________________ પ્રકરણ 3 જું ગુપ્ત સામ્રાજ્ય ગુપ્ત સામ્રાજ્ય : (ઈ. સ. 395-480) ક્ષત્રપના છેલલા ક્ષત્રપ વિશ્વસેનને ગુપ્ત મહારાજા વિક્રમાદિત્ય ચંદ્રગુપ્ત બીજાએ ઈ. સ. ૩લ્પ માં પરાજિત કરી સૌરાષ્ટ્રને પિતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું. પરદેશીઓના સ્થાપેલા મહારાજ્યને પાટલીપુત્રના સિંહાસને આરૂઢ થઈ સમુદ્રગુપ્ત મિટાવી દીધું અને એક બળવાન સામ્રાજ્યની સ્થાપના કરી. તેના પુત્ર ચંદ્રગુપ્ત તેનાં સૈન્યને પશ્ચિમ ભારતમાં વિજય પ્રાપ્ત કરવા મોકલ્યાં. આ બળવાન સૈન્ય સામે ક્ષત્રપ ટકી શકયા નહિ અને સોરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ અને બીજા પડેશના પ્રદેશ ઉપર ગુપ્તાની સત્તા સ્થિર થઈ. સ્કંદગુપ્ત : સ્કંદગુપ્ત સૌરાષ્ટ્રમાં રાજવહીવટ ચલાવવા પર્ણદત્ત નામે સૂબે નીખે. અને તેના પુત્ર ચક્રપાલિતાને જૂનાગઢને હાકેમ ની. આ પર્ણદત્તના સમયમાં વળી પાછું સુદર્શન ફાવ્યું. આ તળાવ ગુપ્ત વર્ષ 136 (ઈ. સ. 456) ના ભાદ્રપદના કૃષ્ણપક્ષની છઠને દિવસે ફાટેલું અને તે દિવસે પાલાશિની, સુવર્ણસિકતા અને વિલાસિની નદીઓમાં બહુ પૂર આવેલું; તેથી તળાવમાં પાણી સમાઈ શકયું નહિ. પણ પર્ણદત્તે 137 (ઈ. સ. ૪૫૭)ના ગ્રીષ્મના કૃષ્ણપક્ષમાં સમારકામ શરૂ કરી, બે માસમાં પૂરું કર્ણ. આ પાળ 100 હાથ (150 ફીટ આશરે) લાંબી, 68 હાથ (102 ફીટ આશરે) પહોળી, સાત માથડાં (42 થી 48 કીટ આશરે) ઊંચી હતી. પ્રથમ રૂદ્રદામનના વખતમાં તૂટેલી પાળને આ વખતે ઓછો ભાગ તૂટેલે તેમ જણાય છે. ક્ષત્રપોએ સમારકામની નેધ શિલાલેખમાં કેતરાવી માટે ગુખ્ત એ પણ ત્યાં જ તેના અનુસંધાને આ નેંધ કરી. સુદર્શન તળાવ, આગળ જોયું તેમ ક્યાં હતું તે માટે વિદ્વાનેનાં અનુમાને જુદાં જુદાં થાય છે. પણ તે તળાવ ન હતું, એક ડેમ હતા અને ત્રણ નદીઓનું વહેતું પાણ ડેમથી બાંધ્યું હતું. તે ડેમ વારંવાર તૂટતે અને આપણે જાણતા નથી 1 પ્રો. જાલે શારપેન્ટીયર (Jarle charganteer) પર્ણદત્તને ઈરાની ફારનાદાતા (Farnadata or Pharnadata) કહે છે (પ્રો. કેમીસેરીયેટ). આ માત્ર કલ્પના છે. પણુદત તો પરદેશી સત્તાને હાંકી કાઢનારા ગુપ્તાને સૂબો હતો. અને તે શુદ્ધ આર્ય નામ છે; તેને ઉરચારણના દોષે ફારનાદાતા કહેવું સર્વથા અયોગ્ય છે.