________________ વલ્લભી સામ્રાજ્ય બૌદ્ધ વિહાર બંધાવ્યું હતું તેથી તેણે ઉત્તરાવસ્થામાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતે. તેનાં દાનપત્ર જોતાં તેમાં જે દાન આપ્યાં છે તે ગુજરાતનાં ગામનાં છે. એટલે તેને અધિકાર ગુજરાત ઉપર પણ હેવા સંભવ છે. તેને દિવિરપતિ (દીવાન) ચંદ્રભઠ્ઠી હતો. શીલાદિત્ય તથા તેને ભાઈ ખરગ્રહને કુટુંબકલેશ થયેલ.? ખરગ્રહ ૧લો : (ઈ. 614 થી 619). શીલાદિત્યને ભાઈ ખરગ્રહ કુટુંબ પ્રણાલિકા પ્રમાણે જ્યેષ્ઠ હે ઈ. સ. ૬૧૪માં ગાદીપતિ થયે. ખરડ વિદ્વાન હતો, પરાક્રમી હતા અને દાનેશ્વરી હતે. તે સિવાય તેના રાજ્યની બીજી હકીકત પ્રાપ્ત થતી નથી. છે પરંતુ આ રાજ્યના સમયમાં લાટના ગૂર્જર રાજાઓ યા તે વલ્લભીના માંડલિક હતા અથવા તે મિત્ર હતા.૪ ધરસેન ૩જો : (ઈ. સ. 619 થી ૬ર૭). માત્ર પાંચ વર્ષ રાજ્ય કરી ખરગ્રહ પરલોકવાસી થયે અને તેનો પુત્ર ધરસેન જે ગાદી ઉપર આવ્યું. આ વખતે શીલાદિત્ય ૧લાને પુત્ર દેરભટ્ટ હયાત હતે પણ વયમાં તે ધરસેનથી ના હશે એટલે તેને ગાદી મળી નહિ, પણ તે ધ્રુવસેનથી પણ ના હતો છતાં વડીલબંધુએ સ્કંધ ઉપર મૂકેલી રાજ્યશ્રીની ધુરા આનંદથી વહન કરતા." આ રાજા પણ વિદ્વાન, દાનેશ્વરી, શ્રીમંત હતું તેમ જણાય છે. તેને રાજ્યવિસ્તાર વર્તમાન વડેદરા સુધી અવશ્ય હતે. ખેડામાં તેણે અનેક દાનપત્રો 1. પિતાની પ્રજાના એક વગરને ખુશ રાખવા રાજા ધર્મસ્થળ બંધાવી આપે તેથી ધમ સ્વીકાર્યો એમ ગણવું એ સાહસ છે. ગુહસેનની જેમ શીલાદિત્ય પિતાને પરમપાસક લખત, નથી. સંવત ૨૯ના તામ્રપત્રથી તે મહાદેવના મંદિરને ગામ આપે છે. (આચાર્ય હી. ઈ. ગુ. ભા. 2) 2. આ ચર્ચા ધરસેન 2 જાના પ્રકરણમાં કરી છે. 3. આ અનુમાન શ્રીઆચાર્ય તેના સં. 247 ને તામ્રપત્રમાં ઇન્દ્ર તથા કૃષ્ણના યુદ્ધનો ઉલ્લેખ છે તે ઉપરથી કરે છે. 4. આ ચર્ચા ધ્રુવસેન રજાના પ્રકરણમાં કરવામાં આવેલ છે. : 5. જુઓ શીલાદિત્ય ૪થનું સં. ૩૭૫નું તામ્રપત્ર (હી. ઇ. ગુ. ભાગ 1-149).