________________ વલભી સામ્રાજ્ય હર્ષવર્ધન આ યુદ્ધમાં છે કે હા તે કાંઈ સ્પષ્ટ થતું નથી. ઈતિહાસકારો તે જીત્યા હતા અને ધ્રુવસેનને પોતાની પુત્રીને પરણવાની ફરજ પાડી તેવી નોંધ કરે છે. પણ જીતેલે રાજા પરાજિત રાજાને પોતાની પુત્રી આપે તે બનવાજોગ નથી. ઈતિહાસમાં અનેક પ્રસંગે નોંધાયા છે કે જેમાં પરાજિત રાજા પિતાની પુત્રી વિજય રાજાને પરણાવે છે. આથી સ્પષ્ટ સમજાય છે કે હર્ષવર્ધન હાર્યો ન હતો તે જ તે હતું જ નહિ, બન્ને વચ્ચે માનભરી સંધિ થઈ હશે, અને હર્ષવર્ધન ધવસેનને પિતાનો જમાઈ બનાવી પાછો ગયે. તે પછી ધ્રુવસેન વધારે બળવાન અને શકિતમાન થયે અને તેના પુત્ર ધરસેનનાં તામ્રપત્રમાં “પરમ માહેશ્વર પરમ ભટ્ટાર્ક મહારાજાધિરાજ પરમેશ્વર ચકવતી”નું બિરુદ ધારણ કર્યું તે ખરેખર ધ્રુવસેને આ વિજય પછી ધારણ કર્યું હોવાનું અનુમાન થાય છે. હ્યુ-એન-સાંગ : ઈ. સ. ૬૪૦માં લગભગ આ રાજાના સમયમાં હ્યુ-એના -સાંગ વલભીપુરમાં આવ્યા હતા. તેણે તેની દ્રષ્ટિથી વલ્લભીનું વર્ણન લખ્યું છે. તેના ઉપરથી વલ્લભીના વૈભવ અને વિસ્તારનો ખ્યાલ આવે છે. તે લખે છે કે “ફલીનું રાજ્ય 6000 લીર ના વિસ્તારમાં છે, તેની રાજ્યપાનીને વિસ્તાર 6 માઈલને છે.” જમીનની ઉત્પન્ન, હવાપાણીનો પ્રકાર, લોકોની રીતભાત, અને ચારિત્ર્ય માલાપોમાંના જેવાં છે. વસ્તી અસંખ્ય છે, અને બધાં કુટુંબ ધનાઢય છે. એક સેંકડો કુટુંબ તે એવાં છે કે તેનું ધન દશ લાખની ઉપર છે. દૂર દેશાવરની દુર્લભ વસ્તુઓ અહીં વિપુલ પ્રમામમાં મળે છે. અહીં આશરે 100 મઠ છે. તેમાં 6000 સાધુઓ રહે છે. તેઓ ઝાઝ વખત ચીંગલીયાગ , (સમતિયાસના નિકાયા સંપ્રદાય) નું અધ્યયન કરે છે. અને હીનયાનને અનુસરે છે. દેવેનાં સેંકડો મંદિર છે, અને ભિન્ન ભિન્ન સંપ્રદાયના અસંખ્ય પાંખડીઓ નજરે પડે છે. જ્યારે તગત (બુદ્ધ) આ પૃથ્વી ઉપર રહેતા ત્યારે આ પ્રદેશમાં વારવાર વિહાર કરતા તેથી જે જે જગ્યામાં તેઓ રહ્યા ત્યાં ત્યાં અશકે તેના માનમાં 1. હ્યુ-એન-સાંગના આધારે પણ હર્ષવર્ધન બૌદ્ધ હતો. તેણે બોલાવેલા સંમેલનમાં આ ચીની મુસાફર આવે. એટલે તેણે હર્ષ જીત્યો એમ લખ્યું છે. (ભાષાંતર : Beal) તેણે શીલાદિત્ય કે જે વલ્લભી રાજાને કાકે હતો તે માળવામાં રાજ્ય કરતો તેમ લખ્યું છે તે પણ માન્ય રહે તેમ નથી. 2. 6000 લી એટલે 1200 માઇલ. 3. છ માઈલના વિસ્તારમાં મૈત્રકાની રાજધાની હતી. એટલે અત્યારના મોટા શહેર જેવડું હશે. 4. માલાપો-માળવા. 5. બૌહો અબૌદ્ધોને પાંખડી કહેતા,