકય રાજા મંગળરાજ વા મંગળસેને હરાવી લાટ વગેરે પ્રાતે લઈ લીધા હતાં તેના ઉપર ચડાઈ કરી અને ઈ. સ. 629 લગભગ માળવા જીતી લીધું અને તેને વલ્લભી સામ્રાજ્યમાં ભેળવી દીધું. 1. અત્યારના સમયની જેમ તે વખતે અધિકારનાં બંધને અને સાર્વભૌમત્વના નિયમો ન હતાં. મહાક્ષત્રપોના સમયમાં ક્ષત્રપ સિકકા પાડી શકતા તેમ વલભીના સામતો પણ જમીનનું દાન દઈ શકતા. જૂના ઇજીપ્તના રાજ્યમાં જેણુ દરેક પ્રાંત દરેક રાજા નીચે હતો અને તે મહારાજાને આધીન હતો તેમ અહીં પણ જણાય છે. એટલે કલચુરી ગુર્જર વગેરેનાં તામ્રપત્રો મળે છે; પણ તેથી વલ્લભીના તેઓ ખડિયા ન હતા તેમ ન ગણાય. 2. કલચુરી વંશને રાજા બુદ્ધરાજ માળવાના કલચુરી (કટચુરી) વંશના મહારાજા કૃષ્ણરાજના પુત્ર શંકરગણુને પુત્ર હતો. તેનું સામ્રાજ્ય માળવાથી નાશિક સુધી હતું. ભરૂચ અને વર્તમાન વડોદરા, સુરતને તેમાં સમાવેશ થતું. તેઓ ગુપ્ત રાજ્યના અંત પછી માળવા તરફ ઉપરોક્ત પ્રદેશના સર્વ સત્તાધીશ થઈ પડ્યા હતાં અને ત્રતુટકે ના પણ અમુક વર્ષ આધીન રહ્યા હશે તેમ જણાય છે. સાતમી સદીના પ્રારંભમાં બુદ્ધરાજને પશ્ચિમ ચાલુકય મહારાજા મંગળસેને (મંગળરાજે) હરાવી દક્ષિણ લાટ એટલે તાપીથી દક્ષિણને પ્રદેશ જીતી લીધો. હૈં. સાંકળિયા શંકા કરે છે કે આ પરાજ્ય પ્રભાકરવર્ધનના હાથે થયો હશે કારણ હર્ષચરિતમાં લખ્યું છે કે તેણે સિંધુ, ગુજરાત, લાટ અને માળવા જીત્યાં; પણ માળવા બુદ્ધરાજના કબજામાં હતું, જે ધ્રુવસેને બુદ્ધરાજને હરાવી જીતી લીધું અને કલચુરી વંશને અંત આવ્યો. બુદ્ધરાજનું એક તામ્રપત્ર ઈ. સ૬૯-૬૧૦નું મળ્યું છે. તેમાં આનંદપુર છાવણમાંથી ભરૂચ તાલુકાના ગોરા ગામમાં ડેભક બ્રાહ્મણ બાપ સ્વામીને જમીન આપી છે. (શ્રી. આચાર્ય હી. . ઓ. ગુજરાત, ભા. 3)